Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

જંગલેશ્વર ડિમોલિશનમાં સ્ટાફે ૨૭ લાખના ભાવતા ભોજનીયા કર્યા, શાસકોએ બીલને મારી બ્રેક

Wed, June 24 2026

છ લાખથી વધુની તો ચા પી ગયા, સ્ટેન્ડિંગ કમિટીમાં બીલ બાબતે પૂછાયું કે કાજુ કતરી, સમોસા કોને મંગાવ્યા હતા શું જરૂર હતી ? યોગ્ય જવાબ ન મળ્યો, ચેરમેને બિલ દરખાસ્ત પેન્ડિંગ રખાવી

રાજકોટ મહાપાલિકા દ્વારા જંગલેશ્વરમાં મેગા ડિમોલિશન કર્યું અને જમીન ખુલ્લી કરાવી એ વેળાએ ઓપરેશન સમયે મહાપાલિકાના અધિકારીઓ, સ્ટાફ, ફરજ પરના અન્ય વિભાગના કર્મીઓને ચા, નાસ્તો અને જમણ કરાવાયા પાછળ ૨૭.૨૦ લાખ રૂપિયા ખર્ચી નાખ્યાના લાખેણા બિલને સ્ટેન્ડિંગ કમિટી (શાસકો)એ બ્રેક લગાવી દીધી છે. એક તરફ લોકોના આશિયાના પડતા હતા અને બીજી તરફ અધિકારી, સ્ટાફ કાજુકતરી, સમોસાની જયાફત (જો કે બધાના નસીબમાં નહીં હોય રિલેક્ટેડને જ આ ટેસ્ટ મળ્યો હતો) માણતા હતા. ડિમોલિશન સમયે સ્વીટ કે આવી વસ્તુઓ મંગાવવાની શું જરૂર પડી સહિતના વેધક સવાલોની સટાસટી વચ્ચે ખાઉંધરા અધિકારી, સ્ટાફના ભાવતા ભોજનીયાનું ૨૭.૨૦ લાખનું બિલ સ્ટેન્ડિંગ કમિટીએ હાલ તો પેન્ડિંગ રાખી દીધું છે.

રાજકોટ મહાપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની ચેરમેન પરેશ પીપળિયાની અધ્યક્ષતામાં દસ દરખાસ્તો સાથેની બેઠક મળી હતી જેમાં સ્ટેન્ડિંગ સભ્યો અને અધિકારીગણ હાજર હતા. સૌથી ચર્ચાસ્પદ એવી દરખાસ્ત રહી જંગલેશ્વર ડિમોલિશનમાં ૨૭.૨૦ લાખના જમણ, ચા, પાણી, નાસ્તા ખર્ચની, સમજાય કે ફિલ્ડવર્કમાં અધિકારીઓ, સ્ટાફ રોકાયો છે તો ભોજન, ચા-પાણી જોઈએ. જો કે આવું તો જવલ્લે જ બનતું હોય અને પગાર પણ તગડા હોય છે. ધારે તો ખિસ્સાના ખર્ચે જમી શકે પરંતુ બારોબાર મનપાની કેડ પર હતું એટલે રીંગણા લઉ બે ચાર લેને દસ બારની માફક કાજુકતરી, ખજૂર રોલ, સમોસા, જલેબી, ગાંઠિયાની પણ મિજબાની મનાવાઈ હતી.

આ પણ વાંચો: સાયલા પાસે હાઇ-વે પર કટિંગ થાય તે પહેલાં વિદેશી દારૂ સહિત ૯૩ લાખનો મુદ્દામાલ જપ્ત

અધધ કરી ડકાય તે ૨૦,૮૦૦નો ચા પી ગયા જાણે ચા પીધી હશે કે પાણીની જગ્યાએ ચા જ પીધાપીધ કરી હશે ? તે પણ આશ્ચર્ય છે. ખાલી ચાનું બિલ જ છ લાખથી ઉપરનું બન્યું. મીઠાઈઓ, ભાવતા ભોજનીયા, ચા તો ચાલુને ચાલુ જ હતી પણ જેને ટાઢા કોઠે થવું હોય તેના માટે આદુ-લીંબુ સરબતની બોટલો પણ હતી. આવી ચાર હજાર તો બોટલો ખાલી થઈ (પીવાઈ ગઈ) હતી. લંચમાં પણ અલગ-અલગ કેટેગરીની ડીસો મંગાવાતી હતી. સ્પેશિયલ ડીશ, લંચ ડીશ આમ ખાધુ-પીધુંને ડિમોલિશન કર્યુની માફક જંગલેશ્વર ડિમોલિશન સમયે  મહાપાલિકાના બાબુઓ અને મદદમાં રહેલા અન્ય સરકારી વિભાગના કર્મીઓએ મળી ૨૭.૨૦ લાખનું જમણ, ચા, ઠંડક બિલ કરી નાખ્યું હતું.

આ તોતીંગ ખર્ચ બિલ દરખાસ્ત મુકાતા પહેલેથી જ ચર્ચામાં આવ્યું હતુ. બુધવારની સ્ટેન્ડિંગમાં આ બિલે હાજર અધિકારીઓની બોલતી બંધ એટલે કે વ્યાજબી કારણો, જવાબો ન આપી શકાયા. જેને લઈને શાસકોએ આ ભાવતા ભોજનીયાના લાખેણા બિલની દરખાસ્તને પેન્ડિંગ રાખી દીધી છે. જે રીતે મીઠાઈઓ આરોગાઈ તેના પરથી સવાલો એ પણ થાય કે શું ઘરે પણ આવી રીતે જમણમાં રોજીંદા મોંઘી મીઠાઈઓ આરોગતા હશે ?

શાસકોના ગળે ઉતરે તેવા કારણો સાથે હવે ફરી દરખાસ્ત આવશે ?

લાખો રૂપિયાના ભોજન, ચાના બિલને હાલ તો શાસકોએ કરકસર કે શંકા ઉદ્ભવતા પેન્ડિંગ રાખી દીધું છે. હવે કદાચ એવું બને કે જે તે જવાબદાર અધિકારીઓ કે વિભાગ દ્વારા શાસકો, સ્ટેન્ડિંગ કમિટીના ગળે ઉતરી જાય તેવા કારણો સાથે ફરી આ બિલ મંજૂરી અર્થે મુકાઈ શકે કે શાસકોની બીજા રાઉન્ડમાં બિલ સંદર્ભે પરીક્ષા લેવાઈ શકે.

Tags:

BudgetingIssuesCitizenAwarenessCivicResponsibilityCommunityImpactFoodForAllFoodWasteFoodWorth27LakhsGovernmentAccountabilityJangleshwarDemolitionLocalGovernancePublicFundsRulersStopBillSocialJusticeTransparencyInGovernmentUrbanDevelopment

Share Article

Other Articles

Previous

સોનામાં અને ચાંદીમાં ૨૦૦૦નો કડાકો: પાંચ દિવસથી ડોલર સામે રૂપિયો સ્થિર: ૯૪.૬૬ પર જોવા મળ્યો

Next

સાયલા પાસે હાઇ-વે પર કટિંગ થાય તે પહેલાં વિદેશી દારૂ સહિત ૯૩ લાખનો મુદ્દામાલ જપ્ત

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
12 મહિના પહેલા
ગુજરાત
Most Share
રાજકોટ
સ્ટેન્ડિંગ કમિટી દ્વારા લેવાયો નિર્ણય, હવે કામો, કોન્ટ્રાક્ટરના બિલો અટવાશે નહીં
1 કલાક પહેલા
મહાપાલિકા દ્વારા ગ્રીનરી માટે લાખો રૂપિયામાં સલાહ, મચ્છરો શોધવા લાખોનો ધૂમાડો શાસકોને નથી મંજૂર
1 કલાક પહેલા
સોનામાં અને ચાંદીમાં ૨૦૦૦નો કડાકો: પાંચ દિવસથી ડોલર સામે રૂપિયો સ્થિર: ૯૪.૬૬ પર જોવા મળ્યો
1 કલાક પહેલા
જંગલેશ્વર ડિમોલિશનમાં સ્ટાફે ૨૭ લાખના ભાવતા ભોજનીયા કર્યા, શાસકોએ બીલને મારી બ્રેક
2 કલાક પહેલા
Categories

નેશનલ

3153 Posts

Related Posts

વડોદરામાં પોલીસની મંજૂરી વગર છેલ્લા દસ દિવસથી ચાલતું ગ્રેટ ગોલ્ડન સર્કસ
ગુજરાત
2 વર્ષ પહેલા
દ્વારકામાં 6 કલાકમાં સાંબેલાધારે વધુ 6 ઈંચ, વેરાવળમાં ધોધમાર 4 ઈંચ વરસાદ
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
રાજકોટના ઇન્દિરા સર્કલ પાસે અકસ્માત સર્જી ચાર વ્યક્તિનો જીવ લેનાર સીટી બસ ચાલક શિશુપાલસિંહ રાણાની જામીન અરજી કોર્ટે ફગાવી
બ્રેકિંગ ન્યૂઝ
10 મહિના પહેલા
ભસ્મથી કેમ કરાય છે ઉજ્જૈનના મહાકાલની આરતી?
ધાર્મિક
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર