વર્લ્ડકપમાં પરાજય બાદ પહેલી વખત દેખાયો રોહિત શર્મા
વર્લ્ડકપના ફાઈનલ મુકાબલામાં ઑસ્ટે્રલિયા સામે ટીમ ઈન્ડિયાને પરાજય મળ્યો હતો જે પછી કેપ્ટન રોહિત શર્માએ સોશ્યલ મીડિયાથી અંતર જાળવી લીધું હતું. રોહિતને છેલ્લે ફાઈનલ પછીના બીજા દિવસે મુંબઈમાં એરપોર્ટ પર જોવાયો હતો. ફાઈનલમાં હાર બાદ તેના ચહેરા પર દુ:ખ સાફ દેખાઈ રહ્યું હતું. હવે ફાઈનલના એક સપ્તાહ બાદ રોહિત શર્માએ પહેલી વખત સોશ્યલ મીડિયા પર પત્ની રિતિકા સજદેહ સાથે એક તસવીર શેયર કરી છે. રિતિકાના ખભા પર હાથ રાખીને રોહિત ફરી રહ્યો છે. જો કે તેણે લોકેશન અંગે જાણકારી આપી નથી પરંતુ પ્રાથમિક રીતે એવું લાગી રહ્યું છે કે તે યુરોપ પહોંચ્યો છે.