કચ્છના દરિયાકાંઠેથી મળી આવ્યા ચરસના 60 પેકેટ
જુદા-જુદા વિસ્તારોમાંથી છેલ્લા ત્રણ દિવસમાં કુલ 81 ચરસના પેકેટ મળી આવ્યા: પોરબંદરમાંથી પણ મળ્યા નશીલા પદાર્થના 4 પેકેટ
કચ્છના દરિયાકાંઠેથી ચરસના પેકેટ મળવાનો સિલસિલો યથાવત રહ્યો છે. પેટ્રોલિંગ સઘન બનાવવામાં આવ્યું છે. આ વચ્ચે વધુ એકવાર સુરક્ષા દળોને ચરસના બિનવારસી 40 પેકેટ મળી આવ્યા હતા. તો બીજી તરફ પોરબંદરના દરિયાકાંઠેથી પણ નશીલા પદાર્થના 4 પેકેટ મળ્યા હતા.
જાણવા મળતી વિગતો પ્રમાણે કચ્છના કોટેશ્વર ખાતેની બીએસએફ ચોકીના જવાનોને પેટ્રોલિંગ દરમિયાન ચરસનું એક પેકેટ મળી આવ્યું હતું. જ્યારે જખૌના ખિદરત ટાપુ પરથી બીએસએફ, સ્ટેટ આઇબી, જખૌ મરીન પોલીસ જવાનોના સંયુક્ત પેટ્રોલિંગ દરમિયાન ચરસના 10 પેકેટ મળી આવ્યા હતા. ઉપરાંત જખૌ મરીન પોલીસ દ્વારા પણ ચરસના 10 પેકેટ મળી આવ્યા હતા. જ્યારે માંડવી સિટી પોલસી સ્ટેશન હેઠળના વિસ્તારમાંથી ચરસના 40 પેકેટ બિનવારસી મળી આવતા કેવાહી કરવામાં વી છે. પશ્ચિમ કચ્છ-ભુજ પોલીસના જણાવ્યા મુજબ છેલ્લા ત્રણ દિવસમાં જ કચ્છના દરિયાઈ વિસ્તારમાંથી રૂ.40.50 કરોડના ચરસના કુલ 81 પેકેટ શોધી કાઢવામાં આવ્યા હતા.
તો બીજી તરફ પોરબંદરના દરિયાકાંઠાના ઓળદર ગામેથી નશીલા પદાર્થના 4 પેકેટ મળી આવ્યા હતા. જેને લઈને એસઓજી દ્વારા સર્ચ હાથ ધરવામાં આવ્યું હતું. મહત્વનું છે કે, કેટલાક દિવસોથી સૌરાષ્ટ્રના-કચ્છના દરિયાઈ વિસ્તારોમાંથી નશીલા પદાર્થો મળી આવતા સુરક્ષા એજન્સીઓ દ્વારા સઘન પેટ્રોલિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.