શું દારૂની બોટલના વિવાદ બાદ ધોરાજી નગરપાલિકાના પ્રમુખ સંગીતાબેન બારોટે આપ્યું રાજીનામું ?? વાંચો શું છે સમગ્ર મામલો
રાજકોટ જિલ્લાના ધોરાજી નગરપાલિકાના પ્રમુખ સંગીતાબેન બારોટે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે પોતાનું રાજીનામું રાજકોટ જિલ્લા કલેક્ટરને સુપરત કર્યું છે. સંગીતાબેન બારોટે અંગત પારિવારિક કારણોસર રાજીનામું આપ્યાનો ઉલ્લેખ કર્યો છે. જો કે, તેમના રાજીનામા પાછળ અન્ય કારણો પણ ચર્ચાઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે સંગીતાબેને પીએમ મોદીને પણ સીએમ તરીકે ગણાવ્યા હતા તેમજ તેમના દારૂની બોટલ સાથેના વિડીયો પણ વાયરલ થયા હતા ત્યારે કયા કારણોસર તેમને આ પગલું લીધું છે તેનું કારણ તો હજુ સુધી સ્પષ્ટ થઈ ચૂક્યું નથી પરંતુ તેમના રાજીનામાથી રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

ધોરાજી ન.પા. પ્રમુખ સંગીતા બારોટનું રાજીનામું
ધોરાજી નગરપાલિકાની ચુંટણીથી જ ચર્ચામાં રહેલા સંગીતાબેનને રાજીનામું આપી દેતા અનેક તર્ક-વિતર્ક સર્જાયા ચે. રાજીનામાને લઇ સંગીતા બારોટનું નિવેદન સામે આવ્યું છે,તેમનું કહેવું છે કે,મે મારી ઇચ્છાથી રાજીનામું આપ્યુ છે અને હુ પક્ષ સાથે જોડાયેલી છુ અને રહીશ,‘મારી શક્તી કરતા વધુ કામ હતુ પાલિકામાં એટલે રાજીનામું આપ્યું હોવાનો લુલો બચાવ કર્યો હતો,તો વધુમાં તેમણે કહ્યું કે,મારી કામની ક્ષમતાને લીધે રાજીનામું આપ્યું છે.રાજકોટ જિલ્લા કલેકટરને પ્રમુખે રાજીનામું સોંપ્યું છે.

કામ વધુ હોવાથી રાજીનામું આપ્યા હોવાની ચર્ચા !
રાજકોટ જિલ્લાના ધોરાજીનાં નગરપાલિકામાં વોર્ડ નંબર નવમાં ભાજપમાંથી ચુંટાયેલા અને નગરપાલિકા પ્રમુખનું કોઈ કારણોસર રાજીનામું પડતા અનેક તર્ક-વિતર્કો સર્જાયા છે.તાજેતરમાં રાજકોટ જિલ્લાની 5 નાગરપાલિકાઓના પ્રમુખ, ઉપપ્રમુખની વરણી કરવામાં આવી હતી. જે પૈકી ધોરાજી નગરપાલિકાના પ્રમુખ તરીકે મહિલા પ્રમુખ સંગીતાબેન બારોટનું નામ જાહેર કરવામાં આવ્યું હતું. સંગીતા બારોટ પ્રમુખ બન્યા બાદ ચર્ચામાં રહેતા પ્રદેશ મવડી મંડળ સુધી આ વાત પહોંચી હતી અને બાદમાં અચાનક જ મંગળવારે નગરપલિકાના પ્રમુખ પદેથી સંગીતાબેન બારોટે રાજીનામું આપતા અનેક તર્ક વિતર્ક શરૂ થયા છે. સંગીતાબેન બારોટે મંગળવારે જિલ્લા કલેક્ટર સમક્ષ આવી લેખિત રાજીનામું આપ્યું હતું.
દારૂની બોટલ અને હુક્કો પીવાને લઈને ચર્ચામાં રહ્યા હતા

ઉલ્લેખનીય છે કે, સંગીતાબેન બારોટની ચૂંટણી પહેલાં ઉમેઠવાર તરીકે જાહેરાત થતા સોશિયલ મીડિયામાં વાઈરલ થયેલા હુક્કો પીવાના તથા દારૂની બોટલ સાથેના વિડિયોને કારણે ચર્ચામાં આવ્યાં હતાં અને ત્યારબાદ નગરપાલિકાના પ્રમુખ પદે નિમણૂક થતા મીડિયા સમક્ષ નરેન્દ્ર મોદીને ગુજરાતના મુખ્યમંત્રી ગણાવી દેતા ફરી ચર્ચામાં રહ્યાં હતાં.