વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ અને Automation Anywhere વચ્ચે મંત્રી અર્જુન મોઢવાડીયાની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે MoU સંપન્ન
Automation Anywhere દ્વારા રાજ્યમાં યુવાઓને તાલીમ, ક્ષમતાવર્ધન અને AI સંબંધિત પહેલ માટે ૧૦ વર્ષમાં અંદાજે રૂ.૧૦૦ કરોડ સુધીનો સહયોગ પૂરો પાડવામાં આવશે
રાજ્ય સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ દ્વારા, Artificial Intelligence (AI), Agentic Automation, Intelligent Automation તથા Robotic Process Automation (RPA) જેવા અદ્યતન ટેકનોલોજી ક્ષેત્રોમાં કાર્યરત અગ્રણી વૈશ્વિક કંપની, ‘Automation Anywhere’ સાથે વિભાગના મંત્રી અર્જુન મોઢવાડીયાની વિશેષ ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે MoU કરવામાં આવ્યા હતા. જ્યારે Automation Anywhere’ના તરફથી કો-ફાઉન્ડર અને COO અંકુર કોઠારી ઉપસ્થિત રહ્યા હતા.
વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રી અર્જુન મોઢવાડીયાએ ક્હ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પણ ૮૦ મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પ્રસંગે દેશના ૦૧ કરોડ જેટલા યુવાઓને AI તાલીમ આપીને સજ્જ કરવાની જાહેરાત કરી છે. ગુજરાતમાં પણ AI Ecosystemને વધુ મજબૂત બનાવવાના ઉદ્દેશ સાથે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ગુજરાતમાં AI અંગે જાગૃતિ,ક્ષમતાવર્ધન (Capacity Building) તથા સરકાર-ઉદ્યોગ- શૈક્ષણિક સંસ્થાઓ વચ્ચે સહયોગને વધુ મજબૂત બનાવવા આ MoU કરવામાં આવ્યા છે. મંત્રી મોઢવાડિયાએ જણાવ્યું હતું કે,આ સહયોગ અંતર્ગત ગુજરાતના વિદ્યાર્થીઓ, યુવાઓ,સરકારી અધિકારીઓ/કર્મચારીઓ, MSMEs, સ્ટાર્ટઅપ્સ તથા શૈક્ષણિક સંસ્થાઓ માટે AI/ML અંગે જાગૃતિ અને ક્ષમતાવર્ધન (Capacity Building) કાર્યક્રમો યોજવામાં આવશે.આ ઉપરાંત તાલીમ કાર્યક્રમો,વર્કશોપ, સેમિનાર, વેબિનાર, બૂટકેમ્પ તથા સર્ટિફિકેશન આધારિત કોર્સનું આયોજન કરવામાં આવશે તેમ જણાવી મંત્રીએ આ પ્રસંગે MoU બદલ Automation Anywhereના હોદેદારોને અભિનંદન પાઠવ્યા હતા.
આ પણ વાંચો: સરકારી શાળાની 10 લાખથી વધુ દીકરીઓને મફત સેનેટરી નેપકીન મળશે, 46.68 કરોડનું બજેટ મંજૂર
Automation Anywhere દ્વારા હાથ ધરવામાં આવનાર પ્રવૃત્તિઓ:
આ સહયોગ હેઠળ Automation Anywhere દ્વારા યુવાઓમાં તાલીમ, ક્ષમતાવર્ધન (Capacity Building) અને AI સંબંધિત પહેલ માટે ૧૦ વર્ષના સમયગાળામાં અંદાજે રૂ.૧૦૦ કરોડ સુધીનો સહયોગ પુરો પાડવામાં આવશે.
કંપની દ્વારા ગુજરાતમાં AI/ML તથા emerging technologies અંગેના તાલીમ કાર્યક્રમોમાં સહયોગ આપવામાં આવશે તેમજ ટ્રેનર્સ, Subject Matter Experts અને Mentors પોતાના ખર્ચે ઉપલબ્ધ કરાવવામાં આવશે.
વધુમાં Automation Anywhere દ્વારા તાલીમ અભ્યાસક્રમ, લર્નિંગ કન્ટેન્ટ અને સર્ટિફિકેશન ફ્રેમવર્ક પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.આ ઉપરાંત તાલીમાર્થીઓને પ્રાયોગિક અનુભવ મળે તે માટે Automation Anywhereના no-code/low-code Automation Success Platformના Community Edition licenses ઉપલબ્ધ કરાવવામાં આવશે.
રાજ્ય સરકારની ભૂમિકા:
વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ દ્વારા વિવિધ સરકારી વિભાગો, શૈક્ષણિક સંસ્થાઓ, યુવાઓ, ઉદ્યોગ સંગઠનો, સ્ટાર્ટઅપ્સ તથા અન્ય હિતધારકો સાથે સંકલન કરવામાં આવશે. જ્યાં શક્ય હોય ત્યાં તાલીમ કાર્યક્રમો માટે સ્થળ અને જરૂરી માળખાકીય સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે.
અપેક્ષિત પરિણામ:
આ MoU દ્વારા ગુજરાતમાં AI અને emerging technologies ક્ષેત્રે કુશળ માનવબળ તૈયાર કરવામાં તેમજ સરકાર, ઉદ્યોગ અને શૈક્ષણિક ક્ષેત્ર વચ્ચે વધુ મજબૂત સહયોગ વિકસાવવામાં મદદ મળશે.
વિદ્યાર્થીઓ, સરકારી અધિકારીઓ/કર્મચારીઓ, MSMEs અને સ્ટાર્ટઅપ્સને AI, automation તથા અન્ય emerging technologies અંગે જાગૃતિ વધશે.
ગુજરાતને Artificial Intelligence, emerging technologies, innovation અને digital transformation ક્ષેત્રે અગ્રણી રાજ્ય તરીકે વિકસાવવાની દિશામાં આ MoU વધુ એક મહત્વપૂર્ણ પગલું છે.
આ પ્રસંગે વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ -DSTમાંથી આઈસીટી અને ઈ-ગવર્નન્સ નિયામક
કવિતા શાહ જ્યારે Automation Anywhere’ના તરફથી SVP- APJ સંજય રોહતગી, સ્ટ્રેટેજીસ બિઝનેસ ડાયરેક્ટર નેવિલે શુક્લા ઉપસ્થિત રહ્યા હતા.
