ભલાઈનો જમાનો જ રહ્યો નથી !
અફઘાન ક્રિકેટ ટીમને સહકાર આપવા માટે ભારતે તાજેતરમાં જ મદદનો હાથ લાંબો કર્યો હતો. બીસીસીઆઈએ મેચ રમવા માટે અફઘાન ક્રિકેટ ટીમને ત્રણ સ્થલ ફાળવાયા છે. આ ત્રણ સ્્થળ ગ્રેટર નોઈડા, કાનપુર અને લખનૌ છે. આવામાં અફઘાન ક્રિકેટ ટીમ સપ્ટેમ્બરથી ન્યુઝીલેન્ડ ટીમ વિરુદ્ધ ગ્રેટર નોઈડાના સ્ટેડિયમમાં એક ટેસ્ટ મેચ રમશે. આ મેચ ગ્રેટર નોઈડાના શહિદ વિજયસિંહ પથિક સ્પોર્ટસ કોમ્પલેક્સમાં રમાશે.
દિલ્હી-એનસીઆરમાં અત્યારે ભારે વરસાદ પડી રહ્યો છે જેના કારણે અફઘાની ખેલાડીઓને પ્રેક્ટિસની વધુ તક મળી નથી. આવામાં કેપ્ટન હશમતુલ્લાહ શાહિદીએ કટાક્ષ કરતાં ચોંકાવનારું નિવેદન આપ્યું હતું. તેણે કહ્યું હતું કે અમારે અમારું સ્વિમ ગીયર લાવવું જોઈતું હતું. અમે અહીં કોઈ રીતે રમી શકશું નહીં અને તરવા માટે આ એક સારી જગ્યા છે ! અમે તો સહન કરી લેશું પણ ન્યુઝીલેન્ડ ટીમને શું જવાબ આપશો ?