Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

‘એક સમયે પ્લેગથી પીડાતું સુરત આજે દેશમાં સ્વચ્છતાની મિસાલ બન્યું’ :PM

Fri, June 5 2026

વિશ્વ પર્યાવરણ દિવસના ખાસ અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ડાયમંડ સિટી સુરતની મુલાકાતે પધાર્યા હતા. સુરતના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે આયોજિત એક ભવ્ય જનસભામાં વડાપ્રધાને કરોડો રૂપિયાના વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. આ તકે જનમેદનીને સંબોધતા પીએમ મોદીએ સુરતના ભૂતકાળ અને વર્તમાનની સરખામણી કરતા કહ્યું કે, એક સમય એવો હતો જ્યારે સુરત પ્લેગ જેવી ગંભીર મહામારી માટે જાણીતું હતું, પરંતુ છેલ્લા અઢી દાયકાના અવિરત પ્રયાસો અને જનભાગીદારીના કારણે આજે આ શહેર દેશના સૌથી સ્વચ્છ શહેરોની યાદીમાં મોખરે છે.

 સુરતીઓએ સ્વાગતમાં આપી અનોખી ભેટ: ‘કચરો’

પોતાના સંબોધનમાં વડાપ્રધાને સુરતવાસીઓનો દિલથી આભાર માનતા એક રસપ્રદ વાત કહી હતી. તેમણે જણાવ્યું કે, “અહીં મારું ભવ્ય સ્વાગત થયું અને જાત-જાતની ભેટો મળી, પરંતુ આ બધાથી વધુ મૂલ્યવાન સોગાદ સુરતના નાગરિકોએ મને આપી છે અને તે છે ‘સુરતનો કચરો’. પ્રવાસના પાંચ દિવસ પહેલાં જ શહેરના ૧ લાખ લોકોએ સફાઈ અભિયાન ચલાવીને શહેરને ચકાચક કર્યું છે. લોકોને થશે કે આ કેવો પ્રધાનમંત્રી છે જે સ્વાગતમાં કચરો મળવાનો ગર્વ કરે છે, પણ મારો હેતુ સ્વચ્છતાને દરેક ભારતીયના ‘સંસ્કાર’ બનાવવાનો છે. આ ૧ લાખ પરિવારોનું જોડાવું એ સ્વસ્થ ભવિષ્ય માટેનું ‘સંસ્કાર પર્વ’ છે.”

આ પણ વાંચો: ભારત પાસેથી અમે ખૂબ પૈસા કમાઈ રહ્યા છીએ : ટ્રમ્પનું વિવાદાસ્પદ નિવેદન

 સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઐતિહાસિક જીત બદલ જનતાને વંદન

તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ (જિલ્લા-તાલુકા પંચાયત અને નગરપાલિકા-મહાનગરપાલિકા) બાદ પ્રથમ વખત ગુજરાત આવેલા પીએમ મોદીએ સુરતની ધરતી પરથી રાજ્યની જનતાને પ્રણામ કર્યા હતા. તેમણે ઉમેર્યું કે, “ગુજરાતના લોકોએ ભાજપને એટલું પ્રચંડ સમર્થન આપ્યું છે કે જૂના તમામ રેકોર્ડ તૂટી ગયા છે. ખુશીની વાત એ છે કે તમે મારો પોતાનો જૂનો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે. લોકતાંત્રિક ઇતિહાસમાં કોઈ એક પક્ષને અઢી દાયકાથી વધુ સમય સુધી જનતા સતત આટલા પ્રેમ અને આશીર્વાદ આપે તે બહુ દુર્લભ ઘટના છે.”

 પ્રકૃતિ અને પ્રગતિનો સમન્વય: ગ્રીન ગ્રોથ તરફ સુરતની આગેકૂચ

ઇન્ડોર સ્ટેડિયમ પહોંચતા પહેલા પીએમ મોદીએ હજીરા સ્થિત લાર્સન એન્ડ ટુબ્રો (L&T) પ્લાન્ટની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે ‘મેક ઇન ઇન્ડિયા’ હેઠળ તૈયાર થઈ રહેલા સંરક્ષણ અને ગ્રીન એનર્જી પ્રોજેક્ટ્સનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું. પીએમ મોદીએ સુરતના ગ્રીન મોડલના વખાણ કરતા મુખ્ય મુદ્દાઓ રજૂ કર્યા:

સર્ક્યુલર વોટર ઈકોનોમી: સુરતમાં વેસ્ટ વોટરને ટ્રીટ કરીને ઈન્ડસ્ટ્રીઝને સપ્લાય કરવામાં આવે છે, જે ‘વેસ્ટ ટુ વેલ્થ’ (કચરામાંથી કંચન)નું ઉત્તમ ઉદાહરણ છે.

તાપી પ્રોજેક્ટને મંજૂરી: સુરતવાસીઓને આગામી અનેક દાયકાઓ સુધી પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે તાપી પ્રોજેક્ટને વહીવટી મંજૂરી આપી દેવામાં આવી છે.

૧૦૦% ઇલેક્ટ્રિક બસો અને મેટ્રો: સુરત પબ્લિક ટ્રાન્સપોર્ટ ક્ષેત્રે ક્રાંતિ તરફ આગળ વધી રહ્યું છે, જ્યાં ટૂંક સમયમાં તમામ બસો ઇલેક્ટ્રિક હશે અને મેટ્રો નેટવર્કનો પણ ઝડપથી વિસ્તાર થઈ રહ્યો છે.

હજીરામાં ગ્રીન સ્ટીલનું ઉત્પાદન: આગામી સમયમાં હજીરા ઇન્ડસ્ટ્રીયલ એરિયા ઇકો-ફ્રેન્ડલી ‘ગ્રીન સ્ટીલ’ના મેન્યુફેક્ચરિંગ માટે વૈશ્વિક સ્તરે જાણીતો બનશે.

 કાઠિયાવાડી ભાઈઓને ‘ખેતર બચાવો અભિયાન’માં જોડાવા અપીલ

પીએમ મોદીએ સુરતમાં સ્થાયી થયેલા કાઠિયાવાડના નાગરિકોને ખાસ આગ્રહ કર્યો હતો કે, જે પણ ભાઈઓ સુરતમાં રહીને વતન (સૌરાષ્ટ્ર)માં ખેતી ચલાવે છે, તેઓ પર્યાવરણના રક્ષણ માટે ‘ખેતર બચાવો અભિયાન’ અને પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધે. અંતમાં તેમણે ગુજરાત ક્લાયમેટ ચેન્જ વિભાગ શરૂ કરનારું દેશનું પ્રથમ રાજ્ય હોવાની યાદ અપાવી ‘ઈકોનોમી અને ઈકોલોજી’ બંને સાથે લઈને ચાલવાનો મંત્ર આપ્યો હતો.

Share Article

Other Articles

Next

ભારત પાસેથી અમે ખૂબ પૈસા કમાઈ રહ્યા છીએ : ટ્રમ્પનું વિવાદાસ્પદ નિવેદન

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
‘એક સમયે પ્લેગથી પીડાતું સુરત આજે દેશમાં સ્વચ્છતાની મિસાલ બન્યું’ :PM
29 મિનિટutes પહેલા
ભારત પાસેથી અમે ખૂબ પૈસા કમાઈ રહ્યા છીએ : ટ્રમ્પનું વિવાદાસ્પદ નિવેદન
51 મિનિટutes પહેલા
મણિપુરમાં દંપતી અને પુત્રની હત્યા, મકાનો સળગાવાયા
57 મિનિટutes પહેલા
“પત્ની સાથે વાતો ન કરવી એ ક્રૂરતા નથી”; આપઘાત કેસમાં સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો
1 કલાક પહેલા
Categories

નેશનલ

3048 Posts

Related Posts

પાયલ હોસ્પિટલનો કેમેરો સુરતના પરીત ધામેલિયાએ હેક કર્યો હતો…!
રાજકોટ
1 વર્ષ પહેલા
IPLનો સૌથી ‘સસ્તો’ કેપ્ટન બન્યો રહાણે : જાણો KKRએ કેટલી કિંમત ચૂકવી
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
US ઓપનમાં વધુ એક અપસેટ: નોવાક જોકોવિચનો કારમો પરાજય
સ્પોર્ટ્સ
2 વર્ષ પહેલા
મમતા સરકારના મંત્રી જ્યોતિપ્રિયા મલિકની ઇડીએ ધરપકડ કરી
ટૉપ ન્યૂઝ
3 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર