Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમનેશનલ

જેમ સ્વિગી પર પિઝાનો ભાવ ખબર પડે એમ અને Bribes FYI પર લાંચનો રેટ મળે!

Tue, August 18 2026

ભારતમાં ભ્રષ્ટાચાર હવે કોઈ ગુનો નથી, તે સિસ્ટમનું કાયદેસરનું ‘ઓપરેટિંગ સિસ્ટમ’ બની ચૂક્યો છે!

કલ્પના કરો કે તમે સ્વિગી કે ઝોમેટો પર તમારી ભાવતી વાનગી ટ્રેક કરી રહ્યા છો, ઉબેર પર તમારી કેબનું લોકેશન જોઈ રહ્યા છો અને મની-કંટ્રોલ પર શેરબજારનો લાઈવ ડેટા જોઈ રહ્યા છો. આ જ ડિજિટલ ઇન્ડિયાની અદ્યતન ટેકનોલોજી વચ્ચે હવે એક નવું ડેશબોર્ડ ઉમેરાયું છે, જેનું નામ છે— Bribes FYI (બ્રાઇબ્સ એફવાયઆઇ). એક ભારતીય વિદ્યાર્થી દ્વારા તાજેતરમાં લોન્ચ કરવામાં આવેલું આ એક એવું પ્લેટફોર્મ છે, જે ભારતના કયા શહેરમાં, કયા સરકારી વિભાગમાં, કયા કામ માટે કેટલા રૂપિયાની લાંચ લેવાઈ રહી છે તેનો લાઈવ ડેટા ક્રાઉડ-સોર્સ કરીને પબ્લિક ડોમેનમાં મૂકે છે. સામાન્ય નજરે જોઈએ તો આ ટેકનોલોજીનો એક અદભુત અને ક્રાંતિકારી ઉપયોગ લાગે. પણ જો થોડી સામાન્ય બુદ્ધિ વાપરીએ તો આપણા દેશના ચારિત્ર્યનું સૌથી ભયાનક કેરેક્ટર સર્ટિફિકેટ છે જેમાંથી આખો દેશ નાપાસ થયો છે. શરમજનક હકીકત છે આ!

જે દેશ તેની આઝાદીના ૧૦૦માં વર્ષે એટલે કે ૧૯૪૭ માં વિશ્વગુરુ બનવા માંગતો હોય, ત્યાં ડ્રાઇવિંગ લાયસન્સ કે પાસપોર્ટ કઢાવવા માટે ટેબલ નીચે અપાતા હપ્તાઓને ટ્રેક કરવા માટે એક આખી વેબસાઈટ બનાવવી પડે, તે સિસ્ટમની નિષ્ફળતા છે કે આપણા સામૂહિક પ્રમાણિકતાની લાચારી? આ જનતાના નૈતિક મુલ્યોનું શું અધ:પતન નથી?

જ્યારે ‘Bribes FYI’ જેવું પ્લેટફોર્મ સમાચારમાં આવે છે, ત્યારે આપણે તેના ડેટા જોઈને આશ્ચર્ય પામીએ છીએ: બેંગલુરુમાં ટ્રાફિક પોલીસનો રેટ આટલો છે, દિલ્હીમાં રજિસ્ટ્રાર ઓફિસનો રેટ આટલો છે, અને ગુજરાતમાં જમીન માપણી માટે આટલા હજાર અપાયા! જાણે આપણે લાંચનું ‘શેરબજાર’ જોઈ રહ્યા હોઈએ, જેમાં રોજ ઉતાર-ચઢાવ આવે છે.

પરંતુ, અહીં સૌથી મોટો સવાલ એ છે કે: શું આ ડેટા બહાર આવવાથી કોઈ ભ્રષ્ટ અધિકારીને શરમ આવશે? જવાબ છે—બિલકુલ નહીં. કારણ કે ભારતમાં ભ્રષ્ટાચાર એ કોઈ ખાનગી કે છુપાયેલું પાપ રહ્યું જ નથી; તે તો આપણી સરકારી વ્યવસ્થાને ચલાવતું ઓપરેટિંગ સિસ્ટમ બની ગયું છે.

આ પણ વાંચો: રાજ્ય કક્ષાના PMUની સ્થાપના, SC સમાજના સશક્તિકરણને મળશે નવી ગતિ

પ્રીમિયમ તત્કાલ સર્વિસ: ભારતમાં લાંચની સાયકોલોજી

આપણે સામાન્ય રીતે માનીએ છીએ કે માણસ કોઈ ગેરકાયદેસર કામ કરવા માટે લાંચ આપે છે (જેમ કે ખૂન કે દાણચોરી છુપાવવા). પરંતુ ‘Bribes FYI’ નો ડેટા અને ભારતની વાસ્તવિકતા કંઈક અલગ જ છે. ભારતમાં ૯૦% લાંચ કોઈ ગેરકાયદેસર કામ કરવા માટે નહીં, પરંતુ તમારું એકદમ કાયદેસરનું અને હકનું કામ કરાવવા માટે આપવામાં આવે છે!

બાળકનો જન્મ દાખલો, મકાનનો દસ્તાવેજ, પોલીસ વેરિફિકેશન કે પાસપોર્ટની ફાઈલ—આ બધું તમારો હક છે. છતાં સરકારી બાબુઓ સિસ્ટમને એટલી જટિલ અને ધીમી બનાવી દે છે કે મધ્યમ વર્ગનો નાગરિક કંટાળીને ટેબલ નીચે પૈસા સરકાવી દે છે. આને લાંચ ન કહેવાય, અર્થશાસ્ત્રની ભાષામાં આને ફોર્સ્ડ પ્રીમિયમ સર્વિસ (બળજબરીપૂર્વક ઉઘરાવાતો સર્વિસ ચાર્જ) કહેવાય. જેમ IRCTC માં જલ્દી ટિકિટ મેળવવા તત્કાલનો ચાર્જ લાગે છે, તેમ સરકારી ઓફિસોમાં કામ જલ્દી કરાવવા આ બાબુઓ પોતાનો પર્સનલ તત્કાલ ચાર્જ ઉઘરાવે છે.

ટાઈમ ઈઝ મની અને મધ્યમ વર્ગની શરણાગતિ

કોઈપણ ભ્રષ્ટાચાર ત્યારે જ ચાલે જ્યારે તેને લાંચ આપનારનો સપોર્ટ મળે. ‘Bribes FYI’ પ્લેટફોર્મ ભ્રષ્ટ બાબુઓને તો ઉઘાડા પાડે જ છે, પણ સાથે-સાથે તે મધ્યમ વર્ગની મનોવૈજ્ઞાનિક કાયરતાને પણ એક્સપોઝ કરે છે.

શા માટે એક ભણેલો-ગણેલો નાગરિક ચુપચાપ ૫૦૦ કે ૫૦૦૦ રૂપિયા પકડાવી દે છે? કારણ કે તેને સિસ્ટમ સામે લડવામાં પડતો ટાઈમ કોસ્ટ લાંચની રકમ કરતાં વધુ મોંઘો પડે છે! મધ્યમ વર્ગના માણસ માટે પોતાની ઓફિસમાંથી ૩ દિવસની રજા પાડીને સરકારી કચેરીના ધક્કા ખાવા, એ ૫૦૦ રૂપિયાની લાંચ આપવા કરતાં વધુ નુકસાનકારક છે. એટલે તે નૈતિકતાને બાજુ પર મૂકીને કન્વીનિયન્સ  ખરીદી લે છે. આ નૈતિક પતન નથી, આ સિસ્ટમે નાગરિકને હરાવીને કરાવેલું આર્થિક સરેન્ડર છે!

ડિજિટલ ઇન્ડિયાનો ડાર્ક કોમેડી પેરાડોક્સ

આખી ઘટનાની સૌથી મોટી કરુણતા અને ડાર્ક કોમેડી એ છે કે આપણે ટેકનોલોજીને ભ્રષ્ટાચારનો ઇલાજ માનતા હતા. આપણને ભ્રમ હતો કે કાગળિયા ઓછા થશે અને ઓનલાઈન સિસ્ટમ આવશે એટલે ભ્રષ્ટાચાર ખતમ થઈ જશે.

પણ વાસ્તવિકતા જુઓ! UPI (ફોન પે કે ગુગલપે) નો જે ક્રાંતિકારી ઉપયોગ ભારતે કર્યો છે, તેટલો કોઈ દેશે નથી કર્યો. પરંતુ આજે સરકારી ઓફિસો અને હાઇવે પર ટ્રાફિક પોલીસ લાંચ પણ UPI ના ક્યુ-આર (QR Code) સ્કેન કરાવીને જ લે છે! જે ટેકનોલોજી પારદર્શિતા લાવવા માટે બની હતી, તેને ભ્રષ્ટ સિસ્ટમે પોતાની સગવડ માટે અપડેટ કરી લીધી છે. ‘Bribes FYI’ એ ટેકનોલોજીનું બીજું પાસું છે, જે ખાલી ડેટા ભેગો કરે છે. પણ ડેટા એકત્ર કરવાથી સિસ્ટમની શરમ નથી પાછી આવતી.

‘Bribes FYI’ બનાવનાર એ વિદ્યાર્થીની મહેનત અને હિંમતને ૧૦૦ સલામ છે. તેણે અંધકારમાં એક દીવો પ્રગટાવ્યો છે. પરંતુ, આપણે એ કડવી વાસ્તવિકતા પણ સ્વીકારવી પડશે કે ડેટા ડેશબોર્ડ એ માત્ર એક થર્મોમીટર છે. થર્મોમીટર તમને એ બતાવી શકે છે કે દેશના શરીરને કેટલા ડિગ્રી ભ્રષ્ટાચારનો તાવ છે, પણ તે તાવની દવા ન બની શકે.

જ્યાં સુધી લાંચ લેનારને નોકરી કે જેલની બીક નહીં હોય અને લાંચ આપનાર નાગરિક પોતાની સગવડ માટે સિસ્ટમ સામે ઝૂકવાનું બંધ નહીં કરે, ત્યાં સુધી આવા હજારો ‘Bribes FYI’ પોર્ટલ બનશે તો પણ સિસ્ટમની જાડી અને જડ થઇ ગયેલી ચામડી પર એક કાપો પણ નહીં પડે. કારણ કે જે દેશમાં ભ્રષ્ટાચારને વ્યવહારનું રૂપાળું નામ આપી દેવાયું હોય, ત્યાં આંકડાઓ ક્રાંતિ નથી લાવી શકતા, માત્ર છાપાની હેડલાઈન બનીને રહી જાય છે.

ભ્રષ્ટાચારના ૩ વૈશ્વિક સિદ્ધાંતો:

‘માછલી અને પાણી’ – ચાણક્યનો ૨૩૦૦ વર્ષ જૂનો રિપોર્ટ: ભારતમાં ભ્રષ્ટાચાર નવો નથી! આજથી ૨૩૦૦ વર્ષ પહેલાં અર્થશાસ્ત્રમાં ચાણક્યએ સરકારી અધિકારીઓ દ્વારા થતા ભ્રષ્ટાચારની ૪૦ અલગ-અલગ રીતો વર્ણવી હતી. ચાણક્યએ એક અદભુત દાર્શનિક વાક્ય લખ્યું હતું: “જેમ પાણીમાં તરતી માછલી ક્યારે પાણી પી જાય છે તેની કોઈને ખબર નથી પડતી, તેમ સરકારી ખજાના પર બેઠેલો અધિકારી ક્યારે પૈસા ચાઉં કરી જાય છે, તે પકડવું અશક્ય છે.”

‘ગ્રીસ ધ વ્હીલ્સ’ (Grease the Wheels) ની આર્થિક થિયરી: પોલિટિકલ સાયન્ટિસ્ટ સેમ્યુઅલ હન્ટિંગ્ટને એક બહુ વિવાદાસ્પદ પણ કડવો સિદ્ધાંત આપ્યો હતો. તેમના મતે, જે દેશોની નોકરશાહી અત્યંત કઠોર, ધીમી અને ફાઈલોમાં અટવાયેલી હોય, ત્યાં ભ્રષ્ટાચાર વાસ્તવમાં સિસ્ટમનું ‘લુબ્રિકન્ટ’ (ઊંજણ/ગ્રીસ) બની જાય છે! જો લાંચ ન અપાય, તો સિસ્ટમનું પૈડું આગળ જ ન વધે. ભારતમાં લાંચ એ કોઈ ખરાબી નથી, તે આ ધીમી સિસ્ટમને ગતિમાં રાખવા માટેનું પ્રાઈવેટ પેટ્રોલ છે!

૨૦૦૭ ની એ ઐતિહાસિક ‘ઝીરો રૂપિયાની નોટ’: ટેકનોલોજી પહેલા સાયકોલોજીકલ વોરફેર કેવી રીતે લડવામાં આવતી? ૨૦૦૭ માં ફિફ્થ પિલર નામના એક NGO એ અસલી નોટ જેવી દેખાતી પણ શૂન્ય (0) મૂલ્ય ધરાવતી લાખો ‘ઝીરો રૂપિયાની નોટ’ છાપી હતી. જ્યારે કોઈ અધિકારી લાંચ માંગે, ત્યારે નાગરિક તેને આ ઝીરોની નોટ પકડાવી દેતો. આ કોઈ આર્થિક ફટકો નહોતો, આ એક મોરલ શોક અર્થાત નૈતિક તમાચો હતો જેણે એ સમયે હજારો ભ્રષ્ટ અધિકારીઓના પરસેવા છોડાવી દીધા હતા. ‘Bribes FYI’ એ આ જ સાયકોલોજીકલ વોરફેરનું ૨૦૨૬ નું ડિજિટલ વર્ઝન છે!

Share Article

Other Articles

Previous

રાજકોટ-લોધીકા સંઘની ચૂંટણી જંગમાં પ્રશાંત કોરાટની એન્ટ્રીથી રાજકારણ ગરમાયું

Next

રાજ્ય કક્ષાના PMUની સ્થાપના, SC સમાજના સશક્તિકરણને મળશે નવી ગતિ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
સ્પોર્ટ્સ
આવતીકાલે હૉકી વર્લ્ડકપમાં ભારત-પાકિસ્તાન વચ્ચે ટક્કર
24 મિનિટutes પહેલા
રવિન્દ્ર જાડેજાએ બનાવ્યો `હિમાલય’ જેવો રેકોર્ડ
26 મિનિટutes પહેલા
શેખર ટુનાઇટમાં અભિનેતા વિક્રાંત મેસીએ કર્યો ખુલાસો
28 મિનિટutes પહેલા
બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન સંઘર્ષના દિવસો યાદ કરી ભાવુક બન્યા
30 મિનિટutes પહેલા
Categories

નેશનલ

3473 Posts

Related Posts

લોન લેવી હવે વધુ સરળ બનશે !! બેંકો UPIથી પણ આપશે લોન, RBIએ કરી મહત્વની જાહેરાત, જાણો સમગ્ર વિગત
ટેક ન્યૂઝ
2 વર્ષ પહેલા
ભારતીય અર્થતંત્રની ગતિવિધિ ધીમી પડે તેવા સંકેતો : સરકારે ૨૦૨૪-૨૫ માટે જી.ડી.પી. વૃધ્ધિ દરનું અનુમાન જાહેર કર્યું
Breaking
2 વર્ષ પહેલા
યુનિ.કેમ્પસમાં સફાઇ અભિયાન દ્વારા NSUIનો અનોખો વિરોધ
રાજકોટ
2 મહિના પહેલા
હિમાચલ પ્રદેશમાં ખેડૂતોના વિરોધથી ભાજપ માટે સંકટ
નેશનલ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર