S.T બસની કોઇ પણ સમસ્યાનોઉકેલ હવે એક `ક્લિક’માં
માર્ચ મહિનામાં સુધીમાં કુલ ૧,૭૦૨ મુસાફરો તરફથી ફીડબેક મળ્યા
જેમાં જુદીજુદી સેવાઓ માટે ૫ માંથી ૪.૫નું રેટિગ મળ્યું.
GSRTC દ્વારા દરેક બસમાં એક ચછ કોડ લગાવવામાં આવ્યો. આ કોડને સ્કેન કરીને મુસાફર બસ સેવા વિશે તેમનો અભિપ્રાય
અને રેટિગ આપી શકશે
ફીડબેક કેવી રીતે આપશો
GSRTC અઈ અને VOLVOજેવી પ્રીમિયમ બસોમાં દરેક બેઠક પાછળ તેમજ દરેક બસમાં ઓછામાં ઓછો એક QR કોડ મૂક્યો છે. મુસાફરો આ કોડ સ્કેન કરીને પોતાનું નામ, ઈમેલ, મોબાઈલ નંબર અને ઙગછ અથવા ટિકિટ નંબર જેવી માહિતી દાખલ કરી તેમનો પ્રતિભાવ આપી શકે છે. મુસાફરો બસની સ્વચ્છતા, બેઠક સુવિધા, સમયપાલન, સ્ટાફ વર્તન, સલામતી અને તેમના સરેરાશ અનુભવ જેવા મુદ્દાઓ પર રેટિગ આપી શકે છે. મુસાફરો ફરિયાદ સંબંધિત ફોટા પણ અપલોડ કરી શકે છે. ફીડબેક સબમિટ થતા જ તે સબંધિક અધિકારીને પહોંચે છે અને તાત્કાલિક સંબંધિત અધિકારીઓ તેના પર કાર્યવાહી કરે છે.
બસ ડેપોની સ્વચ્છતા માટે હવે વિશેષ QR કોડ
નિગમ દ્વારા રાજ્યભરના તમામ બસ ડેપો પર વિશેષ `સ્વચ્છતા’ માટે QR કોડ લગાવવામાં આ્વશે. આ QR કોડ સ્કેન કરી મુસાફર જે તે બસ ડેપોની સ્વચ્છતા વિશે પ્રતિભાવ આવી શકશે. આ નવી સિસ્ટમમાં QR કોડ દરેક બસ ડિપોટ માટે અલગ બનાવવામાં આવશે. નિગમ દ્વારા આવા ૪૦૦થી વધુ વિશેષ ચછ કોડ બનાવવામાં આવી રહ્યા છે. ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ દ્વારા રોજ ૮૦૦૦થી વધુ બસો ચલાવવામાં આવે છે અને સરેરાશ ૨૭ લાખ લોકો દરરોજ તેમાં પ્રવાસ કરે છે.
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)ની બસોમાં મુસાફરી દરમિયાન કોઈ સેવા સંબંધિત સમસ્યા આવે છે? તો મુંઝાશો નહીં, હવે મુસાફરો માટે સરળ સુવિધા ઉપલબ્ધ છે. મુસાફરો બસમાં તેમની બેઠક આગળ ચોંટાડેલા ચછ કોડને સ્કેન કરીને ફીડબેક આપી શકે છે અથવા સેવાઓનું મૂલ્યાંકન કરી શકે છે, જેના આધારે તંત્ર તાત્કાલિક કાર્યવાહી કરી શકે છે.
તાજેતરમાં અઈ અને ટજ્ઞહદજ્ઞ બસોમાં મુસાફરી કરતા મુસાફરોએ દુર્ગંધ સંબંધિત કેટલીક ફરિયાદો આ સિસ્ટમ દ્વારા મળી હતી. નિગમનાં અધિકારીઓએ તાત્કાલિક આ ફીડબેકનાં આધારે પગલા લીધા અને રાજ્યભરની તમામ અઈ અને ટજ્ઞહદજ્ઞ બસોમાં એર ફ્રેશનર લગાવ્યા અને સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવામાં આવ્યો.
ૠજછઝઈ દ્વારા મુસાફરોની સુવિધાને વધુ ઉત્તમ બનાવવા અને સેવા કાર્યક્ષમતામાં સુધારો લાવવા માટે પેસેન્જર ફીડબેક રેટિગ પરફોર્મન્સ સિસ્ટમ' શરૂ કરવામાં આવી છે. નિગમનાં અધિકારીઓનાં જણાવ્યા મુજબ, માર્ચ (૨૦૨૬) મહિના દરમિયાન કુલ ૧,૭૦૨ મુસાફરોએ તેમના પ્રતિભાવ આપ્યા હતા અને આ પ્રતિભાવ દ્વારા ૠજછઝઈને ૫ માંથી ૪.૫નું મજબૂત સેટિસ્ફેક્શન રેટિગ મળ્યું છે, જે મુસાફરોનો મોટા ભાગે સકારાત્મક અનુભવ દર્શાવે છે. માર્ચ-૨૦૨૬નાંપેસેન્જર ફીડબેક રેટિગ પરફોર્મન્સ’ના વિશ્લેષણ અહેવાલ મુજબ, બસમાં સલામતીને સૌથી વધુ ૪.૭નું રેટિગ મળ્યું છે. ત્યારબાદ સ્ટાફનાં વર્તનને ૪.૬ અને સ્વચ્છતાને ૪.૫નું રેટિગ મળ્યું છે.
મુસાફરોનાં પ્રતિભાવોનું વિશ્લેષણ કરતા જાણવા મળ્યું કે, મોટા ભાગના મુસાફરોએ GSRTC સેવાઓને ૫-સ્ટાર રેટિગ આપ્યું છે, જેમાં ખાસ કરીને સ્ટાફના વર્તનને વધુ પ્રશંસા મળી છે.
આ નવીન પહેલને મુસાફરોનું જરબદસ્ત સમર્થન મળ્યું છે. માર્ચ મહિનાના અંતિમ અઠવાડિયામાં ૩૭૨ મુસાફરોએ તેમના પ્રતિભાવ આપ્યા હતા. આ આંકડાઓ મુસાફરોની વધતી જતી ભાગીદારી દર્શાવે છે. માર્ચ મહિનામાં આ નવી સિસ્ટમ દ્વારા કૂલ ૧,૭૦૨ મુસાફરોએ પ્રતિભાવો આપ્યા હતા.
મુસાફરોએ એસ.ટી બસોની સલામતી અને તેના દ્વારા પુરી પાડવામાં આવતી સેવાની ગુણવત્તા માટે મજબૂત પ્રતિષ્ઠાને જાળવા રાખી છે.
ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમમાં અધિકારીઓએ જણાવ્યું કે, `પેસેન્જર ફીડબેક રેટિગ પર્ફોર્મન્સ સિસ્ટમ’ માર્ચ ૨૦૨૬માં શરૂ કરવામાં આવી હતી અને વિવિધ સેવાઓનાં માપદંડોમાં તેને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યના જાહેર પરિવહન તંત્રમાં નોંધપાત્ર પરિવર્તન આવી રહ્યું છું.નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે,નમુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં, અમે જાહેર પરિવહન તંત્રમાં સુધારા માટે વિવિધ પહેલો હાથ ધરી છે. પેસેન્જર ફીડબેક રેટિગ સિસ્ટમને ઉત્તમ પ્રતિસાદ મળ્યો છે અને આ ફીડબેકના આધારે ત્વરીત કાર્યવાહી કરવામાં આવે છે. પરિણામે ૠજછઝઈના પરફોર્મન્સ રેટિગ ખૂબ જ સકારાત્મક છે
તેમણે વધુમાં ઉમેર્યું: “છેલ્લા એક વર્ષમાં ૠજછઝઈ બસોમાં દૈનિક મુસાફરોની સંખ્યા ૨૫ લાખથી વધીને ૨૭ લાખ થઈ છે. આગામી મહિનાઓમાં ૩૦ લાખ મુસાફરો સુધી પહોંચવાનું અમારું લક્ષ્ય છે. જાહેર પરિવહન અમારી પ્રથમ પ્રાથમિકતા છે.
પેસેન્જર ફીડબેક રેટિગ સિસ્ટમમાં મુસાફરોનાં જે પ્રતિભાવો મળી રહ્યા છે તેને ધ્યાનમાં લઇ તાત્કાલિક તેમાં સુધારો કરી રહ્યા છીએ. આ પ્રતિભાવોને કારણે અમને ખ્યાલ આવી રહ્યો છે કે, કઇ સેવાઓમાં સુધારાની જરૂર છે. આ પ્રતિભાવોએ પ્રસ્થાપિત કર્યુ છે કે, એસ.ટી બસમાં લોકોનો વિશ્વાસ અકબંધ છે અને મુસાફરોની ૪.૫ની સરેરાશ રેટિગમાં તે પ્રતિબિબિત થાય છે.
