Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

સાત જિલ્લામાં શરુ થશે બ્રાઉન ફીલ્ડ મેડીકલ કોલેજ

Tue, October 1 2024

કેબીનેટની બેઠકમાં નિર્ણય : હોસ્પિટલ ખાતે ૩૦૦ પથારી ન હોય અથવા હોસ્પિટલનું વિસ્તરણ કરવા ખૂટતી પથારીના બાંધકામ માટે સરકાર રૂપિયા નહી આપે

ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં લેવાયેલા મહત્વપૂર્ણ નિર્ણય અંગે પ્રેસ-મીડિયાને માહિતી આપતા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્રારા વર્ષ-૨૦૧૬માં રાજ્યની જિલ્લા સ્તરની સરકારી હૉસ્પિટલોને અપગ્રેડ કરીને જે તે જિલ્લામાં હૉસ્પિટલ સંલગ્ન મેડીકલ કોલેજ ખોલવા અંગેની બ્રાઉન ફીલ્ડ મેડીકલ કોલેજની નીતિ બનાવવામા આવી હતી. આ નીતિમાં કેટલાક સુધારા કરવામાં આવ્યાં છે.

મંત્રીએ જણાવ્યું હતું કે , રાજ્યમાં હાલ બનાસકાંઠા-પાલનપુર, અમરેલી, દાહોદ, ભરૂચ અને તાપી-વ્યારા એમ પાંચ જિલ્લા ખાતે બ્રાઉન ફીલ્ડ મેડીકલ કોલેજ કાર્યરત છે. બ્રાઉન ફીલ્ડ નીતિમાં સુધારો થવાથી રાજ્યમાં બોટાદ, દેવભૂમિ-દ્રારકા, ગીર સોમનાથ, ખેડા –નડિયાદ, છોટાઉદેપુર, મહિસાગર-લુણાવાડા અને ડાંગ-આહવા એમ કુલ સાત જિલ્લામાં બ્રાઉન ફીલ્ડ મેડીકલ કોલેજ શરૂ કરવામાં આવશે. આ મેડિકલ કોલેજો શરૂ થવાથી રાજ્યની પ્રજાને જિલ્લા સ્તરે વધુ આરોગ્યપ્રદ સેવાઓ તજજ્ઞ ડોકટરો દ્રારા મળી શકશે.

હાલમાં કાર્યરત બ્રાઉન ફીલ્ડ નીતિમાં પ્રજાલક્ષી મહત્વના સુધારા કરવાનું રાજ્ય સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં સગર્ભા મહિલાઓને પ્રસુતિ પછી ૨૦ દિવસ સુધી તથા એક વર્ષ સુધીના બાળકો માટે સંપૂર્ણ ફ્રી સારવાર આપવાની રહેશે જે માટે જરૂરિયાત મુજબનું એન.આઈ.સી.યુ. બનાવવાનું રહેશે. ડાયાલીસીસની સેવાઓ માટે ઓછામાં ઓછું ૧૦ પથારીનું યુનિટ બનાવવાનું રહેશે.

શાળા આરોગ્ય ક્રાર્યક્રમના રેફરડ વિદ્યાર્થીઓના કિસ્સામાં હ્રદય, મગજ, કેન્સર અને ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ, કોક્લીયર ઈમ્પ્લાન્ટ સિવાયની તમામ સારવાર ફ્રી આપવાની રહેશે. હોસ્પિટલ ખાતેની બ્લડ બેંક બ્રાઉન ફીલ્ડ મેડીકલ કૉલેજ બનાવ્યા પછી પણ ફરજિયાત ચાલુ રાખવાની રહેશે તથા દર્દીની જરૂરિયાત અને અગ્રતાને ધ્યાને લઈ તમામને જરૂરીયાત મુજબ નિ:શૂલ્ક બ્લડ પુરૂ પાડવાનુ રહેશે તથા આજુ બાજુની સરકારી સંસ્થાઓને જરૂરિયાત મુજબ કોઈપણ જાતના ભેદભાવ વગર નિ:શૂલ્ક બ્લડ પુરુ પાડવાનું રહેશે.

સંસ્થા દ્વારા હોસ્પિટલનુ સંચાલન સંભાળ્યાથી ટ્રોમાના દર્દીઓ તથા વાહન અકસ્માતના દર્દીઓને ફરજિયાતપણે નિ:શૂલ્ક સારવાર આપવાની રહેશે.

બ્રાઉન ફિલ્ડ યોજના અન્‍વયે સંસ્થા દ્વારા હોસ્પિટલનું સંચાલન સંભાળ્યાથી નેશનલ મેડીકલ કમિશનના માપદંડો પ્રમાણે હોસ્પિટલના વિસ્તરણ કરવા ખૂટતી પથારીનાં બાંધકામ માટે સરકાર દ્વારા કોઈ વધારાનુ અનુદાન ફાળવવામાં આવશે નહી.

રાજ્ય સરકાર તથા ભારત સરકારની તમામ યોજનાઓનો અમલ કરવાનો રહેશે પરંતુ તે માટે યોજનાકીય ફંડ ફાળવવામાં આવશે નહિ. જો કે, હોસ્પિટલ PMJAY યોજના હેઠળની આવક જાળવી રાખવા માટે હકદાર રહેશે, જે તે હોસ્પિટલમાં રોગીઓને અપાતી સારવારની નિદાન ફી અને PMJAYની ફી પેટે થતી આવકની કૂલ રકમ પૈકી ર૫(પચ્ચીસ) ટકા રકમ જે-તે હોસ્પિટલના રોગી કલ્યાણ સમિતિમાં જમા લેવાની રહેશે, જે તે હોસ્પિટલમાં રોગી કલ્યાણ સમિતિ નવી બનાવવાની રહેશે, સંસ્થાએ રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ ધી ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ (રજીસ્ટ્રેશન એન્ડ રેગ્યુલેશન) એક્ટ, ૨૦૨૧ અને તે હસ્તકના નિયમોનો, તેમાં વખતો વખતના થયેલ સુઘારાઓનો ચૂસ્તપણે અમલ કરવાના રહેશે.આ શરતો અને જોગવાઇઓ પરત્વે પાત્ર વ્યક્તિ/સંસ્થા દ્રારા રૂ. ૩૦૦/- ના સ્ટેમ્પ પેપર ઉપર બાહેંધરી આપવાની રહેશે.

Share Article

Other Articles

Previous

ગાંધીનગરમાં ૧૦૦ નવી ‘૧૦૮ અને ૩૮ નવી ICU વાન મુકાઈ

Next

નવરાત્રી પહેલા જ મોંઘું થયું LPG સિલિન્ડર

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
11 મહિના પહેલા
ક્રાઇમ
જમીનનો સોદો કેન્સલ કરી નાખજે નહીંતર જીવતો નહીં મુકું, રાજકોટના વેપારીને મળી ધમકી
1 મહિના પહેલા
ક્રાઇમ
રાજકોટમાં રફતારનો કહેર : નશાની હાલતમાં કાર ચાલકે ત્રણ લોકોને અડફેટે લીધા, વૃદ્ધનુ ઘટનાસ્થળે જ મોત, 2 લોકો ઇજાગ્રસ્ત
2 મહિના પહેલા
ક્રાઇમ
હવે સર્જાશે યાજ્ઞિક રોડ ઉપર ટ્રાફિક ટેરર…! રાજકોટના હજારો વાહનચાલકોએ કરવી પડશે લાંબી ‘પ્રદક્ષિણા’
1 મહિના પહેલા
ટૉપ ન્યૂઝ
Most Share
ટૉપ ન્યૂઝ
“સેના અને સૈનિકો મોદીના ચરણોમાં નતમસ્તક ” ભાજપના વધુ એક નેતાનો બફાટ : વિપક્ષને મળી ગયો મુદ્દો, જુઓ વિડીયો
7 કલાક પહેલા
દેશની સેના વડાપ્રધાન મોદીના ચરણોમાં નતમસ્તક છે, મધ્યપ્રદેશના નાયબ મુખ્યમંત્રી જગદીશ દેવડાનું ભારે વિવાદિત નિવેદન
7 કલાક પહેલા
જમ્મુ કાશ્મીરના બડગામમાં આતંકી જૂથ લશ્કર એ તોયબાના 3 મદદગારોની પોલીસે ધરપકડ કરી
7 કલાક પહેલા
WEIGHT GAIN AFTER WEDDING : લગ્ન પછી કેમ વધે છે પુરુષોનું વજન, જાણો શા માટે દેખાવા લાગે છે પેટ?
8 કલાક પહેલા
Categories

નેશનલ

2101 Posts

Related Posts

મેઘ થપાટ ! રાજકોટના ખેડૂતોને રૂપિયા 57 કરોડની પાક નુકશાની
રાજકોટ
7 મહિના પહેલા
ભારતે પાકિસ્તાનથી તમામ ઉત્પાદનોના આયાત પર મૂક્યો તત્કાળ પ્રતિબંધ
બ્રેકિંગ ન્યૂઝ
2 સપ્તાહs પહેલા
Yashasvi Jaiswal Wicket:  યશસ્વી જયસ્વાલની વિકેટ પર વિવાદ… બાંગ્લાદેશી અમ્પાયરે કરી ભૂલ !! સુનીલ ગાવસ્કર ભડક્યા
ટૉપ ન્યૂઝ
5 મહિના પહેલા
Rajkot : PNB બેંકે રૂ.25 લાખ ચાંઉ કર્યા હોવાનો આક્ષેપ, બેંકમાં અર્ધનગ્ન થઇને કર્યો વિરોધ…
રાજકોટ
11 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર