અમેરિકાના ન્યુ જર્સીમાં આવેલા વિરાણી જવેલર્સમાં ધોળા દિવસે લૂંટ : લુંટારુઓ લાખો ડોલરના દાગીના લઈને ફરાર
અમેરિકાના ન્યુજર્સીમાં આવેલા ગુજરાતી પરિવારના વિરાણી જવેલર્સમાં ત્રાટકેલા ૧૦ જેટલા લુંટારુઓ લાખ્ખો ડોલરના ઘરેણા લુંટીને ફરાર થઇ ગયાની ઘટનાએ ચકચાર જગાવી છે. લૂંટારુઓએ ગણતરીની મિનિટોમાં ઘટનાને અંજામ આપી ફરાર થઇ ગયા હતા. ન્યૂ જર્સીના ઓક્ટ્રી ઓડ પર 15 વધુ જ્વેલર્સના શો રૂમ આવેલા છે અને તેમાં અકીબ વિરાણીનો આ શોરૂમ પણ આવેલો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર લૂંટારુઓ કાળા રંગની કાર લઇને આવ્યા હતા અને શો રૂમમાં તોડફોડ કરી આતંક મચાવ્યો હતો. ત્યારબાદ તમામ લાખો ડૉલરના દાગીના લઇને ફરાર થઇ ગયા હતા.

આ ઘટના પછી પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને તપાસ શરુ કરીહતી. સુત્રો અનુસાર, લુંટારુઓ બ્લેક કલરની મર્સીડીસમાં નાસી ગયા હતા. આ ઘટના બની ત્યારે શો રૂમના કર્મચારીઓ અંદર જ હતા. આ શો રૂમમાં કર્મચારીઓ પણ ગુજરાતી અને દક્ષિણ ભારતીય છે તેવું જાણવા મળ્યું છે.

ઉલ્લેખનીય છે કે આ પહેલાં 12 જૂન 2022 માં વિરાણી જ્વેલર્સમાં નકાબધારી લૂંટારુએ ભારતીય શો રૂમને ટાર્ગેટ બનાવી લૂંટ મચાવી હતી. આ ઘટનાનો એકપણ આરોપી પકડાયો ન હતો. પોલીસ આ અપરાધીઓને પકડે તે પહેલાં ફરી એકવાર શનિવારે (7 જૂને) લૂંટની ઘટના સામે આવી છે.
આ પણ વાંચો : રાજકોટના મવડી વિસ્તારમાં ઝેપ્ટોના કર્મચારીઓએ પગાર બાબતે કંપનીના બે અધિકારીઓને ફટકાર્યા
અગાઉ 31 ઓક્ટોબર, 2013ના રોજ પણ ન્યૂ યોર્કના ક્વીન્સના જેક્સન હાઇટ્સમાં આવેલા વિરાણી જ્વેલર્સને ટાર્ગેટ બનાવી લૂંટ કરાઈ હતી. એક શંકાસ્પદ વ્યક્તિએ હેલોવીન માસ્ક પહેર્યું હતું અને તેની પાસે બંદૂક પણ હતી. આ કારણસર કર્મચારીને તિજોરી ખોલવાની ફરજ પડી હતી. બાદમાં લૂંટારુઓ લાખો ડૉલરની રકમના દાગીના લઈને ભાગી ગયા હતા.