IPL-15 માટે ૭૭ ખેલાડી પર ખર્ચાશે ૨૬૩ કરોડ
૧૦ ટીમોએ ૫૦ વિદેશી સહિત ૧૭૩ ખેલાડીઓને જાળવી રાખી ખર્ચી નાખ્યા ૭૩૭ કરોડ
આઈપીએલ-૨૦૨૪ મતલબ કે ૧૫મી સીઝન માટે રિટેન (ખેલાડીને જાળવી રાખવા) અને રિલિઝ (ખેલાડીને છૂટા કરવા) કરાયેલા ખેલાડીઓની યાદી જાહેર થઈ ચૂકી છે. ૧૦ ટીમોએ ૧૭૩ ખેલાડીઓને રિટેન અને ટે્રડ કર્યા છે જેમાં ૫૦ વિદેશી ખેલાડી પણ સામેલ છે. આ તમામ ઉપર ફ્રેન્ચાઈઝીઓએ ૭૩૭ કરોહ રૂપિયા ખર્ચ કર્યા છે. ચેન્નાઈ, બેંગ્લોર, લખનૌ અને હૈદરાબાદે સૌથી વધુ ૧૯-૧૯ ખેલાડીઓને જાળવી રાખ્યા છે. ૧૦ ટીમોમાં હજુ મહત્તમ ૭૭ ખેલાડીઓની જગ્યા ખાલી છે જેમની ૧૯ ડિસેમ્બરે હરાજી થશે અને તેમના ઉપર ૨૬૩ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે.
એક ટીમ ખેલાડીઓ ઉપર ૧૦૦ કરોડ રૂપિયા ખર્ચ કરી શકે છે. આ રીતે દસેય ટીમો વતી ૧૦૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. બીસીસીઆઈના જણાવ્યા પ્રમાણે દિલ્હીએ ૧૬, ગુજરાતે ૧૭, કોલકત્તાએ ૧૩, મુંબઈએ ૧૭, પંજાબે ૧૭ અને રાજસ્થાને ૧૭ ખેલાડીઓને જાળવી રાખ્યા છે. નિયમ પ્રમાણે એક ટીમમાં વધુમાં વધુ ૨૫ ખેલાડી રાખી શકાય છે જેમાં ૮ વિદેશી ખેલાડી સમાવિષ્ટ છે.
કઈ ટીમ પાસે હવે કેટલા રૂપિયા
ટીમ પર્સમાં રહેલી રકમ
બેંગ્લોર ૨૩.૨૫ કરોડ
ચેન્નાઈ ૩૧.૪ કરોડ
દિલ્હી ૨૮.૯૫
ગુજરાત ૩૮.૧૫
કોલકત્તા ૩૨.૭
લખનૌ ૧૩.૧૫
મુંબઈ ૧૭.૭૫
પંજા ૨૯.૧
રાજસ્થાન ૧૪.૫
હૈદરાબાદ ૩૪