Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

રાજકોટ-લોધીકા સંઘની ચૂંટણી જંગમાં પ્રશાંત કોરાટની એન્ટ્રીથી રાજકારણ ગરમાયું

Tue, August 18 2026

જયેશ રાદડિયાનું વર્ચસ્વ તોડવા અરવિંદ રૈયાણીની તરફેણમાં ભાજપના મહામંત્રી ઉતર્યા

રાજકોટ-લોધીકા ખરીદ વેચાણ સંઘની કસોકસની ચૂંટણીમાં ભાજપના જ બે બળિયા જૂથ વચ્ચે હવે પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની ગયો છે. એક તરફ નીતિન ઢાંકેચાને ચેરમેન બનાવવા ભાજપના ધારાસભ્ય જયેશ રાદડિયા અને ભરત બોઘરા મેદાને ઉતર્યા છે ત્યારે હવે અરવિંદ રૈયાણીની તરફેણમાં ભાજપ મહામંત્રી અને યુવા નેતા પ્રશાંત કોરાટની રા.લો. સંઘની ચૂંટણીમાં એન્ટ્રી થતાં ભારે ચકચાર મચી ગઈ છે.

કરોડો રૂપિયાનું ટર્નઓવર ધરાવતી રાજકોટ-લોધીકા ખરીદ વેચાણ સંઘની મુદત પૂર્ણ થઈ જતાં તાજેતરમાં જિલ્લા કલેક્ટર ડો.ઓમપ્રકાશે ચૂંટણી અધિકારી તરીકે આચાર્યની નિમણૂંક કર્યા બાદ મતદાર યાદી જાહેર કરી ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો હતો.

રાજકોટ-લોધીકા સંઘ હેઠલ ૬૧ મંડળી આવતી હોય જેમાંથી ૬ મંડળી ગેરલાયક ઠરી છે. જ્યારે ચાર મંડળી વચ્ચે એક ડાયરેક્ટરની ચૂંટણી યોજાવા જઈ રહી છે જેનું ફોર્મ વિવતરણ અને ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.

આગામી ૮ સપ્ટેમ્બરના રોજ રા.લો. સંઘની ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે વિધાનસભાની ચૂંટણી જેવું મહત્વ ધરાવતી આ ચૂંટણીમાં આ વખતે પણ ભાજપના બે બળિયા જૂથ વચ્ચે ચેરમેન પદ મેળવવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે.

આ વખતે એક તરફે નીતિન ઢાંકેચા ચેરમેન પદના દાવેદાર તરીકે મેદાન ઉતર્યા છે તો સામા પક્ષે પૂર્વ મંત્રી અને પૂર્વ ધારાસભ્ય અરવિંદ રૈયાણીએ પર ચેરમેન પદ મેળવવા પોતાની તમામ તાકાત કામે લગાવી દીધી છે.

આ પણ વાંચો: જેમ સ્વિગી પર પિઝાનો ભાવ ખબર પડે એમ અને Bribes FYI પર લાંચનો રેટ મળે!

નીતિન ઢાંકેચાની તરફેણમાં જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયા અને ભરત બોઘરા મેદાનમાં ઉતર્યા છે તો અરવિંદ રૈયાણીની તરફેણમાં ભાજપના મહામંત્રી અને યુવા નેતા પ્રશાંત કોરાટની ચૂંટણી જંગમાં એન્ટ્રી થતાં બળતામાં ઘી હોમાયું છે.

કોરાટ પરિવારની પરંપરાગત જેતપુર બેઠક પર રાદડિયા પરિવારે પોતાનો દબદબો બનાવી લીધો છે ત્યારે હવે જયેશ રાદડિયાની સામે સવજી કોરાટ અને જશુમતીબેન કોરાટના પુત્ર પ્રશાંત કોરાટ મેદાનમાં ઉતરતા રાજકીય ગરમાવો વધી ગયો છે.

સહકારી ક્ષેત્રે વર્ષોથી રાદડિયા પરિવારનો પરંપરાગત વર્ચસ્વ રહ્યું છે ત્યારે આ વર્ચસ્વને તોડવા માટે જ કોરાટ પરિવારે હવે સહકારી ક્ષેત્રમાં ઝંપલાવ્યું હોવાનું રાજકીય સૂત્રોમાં કર્ણપકર્ણ ચર્ચાઈ રહ્યું છે.

આ વખતની રા.લો. સંઘની ચૂંટણી બે ચેરમેન વચ્ચેની નહીં પરંતુ બે પરિવાર વચ્ચેની હોય તેવું લાગી રહ્યું છે ત્યારે કોણ જીતશે તે તો પરિણામ જ કહેશે.

રાદડિયા V/S કોરાટની લડાઇનું કેન્દ્રબિંદુ જેતપુરની બેઠક ?

રાજકોટ-લોધીકા ખરીદ વેચાણ સંઘની જાહેર થયેલ ચૂંટણીમાં ચેરમેન પદ માટે ભાજપના જ બે બળિયા જૂથ વચ્ચે વર્ચસ્વની લડાઈ જોવા મળી રહી છે ત્યારે આ વખતની સહકારી ક્ષેત્રની ચૂંટણીમાં જયેશ રાદડિયાની સામે પૂર્વ મંત્રીના પુત્ર અને ભાજપના મહામંત્રી પ્રશાંત કોરાટની એન્ટ્રી થઈ છે ત્યારે આ વર્ચસ્વની લડાઈનું કેન્દ્રબિંદુ જેતપુરની બેઠક હોવાનું રાજકીય ગલિયારામાં ચર્ચાએ જોર પકડ્યું છે.

ગત વખતે પણ રૈયાણી અને ઢાંકેચાની લડાઇમાં જાડેજા ફાવી ગયા હતા

રાજકોટ-લોધીકા ખરીદ વેચાણ સંઘની પ્રતિષ્ઠાભરી ચૂંટણી જંગમાં ગત વખતે પણ ચેરમેનપદ માટે નીતિન ઢાંકેચા અને અરવિંદ રૈયાણી વચ્ચે જંગ જામ્યો હતો અને છેલ્લી ઘડીએ બે બળિયા જૂથની વર્ચસ્વની લડાઈમાં ચેરમેનપદે નરેન્દ્રસિંહ જાડેજાને રિપીટ કરવામાં આવ્યા હતા.

Share Article

Other Articles

Previous

ગોંડલના ભોજપરા ગામે ખાદ્યતેલમાં ભેળસેળ કરવાનું રેકેટ ઝડપાયું

Next

જેમ સ્વિગી પર પિઝાનો ભાવ ખબર પડે એમ અને Bribes FYI પર લાંચનો રેટ મળે!

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
સ્પોર્ટ્સ
આવતીકાલે હૉકી વર્લ્ડકપમાં ભારત-પાકિસ્તાન વચ્ચે ટક્કર
37 મિનિટutes પહેલા
રવિન્દ્ર જાડેજાએ બનાવ્યો `હિમાલય’ જેવો રેકોર્ડ
38 મિનિટutes પહેલા
શેખર ટુનાઇટમાં અભિનેતા વિક્રાંત મેસીએ કર્યો ખુલાસો
40 મિનિટutes પહેલા
બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન સંઘર્ષના દિવસો યાદ કરી ભાવુક બન્યા
43 મિનિટutes પહેલા
Categories

નેશનલ

3473 Posts

Related Posts

રાજકોટમાં લગાતાર આઈ.ટી.નું એક્શન: ભવાની કન્સ્ટ્રકશનમાં ટી.ડી.એસ.ની તપાસ
રાજકોટ
2 વર્ષ પહેલા
ગુજરાતમાંથી એક વર્ષમાં ૭૩૦૩ કરોડનું ડ્રગ પકડાયુ
ગુજરાત
2 વર્ષ પહેલા
વળી ટ્રમ્પે શું લીધો યુ-ટર્ન ? ટેરિફ અંગે શું કહ્યું ? જુઓ
ઇન્ટરનેશનલ
1 વર્ષ પહેલા
ચાંદીપુરા વાયરસ પોઝિટિવ આવતા પાંચિયાવદરમાં ૧૫૦ મકાનનો સર્વે કરાયો
Breaking
4 સપ્તાહs પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર