મવડી વિસ્તારમાં યુવકના ઘરની ડેલીમાં જવલનશીલ પ્રવાહી છાંટી બે શખસોએ આગ ચાંપી
શહેરના મવડી વિસ્તારમાં મારુતિનંદન સોસાયટીમાં રહેતા યુવાનના ઘરે રાત્રિના એકસેસ લઇ ધસી આવેલા બે શખસોએ યુવાનના ઘરની ડેલી પાસે જવલનશીલ પ્રવાહી છાંટી આગ ચાંપી દીધી હતી. આ અંગે યુવકે માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
મળતી વિગતો મુજબ, મારુતિનંદન સોસાયટી શેરી નંબર ૨ બ્લોક નંબર ૫૦ માં રહેતા કેતન અલ્પેશભાઈ ગોટેયા(ઉ.વ ૩૨) નામના યુવાને આરોપી તરીકે પ્રતિપાલસિંહ જાડેજા અને તેની સાથે અજાણ્યા શખસનું નામ આપતા જણાવ્યું હતું કે, પંદર દિવસ પૂર્વે તેના માતાનું અવસાન થયું છે. અહીં તે તથા તેમના પિતા રહે છે તેમનો નાનો ભાઈ અલગ રહે છે.સાંજના છ વાગ્યે આસપાસ તે ઘર પાસે બહાર ખાટલો નાખીને બેઠો હતો અને તેનો પુત્ર શિવ શેરીમાં રમતો હતો.દરમિયાન સવા છ વાગ્યા આસપાસ ઘર પાસે એક કાળા કલરનું એકસેસ આવ્યું હતું જેમાં બે લોકો હતા આગળ પ્રતિપાલસિંહ હતો અને પાછળ કોઈ અજાણ્યો શખસ હોય તેમની પાસે એક ડબલુ હોય ઘર પાસે તેણે વાહન ઉભું રાખી ડેલી પાસે આ ડબલામાંથી કોઈ જવલનશીલ પ્રવાહી છાંટી બાદમાં દીવાસળી કાઢી આગ ચાંપી દીધી હતી. જેથી ડેલી સળગવા લાગતા લાગી હતી. અહીં આગ લગાડવામાં આવતા ડેલીને નુકસાન થયું હોય જેથી પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.