આ તે કેવી લાપરવાહી! મહિલાએ ટીપરવાનમા રોકડ ભરેલુ પર્સ ફેંકી દીધુ
રાજકોટ શહેરના વોર્ડ ન.૯મા આવેલા રૂડા અવાસમા એક મહિલાએ ભૂલથી તેમનુ રોકડ સહિત ડોક્યુમેન્ટ્સ સાથેનુ પર્સ ટીપર વાનમા ફેંકી દીધુ હતુ. જે અગે મહિલાએ સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ ઓફિસને જાણ કરતા તેણીને પોતાનુ પર્સ સહી સલામત પરત મળતા આભાર વ્યક્ત કર્યો હતો.
શહેરના વોર્ડ ન.૯મા કચરો લેવાની રૂટિન કામગીરી ટીપર વાન દ્વારા કરવામા આવી રહી હતી ત્યારે રૂડા આવાસના રહેવાસી અક્રૂતીબેન પરમાર દ્વારા ભૂલથી તેમનુ પાકીટ પણ કચરાની સાથે મિનિ ટીપરવાનમા ફેંકી દીધુ હતુ.
તેમના પાકિટમા રોકડ રૂપિયા, જરૂરી ડોક્યુમેન્ટ્સ સહિત એ.ટી.એમ કાર્ડ પણ હતા. થોડીવાર પછી મહિલાને ખબર પડી કે તેમણે કચરાની સાથે પોતાનુ પર્સ પણ ટીપરવાનમા ફેંકી દીધુ છે ત્યારે તેમણે તાત્કાલિક વોર્ડ.ન.૯ની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટની ઓફિસમા ફોન કરી જાણ કરી હતી.
ત્યારે ફરજ પર રહેલા સેનેટરી સબ ઇન્સ્પેકટર ઉદયસિહ તુવર દ્વારા તાત્કાલિક ગાર્બેજ ટ્રાન્સફર સ્ટેશન ખાતે ફોન કરીને તે રૂટની મિનિ ટીપરવાન ખાલી ન કરવા સૂચના આપી હતી.
બાદમા ટીપરવાનના ડ્રાઈવર તથા હેલ્પર દ્વારા ટીપરવાનની તપાસ કરતા પર્સ મળી આવ્યુ હતુ. જે વોર્ડ ઓફિસ ખાતે હાજર અક્રૂતીબેન પરમારને પરત કર્યું હતુ.
આ સરાહનીય કામગીરી માટે મહિલાએ સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાનો તથા મિનિ ટીપરવાનના ડ્રાઈવર તથા હેલ્પરનો આભાર વ્યક્ત કર્યો હતો.