Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
નેશનલ

વિદ્યાર્થીઓને ડ્રગ કેસમાં ફિટ કરી દેવાની ધમકી: હોબાળો થતાં પોલીસમેન સસ્પેન્ડ

Thu, July 23 2026

કહ્યું” બધાની બેગમાં 50 ગ્રામ પાવડર મૂકીને જિંદગી બરબાદ કરી દઇશ, આખી જિંદગી જેલમાં સબડશો”

મુંબઈમાં કોકરોચ જનતા પાર્ટી (CJP)ના આહ્વાન પર ચાલી રહેલા વિદ્યાર્થી આંદોલન દરમિયાન પોલીસના એક જવાને અટકાયતમાં લેવાયેલા વિદ્યાર્થીઓને ખોટા ડ્રગ કેસમાં ફસાવી દેવાની ધમકી આપતો વીડિયો વાયરલ થતાં ભારે વિવાદ સર્જાયો છે. ઘટનાની ગંભીરતા ધ્યાનમાં લઈ મુંબઈ પોલીસે સંબંધિત પોલીસકર્મીને હાલની ફરજ પરથી હટાવી સસ્પેન્ડ કર્યો છે અને સમગ્ર મામલે વિભાગીય તપાસ શરૂ કરી છે.

છેલ્લા કેટલાક દિવસોથી મુંબઈના શિવાજી પાર્ક, ચેમ્બુર અને આઝાદ મેદાન સહિત વિવિધ સ્થળોએ વિદ્યાર્થીઓ અને નાગરિકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. આ દરમિયાન કોંગ્રેસની મુંબઈ એકમ દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરાયેલા વીડિયોમાં પોલીસ વાનમાં બેઠેલા કેટલાક વિદ્યાર્થીઓને એક પોલીસકર્મી ધમકી આપતો સંભળાય છે.

વીડિયોમાં પોલીસકર્મી વિદ્યાર્થીઓને કહે છે કે ફરી પ્રદર્શનમાં દેખાશો તો તમારું જીવન બરબાદ કરી દઈશ. તે આગળ એમ પણ કહે છે કે તેમની બેગમાં 50-50 ગ્રામ ડ્રગ્સનો પાવડર મૂકી ખોટા એનડિપીએસ કેસમાં ફસાવી દેશે, જેથી આખું જીવન જેલમાં સબડવું પડશે.. સાથે જ તે વિદ્યાર્થીઓના આંદોલનને કારણે પોતાની મુશ્કેલીઓ વધી હોવાનું પણ કહે છે.

આ પણ વાંચો: રાજકોટ શહેર-જિલ્લામાં શરતભંગના ૧૮ કેસમાં ૨,૧૮,૧૧,૪૩૬નો દંડ ફટકારતા કલેક્ટર

વીડિયો વાયરલ થતાં મુંબઈ પોલીસે ઘટનાની સત્યતા અને સમગ્ર સંજોગોની તપાસ શરૂ કરી છે. તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી વીડિયોમાં દેખાતા યુનિફોર્મધારી પોલીસકર્મીને હાલની પોસ્ટિંગ પરથી દૂર કરવામાં આવ્યો છે.

કોંગ્રેસે આ વીડિયોને લોકશાહી અધિકારો પર સીધો હુમલો ગણાવ્યો છે. પાર્ટીએ જણાવ્યું કે જો વીડિયો સાચો હોય તો વિદ્યાર્થીઓના પ્રશ્નોના જવાબ આપવાના બદલે તેમને ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપવી અત્યંત ગંભીર બાબત છે અને શાંતિપૂર્ણ વિરોધ કરવાનો અધિકાર કોઈ ગુનો નથી.

મુંબઈ પોલીસની અન્ય કાર્યવાહી સામે પણ સવાલ…

વિદ્યાર્થી આંદોલનોને રોકવા માટે મુંબઈ પોલીસ દ્વારા અપનાવવામાં આવી રહેલી અન્ય પદ્ધતિઓ પણ ચર્ચાના કેન્દ્રમાં આવી છે. અગાઉના પ્રદર્શનોમાં નામ નોંધાયેલા અથવા એફઆઈઆરમાં સામેલ વિદ્યાર્થીઓને સ્થાનિક પોલીસ સ્ટેશનોમાંથી સીધા ફોન કરી ફરી પ્રદર્શનમાં ન જોડાવાની ચેતવણી આપવામાં આવી રહી હોવાના આક્ષેપ થયા છે. કેટલાક વિદ્યાર્થીઓને વોટ્સએપ પર સતત પોતાની લાઇવ લોકેશન શેર કરવા માટે પણ કહેવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. ઉપરાંત, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)ની કલમ 35(3) હેઠળ ડિજિટલ નોટિસ મોકલી અગાઉના પ્રદર્શન અંગે પૂછપરછ માટે હાજર થવાનો આદેશ આપવામાં આવ્યો હોવાનું પણ જણાવાયું છે. આ પ્રકારની કાર્યવાહીથી વિરોધ પ્રદર્શનના બંધારણીય અધિકારો પર દબાણ લાવવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાના આરોપો ઉઠ્યા છે.

Tags:

CommunityOutrageDrugCaseControversyEducationalIntegrityFairTreatmentFalseAccusationsJusticeForStudentsLawEnforcementEthicsPoliceAccountabilityPoliceMisconductProtectOurYouthSpeakUpForJusticeStopFramingStudentsStudentRightsSuspendedOfficerUproarForJusticeYouthAdvocacy

Share Article

Other Articles

Previous

એક એકલી યુવતી પોલીસ વાન સામે ઊભી રહી ગઈ અને ગાજ્યો “ઇન્કલાબ ઝિંદાબાદ “નો નાદ

Next

રાજકોટ શહેર-જિલ્લામાં શરતભંગના ૧૮ કેસમાં ૨,૧૮,૧૧,૪૩૬નો દંડ ફટકારતા કલેક્ટર

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
નેશનલ
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા અંગે રાહુલ ગાંધીએ અગાઉથી આપ્યા હતા સંકેત
1 દિવસ પહેલા
વિદ્યાર્થી આંદોલનને વિદેશી ભંડોળ મળતું હોવાની કોઈ માહિતી નથી: વિદેશ મંત્રાલયનો સત્તાવાર ખુલાસો
1 દિવસ પહેલા
યુકેમાં ભારતીય મૂળના ત્રણ સાંસદોને મહત્વની જવાબદારી
1 દિવસ પહેલા
આજનો યુવા સવાલો કરશે જ, એમને આદેશ ન આપો, ચર્ચા કરો: ડો. મોહન ભાગવતની સલાહ
1 દિવસ પહેલા
Categories

નેશનલ

3324 Posts

Related Posts

પંજાબમાં ભયાનક હિંસા કરવાની કોની યોજના હતી ? કોણે કહ્યું ? વાંચો
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
રાજકોટમાં રતનપર ખાતે ક્ષત્રિય સમાજના સંમેલન માટે પોલીસનો લોખંડી બંદોબસ્ત, જુઓ વિડિયો
રાજકોટ
2 વર્ષ પહેલા
રાજકોટમાં ભાજપના કાર્યાલયના ઉદઘાટનને લીધે હજારો વાહનચાલકો થયા હેરાન.. જુઓ કોંગ્રેસનાં રોહિત રાજપૂતે શું કહ્યું…
રાજકોટ
3 વર્ષ પહેલા
મહાકુંભના આજે પ્રથમ દિવસે 1.50 કરોડ શ્રદ્ધાળુઓએ સ્નાન કર્યું : હર હર ગાંગેનો આકાશ ચિરતો નાદ ગુંજી ઉઠ્યો
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર