રાજકોટ : સોની વેપારીનું એક કરોડનું સોનું લઈ ચાર બંગાળી કારીગરો છૂમંતર
કરણપરા ગરબી ચોક પાસે જી.કે.ડી જ્વેલ્સના વેપારીએ કારીગરોને ઘરેણા બનાવવા સોનું આપ્યું હતું : એક માસનો સમય લગાવી ઘરેણા ન આપી રાતો રાત નાશી જતાં એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી
રાજકોટમાં સોની બજારમાં વેપારીઓનું સોનુ લઇ કારીગર ફરાર થઇ જતા હોવાની ઘટના અવાર નવાર બની રહી છે. આવી ઘટનાઓમાં અમુક ફરીયાદો નોંધાઇ છે અને અમુક મુજબ તપાસ ચલાવવામાં આવી રહી છે. ત્યારે રાજકોટ સોની બજારમાં વધુ એક વેપારીનું રૂ.1.08 કરોડનું સોનુ દાગીના બનાવવા આપ્યું હતું જે ચાર કારીગર લઇ જતા એ ડીવીઝન પોલીસમાં ફરીયાદ નોંધાઇ છે
વિગત મુજબ શહેરમાં જાગનાથ પ્લોટ શેરી નંબર-૧૨ જાગનાથ મંદીરની પાસે શીવ પેલેસ એપાર્ટમેન્ટમાં ચોથો માળે રહેતા નીરજભાઈ ગીરીશભાઈ ધાનક (ઉં.વ.-42)એ નોંધાવેલી ફરિયાદમાં આરોપીમાં તેને ત્યાં નોકરી કરતાં તરુણકુમાર પંડીત (ઉં.વ-27 રહે. હાલ વર્ધમાનનગર શેરી નંબર-૩ રાજકોટ,મુળ-પશ્વિમ બંગાળ),અનીસુર સાબીદઅલી રહેમાન (ઉં.વ-27 રહે. હાલ વાણીયા વાડી ગાર્ડન પાસે રાજકોટ,મુળ-પશ્વિમ બંગાળ),અસીમ અજય મંડલ(ઉં.વ-25 રહે. હાલ જીલ્લા ગાર્ડન ચોક પાસે રાજકોટ ,મુળ-પશ્વિમ બંગાળ) અને રહીમઅલી રજાબઅલી (ઉં.વ-25 રહે. હાલ રામનાથપરા શેરી નંબર-૬ રાજકોટ,મુળ-પશ્વિમ બંગાળ)નું નામ આપતા જણાવ્યું હતું કે,તેઓ સોની બજારમાં સોનાના ઘરેણાનો શો-રૂમ ચલાવે છે.અને કરણપરા ગરબી ચોક પાસે જી.કે.ડી જ્વેલ્સમાં તેઓ સોનાના ઘરેણા બનાવવાનું કામ કરે છે.અહી ચારેય આરોપીઓ તેમને ત્યાં નોકરી કરતાં હતા.

વેપારીએ ગત તા.7-11-24ના તેઓએ આરોપીઓને 22 કેરેટનું કુલ સોનુ 1467 ગ્રામ જેની કિંમત રૂ.1,08,91,600 સોનાના ઘરેણા બનાવવા માટે આપ્યું હતું. જ્યારે આ સોનાના ઘરેણા તેઓને કારીગરોએ એક માસ સુધીમાં બનાવીને ન આપતા વેપારીએ ગત તા.9-12-24ના તપાસ કરી હતી.પરંતુ આરોપીઓનો કોઈ પતો લાગ્યો ન હતો.અને તેની ઘરે તપાસ કરતાં ત્યાં પણ જોવા મળ્યા ન હતા.જેથી કારગરો સોનું લઈ નાશી ગયા હોવાનું જાણવા મળતા એ ડિવિઝન પોલીસમાં ચારેય વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પીઆઇ આર.જી.બારોટે ગુનો નોંધી આગળની તપાસ એ.એસ.આઈ મહેશ લુવાને સોંપી છે.