Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
ગુજરાત
બ્રેકિંગ ન્યૂઝ
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

રાજકોટ ઝૂમાં સિંહણએ ત્રણ શાવકને આપ્યો જન્મ

Fri, June 19 2026

રાજકોટવાસીઓ માટે ખુશખબર! રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત પ્રાણીઉદ્યાનમાં ફરી એકવાર સિંહણ માતા બની છે. એશિયાઇ સિંહણ ‘ધારા’એ 11 જૂન 2026ની રાત્રે ત્રણ તંદુરસ્ત સિંહ બાળને જન્મ આપ્યો છે. આ સાથે રાજકોટ ઝૂમાં એશિયાઇ સિંહની સંખ્યા વધીને 17 પર પહોંચી ગઈ છે. CZAના માર્ગદર્શન હેઠળ આધુનિક બનેલા રાજકોટ ઝૂ માટે આ સફળ સંવર્ધન એક મોટી સિદ્ધિ ગણાય છે.

સિંહણ ધારાના ઘરે ત્રિપલ ધમાકો 

રાજકોટ મનપાના મેયર ડૉ. નેહલ શુક્લ, ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશ પીપળીયા, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા ડૉ. હિરેન ખીમાણિયા અને દંડક સંજયસિંહ રાણાએ સંયુક્ત યાદીમાં જણાવ્યું કે સિંહ નર ‘ધનંજય’ અને સિંહણ ‘ધારા’ના સંવનનથી 105 દિવસની ગર્ભાવસ્થા બાદ તા. 11/06/2026ના રોજ રાત્રે ‘ધારા’એ 3 સિંહ બાળને જન્મ આપ્યો. હાલ માતા અને ત્રણેય બચ્ચા સંપૂર્ણ સ્વસ્થ છે. ઝૂના વેટરનરી ઓફિસર અને ટીમ દ્વારા CCTવી કેમેરાથી 24×7 મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો: RMCની તવાઈ: વાસી ખોરાક પીરસતી 2 હોટલ સીલ: 84,400નો દંડ

ધારાનું બીજું વેતર, ઝૂમાં કુલ 55મો જન્મ 

આ ‘ધારા’નું બીજી વખતનું પ્રસુતિ છે. અગાઉ 5/12/2025ના રોજ તેણે ‘ધનંજય’ સાથે સંવનનથી 2 સિંહ બાળને જન્મ આપ્યો હતો. બિલાડી કુળના મોટા પ્રાણીઓ સામાન્ય રીતે 2થી 3 બચ્ચા જન્મ આપે છે, ત્રણ બચ્ચાનો જન્મ ઓછો જોવા મળે છે. રાજકોટ ઝૂના કુદરતી જંગલ જેવા નૈસર્ગિક વાતાવરણને કારણે એશિયાઇ સિંહ અને સફેદ વાઘનું સંવર્ધન ખૂબ સફળ રહ્યું છે. નવા ત્રણ શાવક સાથે ઝૂમાં હવે એશિયાઇ સિંહની કુલ સંખ્યા 17 થઈ છે – જેમાં પુખ્ત નર 4, પુખ્ત માદા 8, પાઠડા નર 2 અને બચ્ચા 3 સામેલ છે. અત્યાર સુધીમાં રાજકોટ ઝૂમાં કુલ 55 સિંહ બાળનો જન્મ થઈ ચૂક્યો છે.

ઝૂ બન્યું સૌરાષ્ટ્રનું ટોપ ડેસ્ટિનેશન 

CZAના માર્ગદર્શન મુજબ આધુનિક રીતે વિકાસ થતા રાજકોટ ઝૂ સૌરાષ્ટ્રના પ્રવાસીઓ માટે હવે બેસ્ટ સ્પોટ બની ગયું છે. દર વર્ષે અંદાજે 7 લાખ મુલાકાતીઓ અહીં આવે છે. વન્યપ્રાણી વિનિમય યોજના હેઠળ રાજકોટ ઝૂએ મૈસુર, હૈદરાબાદ, છતબીર, લખનઉ, ભીલાઇ, કાંકરીયા, સક્કરબાગ સહિત ભારતના અનેક ઝૂને સિંહ આપીને બદલામાં અન્ય દુર્લભ પ્રજાતિના પ્રાણી-પક્ષીઓ મેળવ્યા છે. હાલ ઝૂમાં 70 જુદી જુદી પ્રજાતિના કુલ 618 વન્યપ્રાણી-પક્ષીઓ મુલાકાતીઓ માટે પ્રદર્શિત છે.

નવા શાવકના જન્મથી મુલાકાતીઓમાં ખાસ્સો ક્રેઝ જોવા મળી રહ્યો છે. ઝૂ તંત્રએ અપીલ કરી છે કે બચ્ચા અને માતાને ડિસ્ટર્બ ન કરે અને સીસીટીવી દ્વારા જ તેમની મસ્તી માણે.

Tags:

AnimalLifeAnimalLoversBigCatsBirthConservationCubLifeCutenessOverloadEndangeredSpeciesInstaZooLionessMotherhoodNatureLoversRajkotZooSafariAdventureThreeCubsWildlifeWildlifePhotographyZooLife

Share Article

Other Articles

Previous

પાવાગઢમાં પથ્થર ખાબકતા 2 યાત્રિકોના મોત: અનેક ઘાયલ

Next

RMCની તવાઈ: વાસી ખોરાક પીરસતી 2 હોટલ સીલ: 84,400નો દંડ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
Breaking
અમદાવાદમાં વાહનચાલકોના ખિસ્સા પર વધુ એક બોજ: AMC એ પાર્કિંગ ચાર્જમાં કર્યો ધરખમ વધારો, ડિસેમ્બરથી નવા દરો લાગુ થવાની શક્યતા
15 કલાક પહેલા
ભારત સહિત 4 દેશોના જહાજોને હોર્મુઝમાંથી પસાર થવાની મંજૂરી: અમેરિકા સાથેના તણાવ વચ્ચે ઈરાનની જાહેરાત, કોઈ રોકટોક નહીં થાય
15 કલાક પહેલા
સૌરમંડળ બહાર પ્રવાહી જળનો ભંડાર: પૃથ્વીથી 100 પ્રકાશવર્ષ દૂર સમુદ્રથી ઘેરાયેલા એક્ઝોપ્લેનેટ TOI-1452 b ની શોધ
15 કલાક પહેલા
અમદાવાદમાં બે અલગ અલગ હિટ એન્ડ રન: પાલડીમાં બેફામ કારે SVP ના ફાયરકર્મીનો જીવ લીધો, શીલજ પાસે ટ્રકે મોપેડચાલક યુવતીને કચડી
15 કલાક પહેલા
Categories

નેશનલ

3825 Posts

Related Posts

દારૂનો રેલો કેજરીવાલના પગ નીચે આવ્યો : સાત દિવસના રિમાન્ડ ઉપર સોંપાયા
Breaking
3 વર્ષ પહેલા
હદય હુમલો વધુ બે યુવાનો માટે જીવલેણ નિવડ્યો
રાજકોટ
3 વર્ષ પહેલા
Mohammed Rafi death anniversary : આજના દિવસે મોહમ્મદ રફીએ દુનિયાને કહ્યું’તું અલવિદા, જનાજામાં ઉમટ્યા હતા 10 હજારથી વધુ લોકો  
Entertainment
2 વર્ષ પહેલા
કાર્તિકના દિમાગમાં વર્લ્ડકપ ચાલી રહ્યો છે !
સ્પોર્ટ્સ
3 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર