રાજકોટ : ફેસબુકમાં કાર વેચવાના નામે 12 લાખ પડાવનાર નોયડાનો ભેજાબાજ પકડાયો
વોઇસ ઓફ ડે રાજકોટ
ફેસબુકમાં ઓછી કિંમતેકાર લે-વેચ કરવાની જાહેરાત આપી લોકોને છેતરનાર નોયડાના ભેજાબાજની રાજકોટ સાયબર પોલીસે ધરપકડ કરી છે. માહિતી મુજબ રાજકોટમાં રહેતા વેપારીએ ફેસબુકમાં ઓછી કિંમતની કાર વેચવાની જાહેરાત જોઈ હતી.અને તેમાં આપેલ નંબર પર સંપર્ક કરતાં સામે વાળા વ્યક્તિએ રૂ.12 લાખ પડાવી કાર ન આપતા તેઓએ સાયબર પોલીસમાં ફરિયાદ નોંધાવતા પીઆઇ એમ.એ.ઝણકાતઅને તેમની ટીમે તપાસ કરી છેતરપિંડી કરનાર નોયડા ખાતે રહેતા મનોજ રોહતાસ ચૌહાણની ધરપકડ કરી છે.જ્યારે આ ભેજાબાજ શખસે આ રીતે અન્ય કેટલા લોકો પાસેથી પૈસા પડાવ્યા છે.તે દિશામાં તેની પૂછતાછ કરવામાં આવી રહી છે.