PBKS VS RCB : શું આજના મેચમાં વરસાદ બનશે વિઘ્ન? જો મેચ રદ થાય તો આ ટીમ બનશે વિજેતા, જાણો શું છે નિયમ
આજે ઈન્ડિયન પ્રિમીયર લીગ (IPL)ની અઢારમી સીઝનનો ફાઈનલ મુકાબલો પંજાબ કિંગ્સ અને રોયલ ચેલેન્જ ર્સ બેંગ્લુરુ વચ્ચે સાંજે 7.30 વાગ્યાથી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ઉપર રમાશે. એકંદરે 2016 બાદ પહેલી વખત કોઈ નવી ટીમ ચેમ્પિયનનો તાજ પહેરશે. પંજાબ અને બેંગ્લુરુએ ક્યારેય ટ્રોફી જીતી નથી. એકંદરે પંજાબ 11 વર્ષ બાદ બીજી વખત અને RCB ચોથી વખત ફાઈનલ મુકાબલો રમવા ઉતરશે. પંજાબ અગાઉ 2014માં તો RCB 2009, 2011, 2016 બાદ હવે 2025માં ફાઈનલ રમશે. ત્યારે મેચમાં વરસાદનું સંકટ છે. આગામી ત્રણ કલાક માટે અમદાવાદમાં ભારે વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

ક્વોલિફાયર-2 મેચ જે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જ રમાઈ હતી જે વરસાદને કારણે મોડી શરૂ થઈ હતી. આવી સ્થિતિમાં, જો ફાઇનલ મેચ વરસાદને કારણે શરૂ ન થઈ શકે, તો જાણો પરિણામો કેવી રીતે આવશે?
આગામી ત્રણ કલાક માટે અમદાવાદમાં ભારે વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તરફ જતાં સાબરમતી,મોટેરા અને રિવરફ્રન્ટ પર વરસાદ પડ્યો હતો તેમજ મેમનગર, ગુરુકુળ રોડ વિસ્તારમાં પણ વરસાદી ઝાપટાં પડ્યા હતા.

જો મેચ રદ થાય છે, તો પરિણામ કેવી રીતે બહાર આવશે?
બેંગ્લોર-પંજાબ ફાઇનલ મેચ 3 જૂને રમાશે, પરંતુ જો વરસાદને કારણે મેચ શરૂ ન થઈ શકે, તો નિયમો મુજબ, ફાઇનલ મેચ રિઝર્વ ડે પર રમાશે. તમને જણાવી દઈએ કે 4 જૂને ફાઇનલ મેચ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે. જો રિઝર્વ ડે પણ વરસાદનો ભોગ બને છે, તો મેચ રદ જાહેર કરવામાં આવશે.

વરસાદ રિઝર્વ ડેમાં પણ વિઘ્ન બને તો…
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ(BCCI)એ 120 મિનિટનો વધારાનો સમય રાખ્યો છે, જેથી એક દિવસમાં પરિણામ આવી શકે. તેમ છતાં જો પરિણામ ન આવે, તો રિઝર્વ ડેનો ઉપયોગ કરવામાં આવશે. રિઝર્વ ડે પર, મેચ જ્યાંથી અટકી હતી ત્યાંથી શરુ થશે. જો વરસાદ રિઝર્વ ડેમાં પણ વિઘ્ન બને છે અને ઓછામાં ઓછી પાંચ ઓવરની રમત શક્ય ન બને, તો ઇન્ડિયન પ્રીમિયર લીગના વિજેતાનો નિર્ણય સુપર ઓવર દ્વારા કરી શકાય છે. જો સુપર ઓવર નહીં રમાય તો વિજેતાનો નિર્ણય પોઇન્ટ ટેબલના આધારે કરવામાં આવશે.
આ પણ વાંચો : લો બોલો! આ ડોગ છે કંપનીનો CHO, એવુ શું કામ કરે છે ઓફિસમાં?જાણીને ઊડી જશે તમારા હોશ

જો ફાઇનલ મેચ રદ થાય છે, તો પંજાબ કિંગ્સને ચેમ્પિયન અને RCB રનર-અપ
જો ફાઇનલ મેચ રદ થાય છે, તો પંજાબ કિંગ્સને ચેમ્પિયન અને RCB રનર-અપ જાહેર કરવામાં આવશે. પોઈન્ટ ટેબલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરથી ઉપર રહેવા બદલ પંજાબ વિજેતા બનશે. તમને જણાવી દઈએ કે બેંગ્લોર અને પંજાબ બંનેના ટેબલમાં 19 પોઈન્ટ હતા. પરંતુ પંજાબનો નેટ રન રેટ (+0.372), RCBનો નેટ રન રેટ (+0.301) હતો. આ પહેલા ક્યારેય IPL ફાઇનલમાં મેચ રદ કરવાની સ્થિતિ બની નથી, પરંતુ જો IPL 2025 ના ફાઇનલમાં વરસાદ પડે છે, તો પંજાબ મેચ રમ્યા વિના ચેમ્પિયન બનશે.