ધોરાજીની મોટી વાવડી ગામે 11 લાખની જણસીની ચોરી કરનાર સર્વેયર પકડાયો
ધોરાજી તાલુકાના મોટી વાવડી ગામે બે દિવસ પૂર્વે એક ઘરમાંથી 484 અનાજની બોરીઓ મળી આવી હોય જે બાબતે નાફેડના અધિકારીએ ધોરાજી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જે મામલે તપાસ કરતાતે જણસીની સર્વેયરે ચોરી કરી હોવાનું ખુલતા પોલીસે તેની ધરપકડ કરી છે .
વિગત મુજબ ધોરાજી પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં દિવ્યેશભાઈ પ્રવિણભાઈ ઠુંમરે આરોપી તરીકે જયદીપ રમેશભાઈ અપારનાથીનું નામ આપતા જણાવ્યું હતું કે,આરોપી જયદીપે નાફેડના ગોડાઉનમાંથી 236 ચણાની બોરી, 90 રાયડાની બોરી અને 25 તુવેરની બોરીઓ એમ કુલ 11 લાખના અનાજના જથ્થાની ચોરી કરી તેના કબજાના એક મકાનમાં રાખી દીધા હતા.અને આ મામલે અમદાવાદની ટીમે તપાસ કરતાં ચોરી અગાઉ સર્વેયર તરીકે નોકરી કરતાં જયદીપે કર્યાનું ખૂલતાં આ મામલે પોલીસે તેની ધરપકડ કરી તમામ જણસી કબજે કરી છે.