મેઘાલય હનીમૂન હત્યા કાંડ જેવી બીજી ઘટના : 55 વર્ષના મામાને પરણવા 20 વર્ષની પત્નીએ પતિની કરી હત્યા, જાણો શું છે સમગ્ર મામલો
મેઘાલયમાં હનીમૂન દરમિયાન પત્ની દ્વારા પતિની હત્યાકરવાના આઘાતજનક બનાવની શાહી હજુ સુકાઈ નથી ત્યા બિહારમાં સગા મામાના પ્રેમમાં પડેલી મહિલાએ લગ્નના 45 દિવસ બાદ ભાડુતી શૂટર રાખી તેના વર્ષના પતિની હત્યા કરાવી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

પોલીસના જણાવ્યા અનુસાર બિહારના ઔરંગાબાદ જિલ્લામાં રહેતી ગુંજા દેવી (ઉમર વર્ષ 20) તેના મામા જીવન સિંહ (ઉમર વર્ષ 55) સાથે પ્રેમમાં હતી.ગુંજા દેવી પોતાના મામા સાથે લગ્ન કરવા માગતી હતી પરંતુ પરિવારજનોએ બળજબરીથી તેના લગ્ન બરવાન ગામના 25 વર્ષીય યુવાન પ્રિયાંશુ સાથે કરાવી લીધા હતા. દરમિયાન પ્રિયાંશુ પોતાની બહેનને મળીને ટ્રેનમાંથી ઘરે પરત ફરી રહ્યો હતો અને નવીનગર સ્ટેશન પહોંચ્યો ત્યારે તેણે ગુંજા દેવીને કોઈને બાઇક પર મોકલવા કહ્યું હતું. બાદમાં સ્ટેશનથી ઘરે જતા સમયે, બે લોકો દ્વારા ગોળી મારીને તેની કરવામાં આવી હતી.

આ પણ વાંચો : આતુરતાનો અંત! રણબીર કપૂરની ફિલ્મ ‘રામાયણ’નું ટીઝર રિલીઝ, ભગવાન રામ અને રાવણનો જુઓ ફર્સ્ટ લુક
બનાવ બાદ ગુંજા દેવીએ ભાગવાનો પ્રયત્ન કરતા તે શંકાના પરિઘમાં આવી ગઈ હતી અને પોલીસની આકરી પૂછપરછ બાદ હત્યાના ભયંકર ષડયંત્રનો ભાંડો ફૂટ્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ ગુંજા દેવીના લગ્ન 45 દિવસ પહેલા જ થયા હતા .લગ્ન પછી પણ તે સતત તેના મામા જીવન સિંહ સાથે ફોન ઉપર સંપર્કમાં હતી. જીવન સિંહ ના કોલ રેકોર્ડ તપાસવામાં આવતા તે બંને ભાડૂતી મારાઓ સાથે સંપર્કમાં હોવાનું ખુલ્યું હતું. પોલીસે ગુંજા દેવી તથા બંને શૂટર્સની ધરપકડ કરી, ફરાર થઈ ગયેલા મામા જીવનસિંહ ને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે.