મહાકુંભના ભક્તોને મોટી ભેટ : હેલિકોપ્ટર યાત્રાના ભાવમાં ઘટાડો રૂપિયા 1296 માં હેલિકોપ્ટરથી મહાકુંભના દર્શન
પ્રયાગરાજમાં મહાકુંભના મહાપર્વનો શુભારંભ થઈ ગયો છે. આ કુંભ મેળો 26 ફેબ્રુઆરી એટલે કે લગભગ 45 દિવસો સુધી ચાલવારો છે. તમે આકાશથી પણ મહાકુંભનો આનંદ લઈ શકો છો એટલે કે તમે હેલિકોપ્ટર દ્વારા પણ મહાકુંભનો નજારો જોઈ શકો છો. ઉત્તર પ્રદેશ સરકારે શ્રદ્ધાળુઓને મોટી ભેટ આપતાં આની કિંમત પણ ઓછી નક્કી કરી છે. મહાકુંભમાં હેલિકોપ્ટરથી મુસાફરીનું ભાડું 1,296 રૂપિયા પ્રતિ વ્યક્તિ નક્કી કરાયું છે. પર્યટન અને સંસ્કૃતિ મંત્રી જયવીર સિંહે નિવેદનમાં કહ્યું કે ‘7-8 મિનિટની હેલિકોપ્ટર મુસાફરી 13 જાન્યુઆરી એટલે કે આજથી શરૂ થઈ છે. હેલિકોપ્ટરની મુસાફરીનું ભાડું હવે 1,296 રૂપિયા પ્રતિ વ્યક્તિ હશે, જે પહેલા 3,000 રૂપિયા હતું.’

મહાકુંભમાં હેલિકોપ્ટરથી મુસાફરીનું ભાડું હવે અડધાથી પણ વધુ ઘટાડીને 1,296 રૂપિયા પ્રતિ વ્યક્તિ કરી દેવાયું છે. પર્યટન અને સંસ્કૃતિ મંત્રી જયવીર સિંહે નિવેદનમાં કહ્યું કે ‘7-8 મિનિટની હેલિકોપ્ટર મુસાફરી 13 જાન્યુઆરીથી શરૂ થશે. હેલિકોપ્ટરની મુસાફરીનું ભાડું હવે 1,296 રૂપિયા પ્રતિ વ્યક્તિ હશે, જે પહેલા 3,000 રૂપિયા હતું.’