1 લાખની પ્રતિબંધિત ઈ-સિગારેટ સાથે વેપારી પકડાયો
શહેરમાં પાનના ગલ્લાઓ પર પ્રતિબંધીત ઇ-સિગારેટ (વેપો)નો વેપલો કરતા દુકાનદારો પર એસઓજીએ ઘોસ બોલાવી છે.જેમાં કાલાવડ રોડ શક્તિનગર મેઇન રોડ પર આવેલા બાવન જીનાલય પાસે રોડ પરથી એક શખ્સને દબોચી લીધો હતો.તેની પાસેથી રૂા.1 લાખની ઇ-સિગારેટના ૪૩ બોક્સ મળી આવતા તેની સામે ગુનો દાખલ કરી ધરપકડ કરી છે.
માહિતી મુજબ એસઓજીની ટીમે નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત ડ્રાઇવ યોજી હતી. એ દરમિયાન બાતમી આધારે શક્તિનગર મેઇન રોડ પર વોચ રાખી મીત ચંદ્રવદન પુજારા (ઉ.વ.૩૪,રહે. કાલાવડ રોડ ખેતલાઆપા ટી સ્ટોલ પાસે ક્રિષ્ના એપાર્ટમેન્ટ એ-૫૦૨)ને પકડી લીધો હતો. તેની પાસેના થેલાની તલાસી લેતાં અંદરથી રૂ. ૨૫૦૦ના એક એવા ૪૩ ઇ-સિગારેટના બોકસ રૂા.૧,૦૭,૫૦૦ના મળી આવતાં યુનિવર્સિટી પોલીસમાં ગુનો દાખલ કરી આગળની તપાસ એએસઆઇ એચ.પી.રવૈયાને સોંપી છે.