GPCB દ્વારા રાજ્યવ્યાપી ‘સ્વચ્છ તીર્થસ્થાન, પવિત્ર ગુજરાત અભિયાન’નો પ્રારંભ
મંદિરના મુખ્ય પ્રવેશદ્વારથી ૧૦૦ મીટરના વિસ્તારને ‘સ્વચ્છ ધાર્મિક ઝોન’ જાહેર કરાશે, જ્યાં સિંગલ યુઝ પ્લાસ્ટિક (SUP) પર ઝીરો-ટોલરન્સ નીતિ રહેશે
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) દ્વારા શ્રાવણ માસથી શરૂ થતા વિવિધ ધાર્મિક પર્વોને ધ્યાન પર રાખીને રાજ્યના ધાર્મિક સ્થળો અને તેની આસપાસના પર્યાવરણની જાળવણી અર્થે “સ્વચ્છ તીર્થસ્થાન, પવિત્ર ગુજરાત અભિયાન” શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે.
પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડીયાના માર્ગદર્શનમાં “શ્રદ્ધા સાથે સ્વચ્છતા, ભક્તિ સાથે પર્યાવરણ”ના સૂત્ર હેઠળ આ સમગ્ર રાજ્ય વ્યાપી ઝુંબેશ ચલાવવામાં આવશે. આ ઉપરાંત બોર્ડ દ્વારા તમામ પ્રાદેશિક અધિકારીઓ, મંદિર ટ્રસ્ટો અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને આ અંગે જરૂરી અમલીકરણ માટે સૂચનાઓ આપવામાં આવી છે.
અભિયાનની મુખ્ય વિગતો અને આયોજન:
મુખ્ય તીર્થસ્થાનોની પસંદગી:
દરેક પ્રાદેશિક કચેરી હેઠળ વધુ પગલે-પગલે (Footfall) મુલાકાતીઓ આવતા હોય તેવા ઓછામાં ઓછા ૦૫ (પાંચ) મુખ્ય ધાર્મિક સ્થળો પસંદ કરીને સઘન કામગીરી કરવામાં આવશે.
3-Stream Waste Management System:
કચરો સ્ત્રોત પર જ અલગ થાય તે માટે અલગ-અલગ કળશ/પાત્રની વ્યવસ્થા કરાશે:
Stream A: ભીનો કચરો (પ્રસાદ, ખાદ્ય અવશેષ, શાકભાજી વગેરે)
Stream B: નિર્માલ્ય (ફૂલ, હાર, બિલીપત્ર, પૂજા સામગ્રી)
Stream C: સૂકો કચરો (કાગળ, માન્ય પ્લાસ્ટિક પેકેજિંગ, મેટલ વગેરે)
આ પણ વાંચો: GPCB દ્વારા રાજ્યવ્યાપી ‘સ્વચ્છ તીર્થસ્થાન, પવિત્ર ગુજરાત અભિયાન’નો પ્રારંભ
“Nirmalya to Resource”:
વપરાયેલી પૂજા સામગ્રી અને નિર્માલ્યને ખુલ્લામાં ફેંકવાને બદલે તેનું પ્રોસેસિંગ કરીને ખાતર (Compost), ધૂપ અને અગરબત્તી બનાવવામાં આવશે.
૧૦૦ મીટર સ્વચ્છ ધાર્મિક સ્થળ ઝોન:
મંદિરના મુખ્ય પ્રવેશદ્વારથી ૧૦૦ મીટરના વિસ્તારને ‘સ્વચ્છ ધાર્મિક ઝોન’ જાહેર કરાશે, જ્યાં સિંગલ યુઝ પ્લાસ્ટિક (SUP) પર ઝીરો-ટોલરન્સ નીતિ રહેશે.
જનજાગૃતિ અને ‘હરિત સાથી’:
સ્થાનિક NGOs, સખી મંડળો, સ્વયંસેવકો (NSS/NCC) અને યુવક મંડળોને “હરિત સાથી” અને “સ્વચ્છ તીર્થસ્થાન સેવક” તરીકે જોડી જનજાગૃતિ ફેલાવવામાં આવશે.
શ્રદ્ધાળુઓ અને રાજ્ય માટે થનારા લાભો:
સ્વચ્છ અને પવિત્ર વાતાવરણ: ધાર્મિક સ્થળો, નદીઓ, સમુદ્ર તટ અને વન વિસ્તારોમાં ગંદકી અટકશે અને ભક્તોને વધુ સ્વચ્છ, શાંત તથા ભક્તિમય વાતાવરણ મળશે.
પ્લાસ્ટિક મુક્ત તીર્થધામ:
સિંગલ યુઝ પ્લાસ્ટિક (SUP) પર રોક લગાવવાથી અને કમ્પોસ્ટેબલ પ્રોડક્ટ્સનો ઉપયોગ વધવાથી પર્યાવરણનું જતન થશે.
રોજગારી અને લોકસહભાગીદારી:
સ્થાનિક સ્વયંસેવકો, સખી મંડળો અને NGOs જોડાવાથી પર્યાવરણ રક્ષણ સાથે કચરામાંથી નવી ઉપયોગી વસ્તુઓ બનાવવા માટે નવી તકો ઊભી થશે.
નાગરિકો તથા શ્રદ્ધાળુઓને અપીલ:
GPCB દ્વારા શ્રદ્ધાળુઓ અને નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ આ અભિયાનમાં સક્રિય સહયોગ આપે અને ધાર્મિક પવિત્રતાની સાથે પર્યાવરણની સુરક્ષા પણ સુનિશ્ચિત કરે તે જરૂરી છે.
