ચાંદીપુરા વાયરસ અમદાવાદ અને ગોધરામાં બે બાળકોને ભરખી ગયો
પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના કોટડા ગામમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કારણે ચાર વર્ષની બાળકીનો સારવાર દરમ્યાન મોત નીપજતા સ્થાનિક આરોગ્ય વિભાગના દોડધામ મચી જવા પામી છે. વધુમાં અમદાવાદના સિવિલ હોસ્પિટલમાં પણ ચાંદીપુરા વાયરસના કારણે 1 વર્ષના બાળકનું મોત નીપજ્યું છે.
સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસના કારણે 1 વર્ષના બાળકનું મોત થયું છે. પ્રાપ્ત વિગતોના અનુસાર, આ બાળક મહેસાણાથી અમદાવાદ સિવિલ હોસ્પિટલ લવાયું હતું. 2 દિવસની ટૂંકી સારવાર બાદ જ બાળક જિંદગી સામે જંગ હારી ગયું છે. તે બાળકને તાવ અને ખેચ આવતા હોસ્પિટલ ખાતે દાખલ કરવામમાં આવ્યું હતુ.હાલ તબીબો દ્વારા તે બાળકનું સેમ્પલ પૂના ખાતે મોકલવામાં આવ્યું છે.
ચાંદીપુરમ વાયરસને મુદ્દે સિવિલ સુપરિન્ટેન્ડેન્ટે માહિતી આપતા જણાવ્યું છે કે શંકાસ્પદ કેસના તમામ સેમ્પલ પુણા મોકલાયા છે.
ગોધરા તાલુકાના કોટડા ગામના બારીયા ફળિયાની ચાર વર્ષની બાળકીને તાવ આવતા પરિજનો દ્વારા ગોધરા સીવીલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જ્યાં બાળકીની તબિયત વધુ ખરાબ થતા અને તેમાં ચાંદાપૂરી વાયરસના લક્ષણો દેખાતા વધુ સારવાર માટે વડોદરાના એસેસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. સારવાર દરમિયાન મોડી રાત્રીએ બાળકીનો મૃત્યુ નીપજ્યું છે.
ગોધરાના કોટડા ગામની ચાર વર્ષીય બાળકીનું શંકાસ્પદ ચાંદીપુરા વાયરસ થી મૃત્યુ નીપજ્યું છે જેને લઈને પરિવારમાં સહિત ગામમાં શોકની કાલિમા છવાઈ છે.
અમદાવાદની સિવિલમાં 7 બાળકો દાખલ
બાળકો માટે જીવલેણ ચાંદીપુરા વાયરસનો પગપેસારો વધી રહ્યો છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં 7 બાળકોને લક્ષણો સાથે દાખલ કરાયા છે.