મહોરમ પર્વને અનુલક્ષીને રાજકોટ પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ : આવતીકાલથી બે દિવસ તાજિયાના આ રૂટ પર વાહનોને નો-એન્ટ્રી
રાજકોટ શહેરમાં મહોરમ પર્વને અનુલક્ષીને તા.૫ને શનિવાર તથા તા.૬ને રવિવારના રોજ બે દિવસ માટે શહેરના અલગ-અલગ માર્ગો પર તાજીયા ઝુલુસ નીકળનારા હોવાથી નક્કી થયેલા માર્ગો પર નિયત સમય માટે વાહનોને પ્રવેશબંધી અને નો-પાર્કિંગ ફરમાવતું પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું ફરમાવાયું છે. તાજીયા ઝુલુસ નીકળવામાં ટ્રાફિક અડચણ ન થાય, જામ ન થાય તેમજ વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જાહેરનામું પ્રસિધ્ધ કરાયું છે. ભંગ કરનાર સામે કાયદાકીય કાર્યવાહી કરાશે.

ક્યા ક્યા માર્ગો પર રહેશો નો-એન્ટ્રી, નો-પાર્કિંગ
>> 80 ફૂટ સોરઠિયા-વે બ્રિજથી જિલ્લાગાર્ડન ચોક, રામનાથપરા મેઈન રોડ, ગરૂડ ગરબી ચોકથી કોઠારિયાનાકા પોલીસ ચોકી સુધી તેમજ ભાવનગર રોડ પાંજરાપોળ ટી ચોકથી ગરુડ ગરબી ચોક અને ગઢવીરાંગ ભીચરીનાકાથી ગરૂડ ગરબી ચોક.
>> કોઠારિયા નાકા પોલીસ ચોકીથી પેલેસ રોડ, ગુંદાવાડી પોલીસ ચોકીથી કેનાલ રોડ, જિલ્લા ગાર્ડન ચોક, દરબારગઢથી સોનીબજાર રોડ, કોઠારિયા પોલીસ ચોકી સુધી, ગુજરી બજાર એ-વન હોટલ ચોકથી કોઠારિયા પોલીસ ચોકી સુધી, ભુપેન્દ્ર રોડ, દિવાનપરા પોલીસ ચોકીથી પેલેસ રોડને મળે ત્યાં સુધી ભુપેન્દ્ર રોડ-પેલેસ રોડ ટી પોઈન્ટ સુધી, ચુનારાવાડ બેઠા પુલના ખુણેથી રામનાથપરા પોલીસ લાઈનના ઝાપા સુધી, રૈયા ચોકડીથી આમ્રપાલી અન્ડરબ્રિજ સુધી તથા કિસાનપરા ચોક, જિલ્લા પંચાયત ચોક, ફૂલછાબ ચોક, ભીલવાસ ચોક, મોટીટાંકી ચોક, લીમડા ચોક, એસબીઆઈ ચોક, જ્યુબેલી ચોક, હરિહર ચોક, સરદાર પોલીસ ચોકીથી, સદર બજાર, ફૂલછાબ ચોક સુધી. ઉપરોક્ત તમામ માર્ગો પર વાહનો માટે પ્રવેશ-બંધ જાહેર કરવામાં આવે છે.
આ પણ વાંચો : મેઘાલય હનીમૂન હત્યા કાંડ જેવી બીજી ઘટના : 55 વર્ષના મામાને પરણવા 20 વર્ષની પત્નીએ પતિની કરી હત્યા, જાણો શું છે સમગ્ર મામલો
આ સમયમાં રહેશે જાહેરનામું અમલી
તાજીયા ઝુલુસને લઈને બે દિવસના જાહેરનામાનો અમલ તા.5-7ને શનિવારના રોજ રાત્રે આઠ કલાકથી સવારે પાંચ વાગ્યા સુધી રહેશે. તા.6ને રવિવારના બપોરના 12 વાગ્યાથી રાત્રીના 12 કલાક સુધીના સમયગાળામાં જાહેરનામું અમલી રહેશે.