ભકિનગર સ્ટેશન પ્લોટમાં ગાદલના ગોડાઉનમાં યુવકને સાથી કર્મીએ ધારદાર હથિયાર ઝીંકયું
ભકિનગર સ્ટેશન પ્લોટ પાસે ગાદલના ગોડાઉનમાં કામ કરનાર યુવાનને સાથે કામ કરતા શખસે ઝઘડો કરી ઢીકાપાટુનો મારમારી માથામાં ધારદાર હથિયારનો ઘા મારી દેતા યુવાનને ઈજા પહોંચી હતી. અને આ મામલે એ ડિવિઝન પોલીસે ગુનો નોંધ્યો છે.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ, કણકોટ મેઇન રોડ પર સ્પીડવેલ પાર્ટી પ્લોટની પાછળ વીર હનુમાન ટાઉનશીપમાં રહેતા કરણ અશોકભાઈ લોધા(ઉ.વ ૨૨) નામના યુવાને એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે મનોજ હસમુખભાઈ ગોહિલનું નામ આપતા જણાવ્યું હતું કે, ભક્તિનગર શેરી નં.૫ માં આવેલા સ્લીપવેલ કંપનીના ગોડાઉનમાં ગાદલા બનાવવાનું કામ કરે છે.અને આરોપી પણ તેની સાથે કામ કરે છે.ગત તા.૨૧-૧૧ ના સેજ સવારના નવ વાગ્યા આસપાસ તે અહીં ગોડાઉનમાં ગાદલા ભરવાનું કામ કરતો હતો ત્યારે સાંજના સમયે સાથે કામ કરનાર મનોજભાઈએ સોલ્યુશનના ડબલા ભરાવાનું કહેતા યુવાને ડબલા ભરવાની ના કરી હતી.આ સાંભળી મનોજ ઉશ્કેરાયો હતો અને તેને ગાળો દેવા લાગ્યો હતો.જેથી યુવાને ગાળો આપવાની ના કહેતા તે વધુ ઉશ્કેરાયો હતો અને યુવાનને ઝાપટ મારી ઢીકાપાટુનો માર મારવા લાગ્યો હતો બાદમાં તેણે કોઇ ધારદાર હથિયાર કાઢી યુવાનને માથાના ભાગે ઝીકિ દીધું હતું.જેથી આ મામલે પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.