48 કલાકની લડાઈ કરવા ઇચ્છતું હતું પાકિસ્તાન, ભારતે 8 કલાકમાં ઘૂંટણિયે પાડી દીધું : CDS અનિલ ચૌહાણનું મોટું નિવેદન
પહલગામ આતંકી હુમલા બાદ ભારતે ઓપરેશન સિંદુર હેઠળ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો હતો. ભારતે પાકિસ્તાન પર મિસાઇલ હુમલો કર્યો હતો. ભારતે આતંકવાદી માળખાને નિશાન બનાવ્યાં હતા. ઓપરેશન સિંદુર બાદ પાકિસ્તાન બાબતે અનેક ખુલાસા થયા છે. ત્યારે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણે સાવિત્રીબાઈ ફૂલે યુનિવર્સિટી દ્વારા આયોજિત એક સેમિનારમાં ઓપરેશન સિંદૂર પર ટિપ્પણી કરી છે. ભારતના ફાઇટર જેટને તોડી પાડવાના પાકિસ્તાનના દાવાઓ પર, તેમણે કહ્યું કે આવા યુદ્ધોમાં નુકસાન શું થયું તેનાથી કોઈ ફરક પડતો નથી. આમાં મહત્વનું એ છે કે પરિણામ શું આવ્યું. આપણે પરિણામ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. તેમણે કહ્યું કે, ભારતે 48 કલાકની લડાઈ 8 કલાકમાં જ પૂર્ણ કરી લીધી. આ દરમિયાન પાકિસ્તાનને વાતચીતનો પ્રસ્તાવ રજૂ કર્યો. આ ઓપરેશન દર્શાવે છે કે, યુદ્ધ માત્ર સ્ટ્રાઈક નથી, પરંતુ રાજનીતિનો પણ ભાગ હોય છે.

48 કલાકની લડાઈ 8 કલાકમાં પૂરી
CDS કહ્યું કે જ્યારે ઓપરેશન સિંદૂરમાં યુદ્ધ અને રાજકારણ એકસાથે ચાલી રહ્યા હતા, ત્યારે અમને વધુ સારી કાઉન્ટર ડ્રોન સિસ્ટમનો ફાયદો મળ્યો. સીડીએસે કહ્યું કે પાકિસ્તાન 10 મેના રોજ રાત્રે 1 વાગ્યે યુદ્ધ હારી ગયું. અમે 48 કલાકની લડાઈ 8 કલાકમાં પૂરી કરી, પછી તેમણે ફોન ઉપાડ્યો અને કહ્યું કે તેઓ વાત કરવા માંગે છે.
#WATCH | Pune: Chief of Defence Staff (CDS) General Anil Chauhan says, "Operation Sindoor is not over as yet. It continues. It's a temporary cessation of hostilities. There is a need to keep our guard up…"
— ANI (@ANI) June 3, 2025
He also says, "From our side, we didn't want to get into a long-drawn… pic.twitter.com/ALqo22lzeC
CDS અનિલ ચૌહાણે કહ્યું, “પ્રોફેશનલ ફોર્સ તરીકે, આપણે નુકસાન અને આંચકાથી પ્રભાવિત થતા નથી. આપણે આપણી ભૂલોને સમજવી જોઈએ અને તેમને સુધારવી જોઈએ અને પાછા ન ફરવું જોઈએ.” તેમણે સ્પષ્ટતા કરી કે યુદ્ધમાં, પરિણામ નુકસાન કરતાં વધુ મહત્વનું છે. તેમણે કહ્યું કે ઓપરેશન સિંદૂર એવી યુદ્ધ નીતિનું ઉદાહરણ હતું જેમાં કાઈનેટિક અને નોન કાઈનેટિક યુદ્ધ કુશળતાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : શું આજના મેચમાં વરસાદ બનશે વિઘ્ન? જો મેચ રદ થાય તો આ ટીમ બનશે વિજેતા, જાણો શું છે નિયમ
યુદ્ધ ફક્ત બળનો ઉપયોગ નથી : CDS ચૌહાણ
CDS ચૌહાણે આતંકવાદને કાબુમાં લેવા માટે પાકિસ્તાનને સ્પષ્ટ ચેતવણી પણ આપી હતી અને કહ્યું હતું કે, “પાકિસ્તાને આતંકવાદને કાબુમાં લેવો જોઈએ.” આ સાથે, સીડીએસે ભાર મૂક્યો હતો કે ભારત કોઈપણ પ્રકારના ખતરા માટે બિલકુલ સહનશીલ નથી અને ભારતની ડ્રોન ક્ષમતા પાકિસ્તાન કરતા ઘણી સારી છે. આજનું યુદ્ધ પરંપરાગત બળના ઉપયોગ સુધી મર્યાદિત નથી, પરંતુ તે વિવિધ રાજદ્વારી, માહિતીપ્રદ, લશ્કરી અને આર્થિક સાધનો દ્વારા રાજકીય ઉદ્દેશ્યો પ્રાપ્ત કરવાની પ્રક્રિયા પણ છે.