Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

પટના હાઈકોર્ટે કોંગ્રેસને આપ્યો મોટો ઝટકો : PM મોદીની માતાનો AI વીડિયો સોશિયલ મીડિયામાંથી હટાવવા આદેશ

Wed, September 17 2025

કોંગ્રેસને મોટો ઝટકો આપતાં, પટણા હાઈકોર્ટે બુધવારે વિપક્ષે પાર્ટીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સ્વર્ગસ્થ માતા હીરાબેન મોદીને દર્શાવતો AI-જનરેટેડ વીડિયો તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી હટાવવાનો આદેશ આપ્યો છે. એક્ટિંગ ચીફ જસ્ટિસ પી.બી. બજંત્રીએ પાર્ટીને આ વીડિયો તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી હટાવવાનો નિર્દેશ આપતા ચુકાદામાં આ વીડિયોની આકરી ટીકા કરી હતી.

આ પણ વાંચો : PM મોદીના જન્મદિને “સ્વસ્થ નારી સશક્ત પરિવાર” અભિયાનનો દેશવ્યાપી શુભારંભ, રાજકોટમાં મંત્રી ભાનુબેન બાબરિયાએ અભિયાનની કરાવી શરૂઆત

કોંગ્રેસના બિહાર એકમ દ્વારા ગયા અઠવાડિયે પોસ્ટ કરાયેલો આ વીડિયો મોદીની માતાને તેમના સપનામાં આવીને તેમની રાજનીતિની શૈલીની ટીકા કરતો દર્શાવે છે.પાર્ટીએ પોસ્ટમાં કહ્યું હતું, “સાહેબ કે સપનો મેં આઈ મા. દેખિયે રોચક સંવાદ “.
આ વીડિયોએ મોટો રાજકીય વિવાદ ઉભો કર્યો હતો. ભારતીય જનતા પાર્ટી (BJP) અને તેના સાથીઓએ કોંગ્રેસ પર વડાપ્રધાનની માતાનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો હતો. આ અંગે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને દિલ્હી ચૂંટણી સેલના કોન્વીનર સંકેત ગુપ્તાએ આ વીડિયો વિરુદ્ધ દિલ્હી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. તેમણે વીડિયોને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને તેમની સ્વર્ગસ્થ માતા હીરાબેન મોદીની છબિને નુકસાન પહોંચાડનારો, અપમાનજનક અને ભ્રામક ગણાવ્યો હતો. આ ફરિયાદના આધારે પટના હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી વીડિયોને તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી તાત્કાલિક હટાવવાની માંગ કરવામાં આવી હતી.

આ પણ વાંચો : સિરામિક ગ્રુપ પર ITના દરોડા : 3 કરોડની રોકડ મળી, રાજકોટ-મોરબીમાં લેવીસ,મેટ્રો ગ્રુપ પર ઇન્વેટીગેશન વીંગનું મોટું ઓપરેશન

બુધવારે તેની સુનાવણી બાદ પટના હાઈકોર્ટના એક્ટિંગ ચીફ જસ્ટિસ પી.બી. બજંત્રીએ વીડિયોને અપમાનજનક અને ભ્રામક ગણાવ્યો છે. કોર્ટે તેને ગંભીર નૈતિક અને કાયદાકીય સમસ્યા ઉભી કરતો જણાવી બધા જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી દૂર કરવા કોંગ્રેસને આદેશ કર્યો હતો. કોર્ટે આદેશમાં AI-જનરેટેડ કન્ટેન્ટના દુરુપયોગ અને તેના રાજકીય ઉપયોગને અનુચિત ગણાવ્યો છે. કોર્ટે રાહુલ ગાંધી, ચૂંટણી આયોગ, મેટા, ગૂગલ, X અને IT મંત્રાલયને નોટિસ જારી કરી છે, અને કેન્દ્ર-રાજ્ય સરકારનો જવાબ માંગ્યો છે.
નોંધનીય છે કે એ અગાઉ કોંગ્રેસ અને આરજેડીના મંચ ઉપરથી મોદીના માતા માટે બોલાયેલા અભદ્ર શબ્દોને કારણે ભારે વિવાદ થયો હતો. ભાજપે તેના વિરોધમાં બિહાર બંધનું એલાન પણ આપ્યું હતું. એ વિવાદ ચાલુ હતો ત્યારે જ બિહાર કોંગ્રેસે મોદી અને તેમના માતાને દર્શાવતો એ આઈ જનરેટેડ વિડિયો પ્રસિદ્ધ કરતાં બળતામાં ઘી હોમાયું હતું.હવે પટના હાઇકોર્ટે પણ એ વીડિયોની ટીકા કરીશ હટાવવાનો આદેશ કરતા કોંગ્રેસને મોટો રાજકીય ઝાટકો લાગ્યો છે.

Share Article

Other Articles

Previous

રાજકોટની વ્હોરા પરિણીતાને સાસરિયાનો ત્રાસ : દિયરે સાથે સૂવા દબાણ કર્યું તો સસરાએ…! વાંચો શું છે સમગ્ર મામલો

Next

PM મોદીના જન્મદિને “સ્વસ્થ નારી સશક્ત પરિવાર” અભિયાનનો દેશવ્યાપી શુભારંભ, રાજકોટમાં મંત્રી ભાનુબેન બાબરિયાએ અભિયાનની કરાવી શરૂઆત

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
Breaking
હૃદય કંપાવી દે તેવી ઘટના..!! અમરેલીના સાવરકુંડલામાં પિતાએ દીકરીની હત્યા બાદ શણગારીને ફ્રિજમાં મૂકી દીધી, પછી પોતે ફાંસો ખાધો..!!
12 કલાક પહેલા
જિંદગીનો ભરોસો નહીં, મોતનો 100 ટકા ભરોસો… આ શબ્દો કહ્યાના થોડા જ કલાકમાં અકસ્માત થતાં ઈન્ફ્લુએન્સર ચંદન રાઠોડનું મોત!
13 કલાક પહેલા
બેટથી બોલરોને ડરાવનાર સેહવાગ હવે યમરાજ બનીને સામે આવ્યો, જાણો આ નવા લુક પાછળનું રહસ્ય ??
14 કલાક પહેલા
ભારતથી ન્યૂઝીલેન્ડ જતો સામાન હવે 100 ટકા કરમુક્ત
17 કલાક પહેલા
Categories

નેશનલ

3618 Posts

Related Posts

કાવડ યાત્રામાં નવો વિવાદ !! હરિદ્વારમાં યાત્રાના માર્ગ પર આવેલી મસ્જિદ અને દરગાહને ઢાંકી દેવાઇ
ટ્રેન્ડિંગ
2 વર્ષ પહેલા
ભાજપ અગ્રણી અને મળતિયાઓએ જ નકલી ટોલનાકું ઊભું કરી દીધું હતું
ક્રાઇમ
3 વર્ષ પહેલા
રાજકોટમાં બેફામ ફરી રહી છે બનાવટી ચલણી નોટ : ‘કારીગર’ને શોધવા પોલીસ તપાસ શરૂ
ક્રાઇમ
1 વર્ષ પહેલા
યુપીમાં અકસ્માતમાં કેટલા લોકોના મોત થયા ? વાંચો
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર