6,0,6,6,4,6…હાર્દિક પંડ્યાની વિસ્ફોટક બેટિંગ : એક ઓવરમાં 28 રન ફટકારી વડોદરામાં મેચ જીત્યો
હાર્દિક પંડ્યા આ દિવસોમાં સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં ભાગ લઈ રહ્યો છે. વડોદરામાંથી હાર્દિકની શ્રેષ્ઠ પ્રદર્શન જોવા મળ્યું હતું . હાર્દિક સતત શાનદાર ઇનિંગ્સ રમી રહ્યો છે. તેણે ત્રિપુરા સામે 47 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે કુલ 5 સિક્સર અને 3 ફોર ફટકારી હતી. પંડ્યાની ઇનિંગના આધારે વડોદરાએ માત્ર 11.2 ઓવરમાં જ મેચ જીતી લીધી હતી.
ત્રિપુરાએ આપેલા ટાર્ગેટનો પીછો કરી રહેલી વડોદરાની ટીમ માટે હાર્દિક ચોથા નંબરે બેટિંગ કરવા આવ્યો હતો. તેણે 23 બોલનો સામનો કરીને 47 રન બનાવ્યા હતા. પંડ્યાએ આ દરમિયાન 3 ફોર અને 5 સિક્સર ફટકારી હતી. વડોદરાની ઇનિંગ દરમિયાન પરવેઝ સુલતાન ત્રિપુરા માટે 10મી ઓવર ફેંકી રહ્યો હતો. પંડ્યાએ સુલ્તાનની ઓવરમાં ચાર સિક્સર અને એક ફોર ફટકારી હતી. તેણે આ ઓવરમાં 28 રન લીધા હતા.
🚨 HARDIK PANDYA SMASHED 28 RUNS IN A SINGLE OVER IN SMAT. 🚨
— Johns. (@CricCrazyJohns) November 29, 2024
– The Madness of Pandya…!!!! pic.twitter.com/1DrY1vb5Ff
પંડ્યાએ ગુજરાત અને તમિલનાડુ સામે પણ રન બનાવ્યા હતા.
હાર્દિકે છેલ્લી કેટલીક ઇનિંગ્સમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે વડોદરા તરફથી છેલ્લી મેચ તામિલનાડુ સામે રમી હતી. પંડ્યાએ આ મેચમાં 69 રનની ઇનિંગ રમી હતી. તેણે ઉત્તરાખંડ સામે અણનમ 41 રન બનાવ્યા હતા. તેણે ગુજરાત સામે પણ વિસ્ફોટક ઇનિંગ રમી હતી. હાર્દિકે અણનમ 74 રન બનાવ્યા હતા. આ મેચમાં તેણે 1 વિકેટ પણ લીધી હતી.
વડોદરાએ 11.2 ઓવરમાં મેચ જીતી લીધી
ઇન્દોરના હોલકર સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ત્રિપુરાની ટીમે પ્રથમ બેટિંગ કરતા 109 રન બનાવ્યા હતા. આ દરમિયાન કેપ્ટન મનદીપ સિંહે અડધી સદી ફટકારી હતી. તેણે 40 બોલમાં 50 રન બનાવ્યા હતા. આ દરમિયાન વડોદરા તરફથી બોલિંગ કરતી વખતે કેપ્ટન કૃણાલ પંડ્યાએ 2 વિકેટ ઝડપી હતી. જ્યારે અભિમન્યુ સિંહે 3 વિકેટ લીધી હતી. જવાબમાં વડોદરાએ 11.2 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. તે માટે પંડ્યાની સાથે મિતેશ પટેલે પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે 37 રન બનાવ્યા હતા.
સતત ચોથી તોફાની ઇનિંગ
હાર્દિકે તાજેતરમાં જ ભારત માટે બાંગ્લાદેશ અને સાઉથ આફ્રિકા વિરુદ્ધ રમેલી સિરીઝમાં કમાલની બેટિંગ કરી હતી. આ દરમિયાન જમણા હાથના ખેલાડીએ ઘણા અદ્ભુત શોટ પણ રમ્યા હતા. ગુજરાત સામે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં હાર્દિકે 74 રન બનાવ્યા હતા. આ સિવાય ઉત્તરાખંડ વિરુદ્ધ તેણે 41 રનની ઇનિંગ રમી. તમિલનાડુ વિરુદ્ધ હાર્દિકે 69 રન બનાવ્યા હતા. હાર્દિક ઘરેલું ક્રિકેટમાં કમાલનું પ્રદર્શન કરીને પોતાની તૈયારીઓને આઇપીએલ 2025 માટે પૂર્ણ કરવા માગે છે.