ગત રવિવારે શ્રી વેકરીયા વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા ચતુર્થ સ્નેહ મિલનનું રાજકોટ ખાતે આયોજન કરવામાં આવ્યું, જેમાં વેકરીયા વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા રાજકોટના ખ્યાતનામ ડોક્ટર એમ. વી. વેકરીયાને 30,000 થી વધુ હરસ, ભગંદર અને ફિશરના સફળતાપૂર્વક ઓપરેશન કરવા તેમજ લાખો દર્દીઓને સચોટ સારવાર આપી માનવીય અભિગમ દાખવવા બદલ પૂર્વ સાંસદ શિવલાલભાઈ વેકરીયા, વિધાનસભાના દંડક અને અમરેલી જિલ્લાના ધારાસભ્ય કૌશિકભાઇ વેકરીયા, રાજકોટના ઉદ્યોગપતિ અને ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા અને વેકરીયા પરિવારના વડીલોના વરદ હસ્તે “પરિવારનું રત્ન એવોર્ડ” દ્વારા સન્માનિત કરવામાં આવેલ.
જે એવાર્ડ તેમના સુપુત્ર ડોક્ટર બાહુલ વેકરીયા કે જેઓ રાજકોટની એક પ્રાઈવેટ હોસ્પિટલમાં હૃદય રોગના સર્જન તરીકે સેવા આપે છે તેમણે સ્વીકારી વેકરીયા પરિવારનું ગૌરવ વધાર્યું હતું.

આ અગાઉ 2024માં ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના વરદ હસ્તે ડોક્ટર એમ. વી. વેકરીયાને ગુજરાતમાંથી મળ માર્ગના રોગોની ઉત્તમ અને સફળ સારવાર આપવા બદલ “આયુષ એવોર્ડ” એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ ઉપરાંત 5 વર્ષ પહેલા પણ પૂર્વ શિક્ષણ મંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને શહેનાજ પદમશીના વરદ હસ્તે ડોક્ટર વેકરીયાને “એમિનેન્સ એવોર્ડ” આપવામાં આવ્યો હતો.