સ્કૂલ ચલે હમ: વેકેશન પૂરું, કાલથી સ્કૂલો શરૂ થશે
35 દિવસનાં વેકેશનને માણ્યા બાદ બાળકોથી સ્કૂલ કેમ્પસ ફરીથી ધમધમશે
અભ્યાસનાં ભાર સાથે યુનિફોર્મ,સ્ટેશનરી અને સ્કૂલવાનમાં યુદ્ધ ઈફેક્ટથી પેરેન્ટ્સનો ભાર વધ્યો
આવતીકાલથી નવું શૈક્ષણિક સત્ર શરૂ થશે. 35 દિવસનાં વેકેશનને બાળકોએ મન મૂકીને માણ્યા બાદ ફરી અભ્યાસમાં લાગી જશે. તારીખ 8 જુનના સોમવારથી ફરીથી શાળાઓ વિદ્યાર્થીઓના કલરવથી ગૂંજી ઉઠશે.લાંબા સમયથી સ્કૂલ કેમ્પસ શાંત થઈ ગયા હતા એ આવતીકાલથી ભૂલકાઓની ચિચિયારીઓથી ગુંજી ઉઠશે.
આ પણ વાંચો: વૈભવની ટીમ ઇન્ડીયામાં એન્ટ્રી: ટી-૨૦માં હવે શ્રેયસયુગ શરૂ
સ્કૂલો શરૂ થવાને આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે નવા સત્ર માટે પુસ્તકો,યુનિફોર્મ, સ્ટેશનરી સહિતની વસ્તુઓની ખરીદીમાં પેરેન્ટ્સ લાગી ગયા છે.યુદ્ધની અસરથી આ વખતે રો મટીરીયલ મોંઘું થતાં વાલીઓને યુનિફોર્મ 10% મોંઘા પડશે તો બીજી તરફ આ વખતે સ્કૂલ વાન, રીક્ષા અને બસમાં પણ ઈંધણનો ભાવ વધતાં ભાડામાં વધારો થયો છે.આ નવું શૈક્ષણિક વર્ષ વિદ્યાર્થીઓની સાથે વાલીઓ માટે પણ ભારરૂપ બનશે.
સોમવારથી સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓ શરૂ થઈ જશે જ્યારે સરકારી તંત્ર દ્વારા 20 જૂનથી શાળા પ્રવેશોત્સવ યોજાશે જેની શિક્ષણ વિભાગ દ્વારા તૈયારીઓ ચાલી રહી છે.
