ભ્રામક જાહેરાત કેસમાં સલમાન ખાનને રાહત
NCDRCએ જિલ્લા ગ્રાહક આયોગની કાર્યવાહી પર લગાવી રોક: ૨૨ જૂને આગામી સુનાવણી
મુંબઈ: બોલિવૂડ અભિનેતા સલમાન ખાનને પાન મસાલાની કથિત ભ્રામક જાહેરાત સંબંધિત કેસમાં તાત્કાલિક રાહત મળી છે. નેશનલ ક્નઝ્યુમર ડિસ્પ્યુટ્સ રિડે્રસલ કમિશન (NCDRC)એ કોટા જિલ્લા ગ્રાહક આયોગ સમક્ષ ચાલી રહેલી કાર્યવાહી પર હાલ પૂરતી રોક લગાવવાનો આદેશ આપ્યો છે.
ફરિયાદી ઇન્દ્ર મોહન સિહ ઉર્ફે હની દ્વારા દાખલ કરાયેલી ફરિયાદમાં સલમાન ખાન અને અન્ય લોકોની પાન મસાલા જાહેરાતને ભ્રામક ગણાવવામાં આવી હતી. જિલ્લા આયોગે પક્ષકારોના હસ્તાક્ષરોની ચકાસણી અંગે આદેશ આપ્યો હતો, જેને પડકારતી અપીલ NCDRC સમક્ષ કરવામાં આવી હતી.
આ પણ વાંચો: PSIની બદલી કરવામાં પોલીસ કમિશનરની `ફિફટી’
જસ્ટિસ એ.પી. સાહી અને સભ્ય ભરતકુમાર પંડ્યાની બેન્ચે ફરિયાદીને નોટિસ પાઠવીને જવાબ માંગ્યો છે. કમિશને નોંધ્યું કે જિલ્લા આયોગના અધિકારક્ષેત્ર અને કાર્યવાહી અંગે મહત્વના કાનૂની પ્રશ્નો ઊભા થયા છે.
અપીલકર્તાઓએ દલીલ કરી હતી કે ફરિયાદ સુનાવણીલાયક છે કે નહીં તે નક્કી કર્યા વિના હસ્તાક્ષરોની ચકાસણીનો આદેશ આપવામાં આવ્યો હતો. અગાઉ રાજસ્થાન હાઇકોર્ટે પણ આ મામલે અંતરિમ રાહત આપી હતી. હવે સમગ્ર મામલાની આગામી સુનાવણી ૨૨ જૂને થશે.
