રાજકોટના જામનગર હાઇ-વે પાસેના એક ફાર્મમાં શૈક્ષણિક સંસ્થાની પાર્ટી (રંગ)માં પોલીસે ભંગ પાડ્યો! વાંચો શું છે સમગ્ર મામલો
રાજકોટ શહેર પોલીસમાં પાવરમાં ગણાતી એક બ્રાન્ચના કામઢા કર્મીઓ ચોક્કસ પ્રકારના કામો ‘શિકારો’ની શોધમાં રત રહેતા હોય છે. જામનગર રોડ પર એક ફાર્મ જેવા સંકૂલમાં એક શૈક્ષણિક સંસ્થાના નબીરાઓની ચાલતી પાર્ટીમાં પડીને પોલીસે રંગમાં ભંગ પાડયો હતો. પોલીસનો ઈરાદો પણ હેરાન કરવાનો નહીં હોય તેમ ભાવતું હતું અને વૈદ્યએ કહ્યું માફક ‘લાખેણો’ રાજીપો થઈ જતાં ફુલડીમાં ગોળ ભાંગીને ‘મેરી ભી ચૂપ, તેરી ભી ચૂપ’ની માફક ગુપચૂપ રીતે મુકત કરી દીધા હતાની શૈક્ષણિક જગતના સંબંધિતોમાં ભારે ચર્ચા, અફવા ચાલી છે.

ચર્ચાતી વિગતો કે વાતો મુજબ એક શિક્ષણ સંકૂલના સંચાલક નબીરાઓ દ્વારા લાગતા વળગતા નજીકનાની જામનગર હાઈ-વે પરના એક ફાર્મ કે આવા સ્થળે રાત્રે પાર્ટીનું આયોજન કરાયું હતું. જેમને આમંત્રણ હતું તે લાખેણી કારો લઈને પહોંચ્યા હતા. પાર્ટી ચાલુ થઈ રંગીન રંગત જામી હતી એવા સમયે જ જાણે હડ્ડી બનીને પાવરમાં રહેલી બ્રાન્ચના જાંબાઝ જવાનો પહોંચી ગયા હતા. પોલીસ હોવાની ઓળખ આપતા જ મોજમાં રહેલા નબીરાઓના હોશકોશ ઉડી ગયા હતા. કહેવાય છે કે સ્ટાઈલ મુજબ નબીરાઓના મોંઘા મોબાઈલ ફોન લઈ લેવાયા હતા અને રાતે લઈ અવાયા હતા. પાવર બતાવાયો હતો. નબીરાઓ માટે જો નામ બહાર આવે તો શૈક્ષણિક સંકૂલની છાપ ખરડાય, આવું બધું કદાચિત પોલીસ પણ જાણતી હશે માટે નબીરાએ નમતું જોખ્યા સિવાય કોઈ છૂટકો નહીં હોય.
ઉપરીઓને જાણ થતાં એવી વાત છે કે એક સાહેબની મધ્યસ્થી પોલીસને પણ ધાયું ભાવતું ભોજન કે મોટો લાખેણો આંક મળી ગયો હશે. બંધ બારણે બેઠક ગોઠવણ થઈ જતાં નબીરાઓને મુક્તિ મળતા હાશ કલ્યાણ થઈ ગયાનો આનંદ થયો હશે. જ્યારે ફાર્મમાં જનારા બાબુઓમાં કુલ આંક સાથે દિપ પ્રગટતા વિજય થયાની મોજ હશે.
આ પણ વાંચો : રાજકોટના શાપર વેરાવળમાં એસિડ મિશ્રિત દારૂ પીતા બે યુવકોની તબિયત લથડી: સિવિલ હોસ્પિટલમાં સારવારમાં દમ તોડ્યો
જામનગર રોડ પર સ્ટેડિયમ પાસેના એક ગામના સર્વેમાં ફાર્મમાં શહેરના શૈક્ષણિક સંકૂલના સંચાલકના નબીરાઓની પાર્ટી હતી કે કેમ ? ત્યાં પાવરમાં રહેલી બ્રાન્ચ કે કોઈ પોલીસ પહોંચી હતી કે કેમ ? ખરેખર આવું કાંઈ હતું કે માત્ર વાતો જ ઉઠી હતી ? ક્યાંય કાંઈ ચોપડે ચડેલું ન હોવાથી ઉપરોક્ત બાબતો હાલ તો ચર્ચા, જો અને તો કે અફવારૂપ જ માનવી રહી.
ફાર્મ સિટી પોલીસની હદમાં કે પછી રૂરલમાં?
જે ફાર્મ, સ્થળ પર શૈક્ષણિક સંકૂલના સંચાલક નબીરાની પાર્ટી હતી ત્યાં પાવરમાં રહેલી બ્રાન્ચના જવાનની જોડી પહોંચી હતી. એ જગ્યા ખરેખર રાજકોટ શહેર પોલીસની હદમાં છે કે પછી રાજકોટ રૂરલની હદમાં એ પણ ચર્ચાનો વિષય હશે. જો પાર્ટી હશે અને ત્યાં પોલીસ પહોંચી હશે તો નબીરાઓને તો હદ શું એ ખ્યાલ જ ન હોય માત્ર પોલીસ આવી એવી ખબરથી જ સરન્ડર થઈ ગયા હોઈ શકે. ખરેખર સત્ય શું હતું કે છે ? એ તો પાર્ટી થઈ હશે તો પાર્ટી કરનારા અને જો ત્યાં ગઈ હશે તો એ પોલીસ જાણતી હશે.