કલેકટર અને ડીડીઓની બદલીનો ઘાણવો નીકળે તેવી સંભાવના
અમદાવાદ કલેકટરનું પ્રમોશન ડ્યુ છે, વલસાડમાં કલેકટરની જગ્યા ખાલી છે
ગુજરાતમાં રથયાત્રા શાંતિપૂર્વક સંપન્ન થઇ ગઈ છે અને તેથી તંત્રએ હાશકારો લીધો છે. હવે રાજ્ય સરકાર કેટલાક આઈ.એ. એસ. અધિકારીઓની બદલી કરવાની તૈયારી કરી રહી છે તેવું જાણવા મળ્યું છે.
સુત્રો અનુસાર, બદલીની આ યાદીમાં જીલ્લા કલેકટર અને જીલ્લા વિકાસ અધિકારીઓ છે અને ટૂંક સમયમાં બદલીના આદેશ થશે.
આ સુત્રો અનુસાર, હાલમાં વલસાડ કલેકટરની જગ્યા ખાલી છે. અહી ફરજ બજાવતા આયુષ ઓકને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.તો બીજી તરફ અમદાવાદના કલેકટર પ્રવિણા ડી.કે.નું પ્રમોશન ડ્યુ છે. તેમને પ્રમોશન સાથે સેક્રેટરીએટમાં જગ્યા મળી શકે છે.
આ સુત્રોએ એમ પણ કહ્યું હતું કે, રાજ્ય સરકાર સંભવત એક ડઝન જેટલા આઈ.એ.એસ.ની બદલી કરી શકે છે. આ સિવાય સરકાર કેટલાક આઈ.પી.એસ.ની બદલી પણ કરી શકે છે.