- જેતપુરના કારખાનેદારને તેના પર વ્યાજની અરજી થઈ હોવાનું કહી પોલીસ મથકે બોલાવતો : યુવક પોલીસ સ્ટેશન પર જતાં ભાંડો ફૂટ્યો
વોઇસ ઓફ ડે રાજકોટ
રાજકોટમાં વધુ એક નકલી પોલીસમેન પકડાયો છે. જેતપુરમાં રહેતા શખસે કારખાનેદારને ફોન કરી પોતે પીઆઇનો રાઇટર બોલે છે અને તેમના પર વ્યાજની અરજી થઈ છે.તેમ કહી પૈસા પડાવવા ધમકીઓ આપી હતી.બાદમાં પોલીસ મથકે આવવાનું કહેતા કારખાનેદાર પોલીસ મથકે જતાં આ નકલી પોલીસમેનનો ભાંડો ફૂટ્યો હતો. અને પોલીસે તેને પકડી કાર્યવાહી કરી છે.
મળતી માહિતી મુજબ જેતપુરમાં રાજેશ્વરી સોસાયટીમાં રહેતાં રાહુલભાઇ પ્રવિણભાઇ વાડોદરીયાએ નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, તેઓને સાડીનું કારખાનું છે. તેઓ ઘરે હતાં તે વખતે એક અજાણ્યા મોબાઈલ નંબર પરથી ફોન આવ્યો હતો. જેમાં સામે વાત કરતાં શખસે પોતે જેતપુર સિટી પોલીસના પીઆઇ પરમારના રાઇટર બોલે છે.તેમ કહ્યું હતું.અને કારખાનેદારે યશ વસોયાને વ્યાજે પૈસા આપતા તેને તેમના પર ફરિયાદ કર્યાનું જણાવ્યું હતું.જેથી રાહુલભાઈએ જવાબ આપતા કહ્યું હતું.કે પોતે યશને ઉછીના પૈસા આપ્યા છે.વ્યાજે નહીં.તો ફોન પર વાત કરતાં વ્યક્તિએ પોલીસ મથકે આવી જવાનું કહેતા કારખાનેદાર પોલીસ મથકે દોડી ગયા હતા. અને સમગ્ર વાત કરતાં ફોન કરનાર વ્યક્તિનો ભાંડો ફૂટ્યો હતો.અને આ મામલે પોલીસે તપાસ કરી ફોન કરનાર જેતપુરના પૃથ્વીરાજ મહેશ ખુમાણની ધરપકડ કરી હતી.જ્યારે પોતે કારખાનેદારને ધમકાવવા આ કૃત્ય કર્યાની કબૂલાત આપી હતી.