હુમલા બંધ કરો નહિતર જોવા જેવી થશે જગન મોહન રેડીની ચંદ્રા બાબુને ચેતવણી
વાયએસઆરપીના વધુ એક નેતા પર હુમલો
આંધ્રમાં એનડીએના વિજય બાદ અંધાધૂંધી
આંધ્ર પ્રદેશમાં ટીડીપીના વિજય બાદ વાયએસઆર કોંગ્રેસના કાર્યકરો પર થઈ રહેલા હિંસક હુમલાઓને કારણે રાજ્યમાં શાંતિ અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળવાનો ખતરો તોળાઈ રહ્યો છે. ભૂતપૂર્વ મુખ્યમંત્રી જગન મોહન રેડીએ આ હુમલાઓ બંધ કરવા અને નહિતર પરિણામો ભોગવવા માટે તૈયાર રહેવા મુખ્યમંત્રી ચંદ્રા બાબુ નાયડુને ચેતવણી આપી હતી.
આંધ્રના વામપલ્લી શહેરમાં વાયએસઆરકોંગ્રેસના 25 વર્ષના યુવા નેતા અજય કુમાર રેડી પર તેલુગુ દશામા પાર્ટીના કાર્યકરોએ હિચકારો હુમલો કર્યા બાદ જગન મોહન રેડીએ આ ચીમકી ઉચ્ચારી હતી. તેઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા અજય કુમારને મળવા પણ ગયા હતા.
બાદમાં તેમણે સવાલ કર્યો કે વાયએસઆરકોંગ્રેસ માટે મતદાન કરવા બદલ અજય કુમાર ઉપર ક્રૂર હુમલો કરવાથી શું હાસિલ થવાનું છે? તેમણે કહ્યું કે હરીફ પાર્ટીના કાર્યકરો ઉપર હુમલો કરવાની આંધ્રની સંસ્કૃતિ નથી. પણ હવે સતાના મદમાં આવી ગયેલા ટીડીપીના કાર્યકરો એક નવી સંસ્કૃતિ અને પરંપરાના બી રોપી રહ્યા છે. ચંદ્રબાબુ નાયડુ હિંસા અને ભય ફેલાવી રહ્યા હોવાનો આક્ષેપ કરી તેમણે કહ્યું કે જો હુમલાઓ ચાલુ રહેશે તો ટીડીપીએ તેના પરિણામો ભોગવવા તૈયાર રહેવું પડશે.
અનેક સ્થળે વાયએસઆર કોંગ્રેસના કાર્યકરો અને કાર્યાલય ઉપર હુમલા
વાયએસઆરકોંગ્રેસના ભૂતપૂર્વ ધારાસભ્ય પેરની વેંકટ રમૈયાએ કહ્યું કે આંધ્ર પ્રદેશમાં એનડીએના વિજય બાદ ટીડીપી અને ચેનલ સેનાના ગુંડાઓ બેફામ બન્યા છે. સમગ્ર રાજ્યમાં વાય એસ આર કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓના નિવાસ્થાનો પર હુમલા ની અનેક ઘટનાઓ બની છે. મુખ્યમંત્રી ચંદ્રા બાબુ નાયડુ એ હુબલા ની આ ઘટનાઓ સામે આ ખાડા કામ કરવાની પોલીસને સુચના આપી હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો. હુમલા ની આ ઘટનાઓને કારણે વાય એસ આર પી ના અનેક નેતાઓ અને કાર્યકરો પોતાના ઘર છોડી જવા મજબુર બન્યા હોવાનો તેમણે રોષ પ્રગટ કર્યો હતો.આ અંગે પાર્ટી દ્વારા રાષ્ટ્રપતિ આંધ્રના ગવર્નરને 6 જુનના રોજ પત્ર લખી રક્ષણ આપવા અને હસ્તક્ષેપ કરવા માગણી કરવામાં આવી હતી.