ઉર્જા સંકટ વચ્ચે ભારત માટે અચાનક શું આવ્યા રાહતરૂપ સમાચાર ? જુઓ
દુનિયા ઉર્જા સંકટનો સામનો કરી રહી છે અને ભાવ ભડકે બળે છે ત્યારે ભારતમાં મળી આવ્યો કુદરતી ગેસનો અખૂટ ખજાનો
OILની શોધને સફળતા; કેન્દ્રીય મંત્રી પૂરીએ કરી જાહેરાત; ઉર્જા ક્ષેત્રે આત્મનિર્ભર બનવાની શક્યતાઓ વધુ મજબૂત બની
વર્તમાન સમયમાં દુનિયા ઉર્જા સંકટનો સામનો કરી રહી છે અને ભારતમાં પણ તેની ઘેરી અસર દેખાઈ રહી છે તેલ અને ગેસના ભાવ ઊછળી રહ્યા છે ત્યારે ભારત માટે રાહતના સમાચાર બહાર આવ્યા હતા. અંદામાન અને નિકોબાર ટાપુઓ નજીક નવા કુદરતી ગેસ ભંડાર મળી આવ્યા છે. કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ એક વીડિયો શેર કરી આ માહિતી આપી છે. તેમણે જણાવ્યું કે આ ગેસ દરિયા કિનારાથી આશરે 15 કિલોમીટર દૂર અને 1,900 મીટરની ઊંડાઈએ મળી આવ્યો છે.
હરદીપ સિંહ પુરીએ કહ્યું કે સરકારી કંપની ઓઇલ ઇન્ડિયા લિમિટેડ (OIL) એ આંદોમાન અપતટીય બેસિનમાં કુદરતી ગેસનો મોટો ભંડાર શોધી કાઢ્યો છે. આનાથી ભારતની ઉર્જા ક્ષેત્રે આત્મનિર્ભર બનવાની શક્યતાઓ વધુ મજબૂત થઈ છે. વિદેશી આધાર ઘણો ઓછો થઈ શકે છે.
આ પણ વાંચો: સ્કૂલ ચલે હમ: વેકેશન પૂરું, કાલથી સ્કૂલો શરૂ થશે
એક્સ પર વીડિયો શેર કરતા પુરીએ ખુશી વ્યક્ત કરી. તેમણે લખ્યું કે અમે આંદમાન અને નિકોબાર ટાપુઓથી 15 કિલોમીટર દૂર શ્રી વિજયપુરમ-3 માં કુદરતી ગેસનો ભંડાર શોધી કાઢ્યો છે. આ કૂવો પાણીમાં લગભગ 1900 મીટરની ઊંડાઈએ સ્થિત છે. પ્રારંભિક પરીક્ષણ દરમિયાન ગેસના સતત સળગાવાને કારણે ગેસની હાજરીની પુષ્ટિ થઈ છે. ગેસના નમૂનાને પરીક્ષણ માટે પ્રયોગશાળામાં મોકલવામાં આવ્યા છે.”
આંદોમાન – નિકોબાર ટાપુઓ નજીક કુદરતી ગેસના ભંડાર મળી આવ્યા હોય તેવી આ પહેલી ઘટના નથી. અગાઉ 2025 માં બેસિનમાં કુદરતી ગેસના સ્ત્રોતોની હાજરીની પુષ્ટિ કરવામાં આવી હતી. સરકાર દ્વારા સંચાલિત એક સંશોધન પ્રોજેક્ટમાં શ્રી વિજયપુરમ-2 કૂવામાં ગેસ મળી આવ્યો હતો. પરીક્ષણ પર એવું જાણવા મળ્યું હતું કે ગેસમાં 87% મિથેન છે. બે સ્થળોએ કુદરતી ગેસના ભંડારની શોધથી સમગ્ર બેસિનમાં પેટ્રોલિયમ તત્વોની હાજરીની પુષ્ટિ થાય છે, જે ઇન્ડોનેશિયાથી મ્યાનમાર સુધી ફેલાયેલો છે.
દેશની ઉર્જા સુરક્ષાને મજબૂતી મળશે, આયાત પરની નિર્ભરતા ઘટી શકે છે
ભારત તેની મોટાભાગની તેલ અને ગેસની જરૂરિયાતો વિદેશથી આયાત કરે છે. આવા કિસ્સામાં, સ્થાનિક સ્તરે કુદરતી ગેસ અને તેલના નવા સ્ત્રોતોને પૂર્ણ કરીને, આયાત પરની નિર્ભરતા ઘટી શકે છે. આનાથી માત્ર વિદેશી ચલણની બચત થશે નહીં પરંતુ દેશની ઉર્જા સુરક્ષા પણ મજબૂત થશે.ઓઇલ ઇન્ડિયા હવે આ ગેસ ભંડારોનો વિગતવાર અભ્યાસ કરશે. કંપની ગેસના નમૂનાઓ એકત્રિત કરશે અને તેની ગુણવત્તા, રચના અને ઉર્જા ક્ષમતાનું પરીક્ષણ કરશે.
