Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

RMCની તવાઈ: વાસી ખોરાક પીરસતી 2 હોટલ સીલ: 84,400નો દંડ

Fri, June 19 2026

પેટની સાથે છેડછાડ નહીં! રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના ફૂડ સેફ્ટી સ્કવોડે ગંદકી અને ભેળસેળ સામે સર્જિકલ સ્ટ્રાઈક કરી છે. સર્વેલન્સ ચેકિંગ દરમિયાન વાસી-અખાદ્ય ખોરાક સ્ટોર કરતી અને હાઈજીનના ધજાગરા ઉડાડતી હોટલો પર તવાઈ બોલાવી દેવામાં આવી. એક જ દિવસમાં 2 રેસ્ટોરન્ટ સીલ, 385 કિલોથી વધુ ખરાબ ખોરાકનો નાશ અને લાખો રૂપિયાનો દંડ – RMCની આ કાર્યવાહીએ ફૂડ વેપારીઓમાં ફફડાટ ફેલાવી દીધો છે.

2 મોટી હોટલ સીલ, ટનબંધ વાસી ખોરાક નાશ

ફૂડ વિભાગની ટીમે ગોંડલ રોડ, બોમ્બે હોટલ સામે વૃધ્ધાશ્રમ પાસે આવેલ “શ્રી રામ ચાઇનીઝ & પંજાબી રેસ્ટોરન્ટ”માં દરોડા પાડ્યા. ત્યાંથી લગભગ 10-12 KG વાસી અખાદ્ય ખોરાક મળી આવતા હોટલને તાત્કાલિક સીલ કરી દેવામાં આવી અને હાઈજેનિક કન્ડિશન જાળવવા નોટિસ ફટકારવામાં આવી. 

બીજો ફટકો મવડી બાયપાસ રોડ, રિયલ પ્રાઇમ સામે આવેલ “બાલાજી ઢોસા સેન્ટર” પર પડ્યો. અહીં અનહાઈજેનિક કન્ડિશનમાં ખોરાક બનાવવાની સાથે વાસી માલનો સ્ટોક મળી આવ્યો. પરિણામે હોટલ સીલ, લાઇસન્સ મેળવવાની સૂચના, અંદાજે 115 KG વાસી ખોરાકનો નાશ અને ₹10,000નો દંડ વસૂલવામાં આવ્યો.

આ પણ વાંચો: RMCની તવાઈ: વાસી ખોરાક પીરસતી 2 હોટલ સીલ: 84,400નો દંડ

63 જગ્યાએ તપાસ, 74,400નો દંડ

RMCની ટીમે મવડી ચોકડીથી બાપા સીતારામ ચોક, 150 ફૂટ રિંગરોડ, સર્વેશ્વરચોક, રેસકોર્સ રિંગ રોડ, 80 ફૂટ રોડ, ITI હોકર્સ ઝોન, આજી ડેમથી માંડા ડુંગર સુધી અને કોઠારીયા મેઇન રોડ સહિત કુલ 63 પેઢી, રેસ્ટોરન્ટ અને હોકર્સ ઝોનની ચેકિંગ કરી. તેમાંથી કુલ 260 KG અખાદ્ય વાસી જથ્થો નાશ કરવામાં આવ્યો. સ્ટોરેજ અને સ્વચ્છતા ન જાળવનારી 26 પેઢીઓને નોટિસ આપવાની સાથે ₹74,400ની પેનલ્ટી વસૂલ કરી.

6 ફૂડ સેમ્પલ લેબમાં મોકલાયા

ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ શંકાસ્પદ ખાદ્ય પદાર્થોના 6 નમૂના પણ લેવામાં આવ્યા છે. જેમાં શ્રીજી મઠાવાલા, નાનામવા રોડના અમેરિકન ડ્રાયફ્રુટ શ્રીખંડ અને વેનીલા આઇસ્ક્રીમ, આશુતોષ કોઠી આઇસ્ક્રીમ, રેસકોર્સના ડ્રાયફ્રૂટ ડીલાઇટ અને રાવણા જાંબુ આઇસ્ક્રીમ, તેમજ મહેશ વિજય ડેરીફાર્મ, અમિન માર્ગના પાઈનેપલ શ્રીખંડ અને મેંગો ચિપ્સ શ્રીખંડનો સમાવેશ થાય છે. લેબ રિપોર્ટ બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

RMCના આરોગ્ય અધિકારીઓએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે શહેરીજનોના સ્વાસ્થ્ય સાથે રમત કરનાર કોઈપણ ફૂડ યુનિટને બક્ષવામાં આવશે નહીં. નાગરિકોને પણ અપીલ છે કે શંકાસ્પદ ખોરાક કે ગંદકી જણાય તો તુરંત ફૂડ વિભાગને જાણ કરે.

Tags:

AccountabilityCivicAwarenessConsumerRightsDiningExperienceFinedFoodQualityFoodSafetyFoodStandardsHealthInspectionHealthyFoodHotelsHygieneMattersPublicHealthrmcRs84400SafetyFirstServiceStandardsStaleFoodTawai

Share Article

Other Articles

Previous

રાજકોટ ઝૂમાં સિંહણએ ત્રણ શાવકને આપ્યો જન્મ

Next

સોના-ચાંદીના ભાવમાં સતત બીજા દિવસે મોટો કડાકો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
12 મહિના પહેલા
ગુજરાત
Most Share
Breaking
પાવાગઢમાં પથ્થર ખાબકતા 2 યાત્રિકોના મોત: અનેક ઘાયલ
47 મિનિટutes પહેલા
રાજકોટ ઝૂમાં સિંહણએ ત્રણ શાવકને આપ્યો જન્મ
1 કલાક પહેલા
RMCની તવાઈ: વાસી ખોરાક પીરસતી 2 હોટલ સીલ: 84,400નો દંડ
1 કલાક પહેલા
સોના-ચાંદીના ભાવમાં સતત બીજા દિવસે મોટો કડાકો
2 કલાક પહેલા
Categories

નેશનલ

3120 Posts

Related Posts

રાઇડ્સ સંચાલકોના કારણે રાજકોટનો લોકમેળો ચકડોળે ચડયો : રાઇડ્સ સંચાલક લોબીએ SOP હળવી કરવા પોલિટિકલ દબાણ શરૂ કર્યું
ટૉપ ન્યૂઝ
11 મહિના પહેલા
રાજકોટમાં ત્રણના હાર્ટ એટેકથી મોત
રાજકોટ
2 વર્ષ પહેલા
દિલ્હી બ્લાસ્ટનો માસ્ટરમાઇન્ડ કોણ? ‘ટેલિગ્રામ’ દ્વારા ખૂલી શકે છે રહસ્યો, ચેનલ પર કટરવાદી ડોક્ટરોનું જૂથ સક્રિય
ક્રાઇમ
7 મહિના પહેલા
મહેસાણામાં આંબલિયાસણ બ્રિજ પર ચાઈનીઝ દોરીથી ગળું કપાઈ જતા યુવકનું ઘટનાસ્થળે જ મોત
ગુજરાત
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર