Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

રાજકોટ જીએમએસસીએલ ગોડાઉનમાં દવા પલળી જવા પ્રકરણનું કડવું સત્ય

Thu, September 5 2024

રાજકોટ વેરહાઉસમાં રૂ.500 કરોડની દવાનો જથ્થો એમ.જે.સોલંકીના માણસોને હવાલે !

ગુજરાત મેડિકલ સર્વિસ કોર્પોરેશન લિમિટેડના વેરહાઉસમાં ઇન્ચાર્જ સરકારી અધિકારી આવતા જ ન હોવાનો ધડાકો

રાજકોટ : રાજકોટ, મોરબી અને જૂનાગઢ જિલ્લામાં આવેલી સિવિલ હોસ્પિટલ અને સરકારી દવાખાનાઓને જ્યાંથી દવા સપ્લાય કરવામાં આવે છે તેવા રાજકોટના જીએમએસસીએલ એટલે કે ગુજરાત મેડિકલ સર્વિસ કોર્પોરેશન લિમિટેડના વેરહાઉસમાં ખુલ્લામાં રાખેલ દવા, ઇન્જેક્શન અને પીપીઈ કીટ સહિતની લાખોની સામગ્રી પલળી જવા પ્રકરણમાં ચોંકાવનારી હકીકત સામે આવી છે, રાજકોટના મોરબી રોડ ઉપર ઓવરબ્રિજ નીચે આવેલ આ વિવાદિત ગોડાઉન ખાનગી કોન્ટ્રાકટર એમ.જે.સોલંકીના માણસોને હવાલે હોવાનું અને અહીં 500 કરોડ રૂપિયાની દવા પડેલી હોવા છતાં ઇન્ચાર્જ સરકારી અધિકારી ડોકાતા જ ન હોવાનું સામે આવ્યું છે, લાખો રૂપિયાની દવા પલળી ગયા બાદ પણ આ અધિકારી અહીં ફરક્યા ન હોવાનું પણ ખુલ્યું છે.

રાજકોટ શહેરના મોરબી રોડ ઉપર રેલવે ઓવરબ્રિજ નીચે આવેલ ગુજરાત મેડિકલ સર્વિસ કોર્પોરેશન લિમિટેડના વેરહાઉસમાં ભારે વરસાદમાં ગોડાઉનની બહાર મુકેલ 600થી વધુ પીપીઈ કીટ સહિતનો જથ્થો પલળી જવાની સાથે મોરબી જિલ્લામાં સપ્લાય કરવાની સૉફરામાયસીન સહિતની દવાઓ અને ઇન્જેક્શનનો જથ્થો પલળી જતા સમગ્ર મામલે દેકારો બોલી ગયો હતો અને આ ગંભીર બાબતે જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ પણ સરકારમાં રિપોર્ટ કર્યો હોવાનું તેમને જણાવ્યું હતું.

બીજી તરફ રાજકોટ ઉપરાંત જૂનાગઢ અને મોરબીની સીવીલ હોસ્પિટલ તેમજ અન્ય સરકારી દવાખાનાઓ મળી કુલ 113 સેન્ટરમાં દવાઓ સપ્લાય કરવામાં આવે છે તેવા જીએમએસસીએલ વેરહાઉસની વોઇસ ઓફ ડેએ રૂબરૂ મુલાકાત લેતા અનેક ચોંકાવનારી બાબતો સામે આવી હતી. ગુજરાત સરકારની કંપની સંચાલિત આ વેરહાઉસમાં હાલમાં અમરેલી જિલ્લાના જીએમએસસીએલ વેરહાઉસ મેનેજર મનીષ કુબાવતને ચાર્જ સોંપવામાં આવ્યો છે જેઓ અઠવાડીએ એક વખત આવવું હોય તો આવે છે અને દવા સપ્લાય કરવાનો સમગ્ર વહીવટ એમ.જે.સોલંકીએ મુકેલા સિનિયર ફાર્માસીસ્ટ રૃચિત દેવમુરારી કરતા હોવાનું બહાર  આવ્યું હતું.

વધુમાં રાજકોટ જીએમએસસીએલ વેરહાઉસમાં અંદાજે 500 કરોડની દવાઓનો જથ્થો હાલમાં પડ્યો હોવાનું તેમજ રાજકોટ, જૂનાગઢ અને મોરબી જિલ્લાને દવા સપ્લાય કરવા માટે એમ.જે.સોલંકીને કોન્ટ્રાકટ આપવામાં આવ્યો હોવાનું જેમાં એક સિનિયર ફાર્માસીસ્ટ, 3 જુનિયર ફાર્માસીસ્ટ, 3 પેકર્સ, 4 સ્વીપર અને દિવસે અને રાત્રે બબ્બે મળી કુલ ચાર સિક્યુરિટી ગાર્ડ રાખવામાં આવ્યા હોવાનું સિનિયર ફાર્માસીસ્ટ દેવમુરારીએ જણાવ્યું હતું.

દવા પલળી જવા મામલે ગાંધીનગરથી તપાસના આદેશ

રાજકોટના જીએમએસસીએલ વેરહાઉસમાં લાખો રૂપિયાની દવા પલળી જવા મામલે જીએમએસસીએલના એમડી ગંગાસિંઘ દ્વારા તપાસનો આદેશ કરી સમગ્ર મામલાની તપાસ માટે ગાંધીનગર વડી કચેરીએથી ટીમને મોકલવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.

Share Article

Other Articles

Previous

ગુજરાતમાં દંડ, દરોડા અને દમનની સરકાર: સમીર શાહ

Next

કેજરીવાલને રાહત નહીં; જામીન અરજી પર ચુકાદો હવે 10 મીએ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 સપ્તાહs પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
જ્યોતિ જાસૂસની મુશ્કેલી વધી : વધુ 14 દિવસ માટે જેલ હવાલે, કોર્ટે રિમાન્ડ લંબાવતા થઈ શકે છે મોટા ખુલાસા
5 કલાક પહેલા
શું બાબુભૈયાની ‘હેરા ફેરી 3’માં વાપસી? પરેશ રાવલના નવા ટ્વીટથી ફેન્સ થયા ખુશ, જાણો શું મળ્યા સંકેત  
6 કલાક પહેલા
અમેરિકાના ન્યુ જર્સીમાં આવેલા વિરાણી જવેલર્સમાં ધોળા દિવસે લૂંટ : લુંટારુઓ લાખો ડોલરના દાગીના લઈને ફરાર
6 કલાક પહેલા
અમને એર ડિફેન્સ સિસ્ટમ આપો : પાકિસ્તાને અમેરિકા પાસે ભીખ માંગી
7 કલાક પહેલા
Categories

નેશનલ

2171 Posts

Related Posts

ભોજન પચાવવામાં સમસ્યા હોય તો અપનાવો આ ફૂડ
હેલ્થ
1 વર્ષ પહેલા
નવા વાયરસનો દેશમાં કેવી રીતે થયો પ્રવેશ ? ક્યાં કેટલા કેસ ? જુઓ
ટૉપ ન્યૂઝ
5 મહિના પહેલા
ફૂટબોલ મેચ દરમિયાન અંધાધૂંધ ફાયરિંગ: પાંચના મોત, ૧૨ ઘાયલ
ઇન્ટરનેશનલ
8 મહિના પહેલા
રાજસ્થાનમાં સ્કૂલના બાળકો સાથે શું બની ઘટના ? કેટલાના મોત ? જુઓ
ટૉપ ન્યૂઝ
6 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર