અમને એર ડિફેન્સ સિસ્ટમ આપો : પાકિસ્તાને અમેરિકા પાસે ભીખ માંગી
ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાનના હુમલાઓનો જવાબ આપતા ભારતે તેના 11 લશ્કરી ઠેકાણાઓને પણ નુકસાન પહોંચાડ્યું હતું. ભારતના એર ડિફેન્સ અને લશ્કરી પરાક્રમ સામે પાકિસ્તાને સંપૂર્ણપણે શરણાગતિ સ્વીકારી અને હારનો સામનો કરવો પડ્યો. આવી સ્થિતિમાં પાડોશી દેશ હવે અમેરિકા સામે હથિયારો ખરીદવા માટે ભીખ માંગે છે.
વોશિંગ્ટનમાં 13 સભ્યોના પાકિસ્તાની પ્રતિનિધિમંડળે અદ્યતન અમેરિકન હથિયારોની માંગ કરી છે. પાકિસ્તાનના કેન્દ્રીય મંત્રી મુસાદિક મલિકે અમેરિકાને એર ડિફેન્સ સિસ્ટમ અને ફાઈટર વિમાનો વેચવા ભીખ માંગી હતી.
આ પણ વાંચો : રાજકોટની સૂર્યકાંત હોટલના માલિક સામે નોંધાયો ગુનો : રાજસ્થાનના વેઈટરને નોકરીએ રાખ્યા બાદ નોંધણી ન કરાવતાં SOGની કાર્યવાહી
સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલા એક વીડિયોમાં પાકિસ્તાની મંત્રી મલિકે કહ્યું, ‘ભારત 80 વિમાનો સાથે આવ્યું હતું, જેમાં 400 મિસાઈલો હતી, જેમાંથી કેટલાક પરમાણુ હથિયારો લઈ જવા સક્ષમ હતા. તમે જોયું જ હશે કે અમારી સાથે શું થયું. જો અમારી પાસે એર ડિફેન્સ સિસ્ટમ ન હોત, તો અમે કાટમાળમાં ફેરવાઈ ગયા હોત. ભારત જે ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યું છે તે ખૂબ જ અદ્યતન છે. તેથી, અમે કહીએ છીએ કે અમને તે ટેકનોલોજી આપો, અમે તે તમારી પાસેથી ખરીદીશું.’
આ પણ વાંચો : રાજકોટના મવડી વિસ્તારમાં ઝેપ્ટોના કર્મચારીઓએ પગાર બાબતે કંપનીના બે અધિકારીઓને ફટકાર્યા
પાકિસ્તાનના કેન્દ્રીય મંત્રી મુસાદિક મલિક પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના પ્રમુખ અને પૂર્વ વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારીના નેતૃત્વ હેઠળની ટીમનો ભાગ છે, જે હાલમાં અમેરિકા અધિકારીઓ અને સાંસદો સાથે વાતચીત કરવા માટે વોશિંગ્ટનમાં છે. પાકિસ્તાને પણ ભારતનું અનુકરણ કરીને બિલાવલ ભુટ્ટોના નેતૃત્વમાં એક પ્રતિનિધિમંડળને વિદેશ પ્રવાસ પર મોકલ્યું છે.