રાજકોટના શાપર વેરાવળમાં એસિડ મિશ્રિત દારૂ પીતા બે યુવકોની તબિયત લથડી: સિવિલ હોસ્પિટલમાં સારવારમાં દમ તોડ્યો
દારૂમાં નશો વધુ જલદ કરવા માટે કરિયાણાની દુકાનેથી એસિડ લાવી મીકસ કર્યુ અને દારૂ ગટગટાવ્યોઃ પેટમાં બળતરા થતાં બંનેએ ફોન કરી પરિવારને જાણ કરતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવારમાં ખસેડાયા હતા જયાં બન્નેના ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજયા હતા.

શું છે સમગ્ર મામલો?
રાજકોટ નજીક ગોંડલ હાઈ-વે પર આવેલા ઇન્ડસ્ટ્રીઝ જોન શાપર-વેરાવળમાં બે યુવકોએ દારૂનો નશો વધુ જલદ બનાવવા માટે જાનની બાજી ખેલી હતી. દારૂ પીધા બાદ અંદર ધરકામ સાફ સફાઈ કરવાનો જલદ એસિડ મિક્ષ કર્યો હતો અને બંન્નેને આ એસિડ મિશ્રિત દારૂ પીધો હતો જેને લઇને બન્નેની તબીયત લથડતા રાજકોટની સિવીલ હોસ્પિટલમાં સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બપોર બાદ બન્નેએ અંતિમ શ્વાસ લીધા હતા.બે બે યુવકના મોત જતાં બન્નેના પરિવારજનોમાં ભારે કલ્પાંત થઈ પડયો હતો. શાપર વેરાવળ પોલીસ અને રાજકોટ જિલ્લા પોલીસમાં પણ દોડધામ થઇ પડી હતી. હાલ તો પોલીસ એવો બચાવ કરી રહી છે કે, દારૂ નહી બન્નેએ એસિડ જ પીધો હોય તેવી આશંકા છે. જો કે, પોસ્ટમોર્ટમ બાદ બન્નેને ક્યા કારણોસર મોત નિપજયા છે તે બહાર આવશે.

ચર્ચા મચાવનાર ઘટનાની વિગતો મુજબ શાપર વેરાવળમાં આવેલી પિતૃકૃપા હોટેલ નજીક રહેતો યુવરાજ ગુલાબભાઈ રાઠોડ (ઉં. વ.19) અને તેનો મિત્ર વિશાલ રાજુભાઈ પરમાર (ઉં.વ.18 ) બંને ભેગા થયા હતા અને દારૂ પીવાનું નકી કર્યું હતુ. જો દારૂમાં બન્નેએ સાથે દારૂ પીધો હતો પરંતુ જો એસિડ મીકસ કરવામાં આવે તો નશો હજૂ વધુ કડક થઈ શકે તેવો જાણે મોત બોલાવતું હોય એવો વિચાર આવ્યો હતોફ દારૂના નશા બાદ નજીકમાં કરિયાણાની દુકાનેથી ઘરકામ સાફ સફાઈ કરવા માટે ઉપયોગમાં લેવાતા એસિડની ખરીદી કરી હતી અને દારૂમાં એસિડ મિશ્રિત દારૂ ગટગટાવ્યો હતો. થોડીવાર બાદ બન્નેને પેટમાંગ્નિ જેવી બળતરા ઉપડી હતી. જેથી યુવરાજે તેના મામાને ફોન કરીને કહ્યું કે, અમને જલ્દી હોસ્પિટલે લઈ જાવ બન્નેને તાત્કાલીક સારવાર અર્થે શાપર વેરાવળની હોસ્પિલટમાં લઈ જવાયા હતા જયા તબીયત વધુ લથડતા રાજકોટની સિવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

સારવાર દરમિયાન બન્નેના બપોર બાદ મૃત્યુ નિપજ્યા હતા. બનાવના પગલે શાપર-વેરાવળ પોલીસનો કાફલો હોસ્પિટલે દોડી આવ્યો હતો. ઘટના સંદર્ભે મૃતકના પરિવારજનો પાસેથી પોલીસે વિગતો મેળવી હતી. એક સાથે બન્ને યુવકના મૃત્યુ થતાં બન્નેના પરિવારજનો સિવિલ હાસ્પિટલમાં કાળોકલ્પાંત કર્યો હતો. જાણવા મળ્યા મુજબ મૃત્યુ પામેલા બન્ને યુવકનું દારૂ અને એસીડ વિશાલ લઈ આવ્યો હતો અને બન્નેએ સાથે પીધો હતો. મૃતક યુવરાજ ચાની હોટલમાં કામ કરતો હતો. પિતા ગુલાબભાઈ હયાત નથી. બે ભાઈ અને બે બહેનમાં નાનો છે. જ્યારે વિશાલ ડ્રાઇવિગ કરતો હતો. તેના પિતા રાજુભાઈ પણ ડ્રાઈવિગ કરે છે. વિશાલ બે ભાઈ અને બે બહેનમાં નાનો હતો.
આ પણ વાંચો : શ્રી કૃષ્ણ જન્મભૂમિ કેસમાં હિન્દુ પક્ષને આંચકો : શાહી ઇદગાહને વિવાદિત ઢાંચો ગણવાની અરજી હાઇકોર્ટે ફગાવી
બન્નેએ દારૂ પીધો હોય તો એક વાત સત્ય છે કે શાપર વેરાવળમાં દારૂ સરળતાથી મળી જતો હતો અગાઉ રાજકોટમાં લઠ્ઠાકાંડ થયો હતો થોડા સમય પૂર્વે બોટાદમાં પણ આવો લઠ્ઠાકાંડ થયો હતો.