અંજારમાં તળાવમાં ડૂબી જતાં 5 બાળકોના મોત : તળાવમાં રહેલી ભેંસોને લેવા ગયા બાદ બાળકો પણ ન્હાવા પડતા ડૂબી ગયા
અંજાર તાલુકાના દુધઈ ગામથી 5 કિમિ દૂર આવેલી હિંગોરજા વાંઢના 5 ભૂલકાઓ ગઈકાલે નજીકના ભાવણીપુર ખાતેના ખરાડી તળાવમાં ડૂબી ગયા હતા. જેથી તમામનું મોત થયું હતું. ત્યારે વ્હાલસોયાઓની ભીની આંખે દફનવિધિ કરાતા અંજારનું હિંગોરજા વાંઢ ધ્રુસકે ચડ્યું હતું. પાંચ સંતાનોના એક સાથે જનાજો નીકળ્યો હતો. અંતિમવિધિમાં કચ્છભરમાંથી લોકો કાંધ આપવા પહોંચ્યા હતા.
વધુ માહિતી મુજબ નાની એવી વસાહતના પાંચ બાળકો પોતાની ભેંસો કાઢવા તળાવે પહોંચ્યા હતા. આ દરમિયાન ન્હાવા જતા કે લપસી પડતા દુર્ઘટનાનો શિકાર બન્યા હતા. એક સાથે પાંચ બાળકોના અપમૃત્યુની ઘટાનાએ સમગ્ર કચ્છમાં અરેરાટી પ્રસરાવી દીધી હતી. જ્યારે તેઓના પરિવારો ઉપર આભ તૂટી પડ્યું છે. આ તમામ પાંચેય બાળકો એક જ કુટુંબના હતા.પવિત્ર રમઝાન માસમાં બનેલા આ ગોજારા બનાવથી સમગ્ર મુસ્લિમ સમાજમાં દુઃખની લાગણી ફેલાઈ છે. ગઈકાલે તમામના મૃતદેહો બહાર કાઢ્યા બાદ આજે અંતિમવિધિ યોજાઈ રહી છે. જેમાં કચ્છભરના લોકો દફનવિધિમાં કાંધ આપવા જોડાયા હતા.
મૃતક બાળકોના નામ
- ઈસ્માઈલ સાલેમામદ હિંગોરજા, (ઉમર 8 વર્ષ)
- ઉંમર અબદરેમાન હિંગોરજા, (ઉમર 11 વર્ષ)
- મુસ્તાક જુસબ હિંગોરજા, (ઉમર 14 વર્ષ)
- આલ્ફાક અરમીયા હિંગોરજા, (ઉમર 9 વર્ષ)
- તહીંર અબદરેમાન હિંગોરજા (ઉમર 11 વર્ષ)