નવાજુની ! સાંથણીની 95 ટકા જમીન જુની શરતમાં ફેરવાઈ : ઝડપી કામગીરીનો સ્પષ્ટ સંદેશ આપતા રાજકોટ કલેકટર
રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં નવી શરતની જમીન સુઓમોટો કાર્યવાહી કરી જુની શરતમાં ફેરવવા કરેલા આદેશ અન્વયે રાજકોટ જિલ્લામાં 95 ટકા કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી હોવાનું નવનિયુક્ત જિલ્લા કલેકટર ડો.ઓમપ્રકાશે જાહેર કર્યું હતું. જિલ્લા કલેકટર ડો.ઓમપ્રકાશે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મહેસુલ વિભાગના તા.8 એપ્રિલના ઠરાવ મુજબ 10963 પૈકી 10369 પ્રકરણનો નિકાલ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો : રસ્તામાં ખાડા પડ્યા કે પછી ખાડે ગયું છે રાજકોટ શહેર ! બાઇક ખાડામાં ખાબકે, કારમાં બેઠેલાની કમર તૂટે અને પગપાળા જતા લોકોના પગ મચકોડાઈ
ત્વરિત નિર્ણય લેવામાં માહિર જીલ્લા કલેકટર ડો.ઓમપ્રકાશે રાજકોટમાં ચાર્જ સંભાળ્યાના એક જ અઠવાડિયામાં ઝડપી કામગીરીનું ઉદાહરણ આપી વર્ષોથી અટવાયેલી નવી શરતની જમીન જૂની શરતમાં ફેરવવાની કામગીરી તાબડતોબ કરાવતા મહેસુલ વિભાગના તા.8 એપ્રિલ 2024ના ઠરાવ મુજબ રાજકોટ જીલ્લામાં 10963માંથી 10369 સાંથણીની જમીનો જૂની શરતમાં ફેરવવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી હોવાનું તેમને જણાવ્યું હતું. વધુમાં છેલ્લા પાંચેક દિવસમાં તમામ તાલુકા મામલતદારોને ઝડપી કામગીરી કરવા સૂચના આપવામાં આવતા હાલમાં રાજકોટ તાલુકા વિસ્તારમાં આવેલ જમીનોને બાદ કરતા મોટાભાગની જમીન જૂની શરતમાં ફેરવી દેવામાં આવી હોવાનું તેમને ઉમેર્યું હતું.
આ પણ વાંચો : ભારે કરી! રાજકોટમાં લાંચ લેતા પકડાયેલા તત્કાલીન ચીફ ફાયર ઓફિસર મારુએ નોકરી મેળવવામાં પણ ગોલમાલ કર્યાનો ધડાકો
ઉલ્લેખનીય છે કે, મે મહિનામાં રેવન્યુ ઓફિસરનો મિટિંગ દરમિયાન રાજકોટ જિલ્લામાં સાંથણીમાં ફાળવવામાં આવેલ 15000 થી વધુ જમીનો જૂની શરતમાં ફેરવવાની બાકી હતી જે પૈકી સુઓમોટો કામગીરી કરી જિલ્લા કલેકટરની સૂચના બાદ તમામ મામલતદારોએ હાલમાં સ્થળ ફેરના વિવાદને બાદ કરતા મોટાભાગની જમીનોને જૂની શરતમાં ફેરવવા હુકમ કરતા સમગ્ર જિલ્લામાં રાજકોટ જિલ્લો ટોપટેનમાં સામેલ થયો હોવાનું જિલ્લા કલેકટર ડો.ઓમપ્રકાશે જણાવ્યું હતું.