દેવેન્દ્ર ફડણવીસ બનશે આગામી શિક્ષણ મંત્રી
કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દિલ્હીના રાજકારણમાં મોટો ભૂકંપ આવ્યો છે. આ ખાલી પડેલી ખુરશી કોને મળશે તેને લઈને અટકળો તેજ બની છે. આ વચ્ચે શિવસેના UBTના વરિષ્ઠ નેતા સંજય રાઉતે એક બોલ્ડ દાવો કરીને સૌને ચોંકાવી દીધા છે. રાઉતે કહ્યું છે કે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને દિલ્હી બોલાવવામાં આવ્યા છે અને તેમને કેન્દ્રીય શિક્ષણ મંત્રી બનાવવામાં આવી શકે છે.
રાઉતનો દાવો: “ફડણવીસ ધર્મેન્દ્ર પ્રધાનનું સ્થાન લઈ શકે છે”
સંજય રાઉતે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે “મને લાગે છે કે દેવેન્દ્ર ફડણવીસ ધર્મેન્દ્ર પ્રધાનનું સ્થાન લઈ શકે છે.” તેમના જણાવ્યા અનુસાર ફડણવીસને દિલ્હી બોલાવવામાં આવ્યા છે અને શિક્ષણ મંત્રાલયની જવાબદારી તેમને સોંપાઈ શકે છે.
રાઉતે આ રાજીનામાને વિદ્યાર્થી આંદોલનનું પરિણામ ગણાવ્યું. તેમણે કહ્યું, “દિલ્હી સહિત દેશભરમાં વિરોધ પ્રદર્શન થયા છે. લખનૌ હોય, પટણા હોય કે કોલકાતા, યુવા શક્તિએ લાઠીચાર્જનો ભોગ લીધો છે અને તેના ફળ મેળવ્યા છે. ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું મુખ્ય માંગ હતી.”
આ પણ વાંચો: આગામી 48 કલાકમાં ભારેથી અતિભારે વરસાદ, 28 જુલાઈ સુધી યથાવત રહેશે વરસાદી માહોલ
“લોકશાહી જીવંત છે” – મુંબઈમાં રેલી
રાઉતે વધુમાં કહ્યું કે મુંબઈમાં આવતીકાલે યોજાનારી રેલી મૂળ તો જંતર-મંતર પર બેઠેલા યુવાનોને ટેકો આપવા માટે હતી. પરંતુ હવે તે ‘લોકશાહી જીવંત છે’ ના બેનર હેઠળ યોજાશે.
તેમણે વ્યંગમાં એમ પણ કહ્યું કે “12 વર્ષથી ICUમાં રહેલી દેશની લોકશાહીને હવે ઓક્સિજન અને શ્વાસ મળી રહ્યા છે.”
હાલ ફડણવીસના નામની આ ચર્ચા પર ભાજપ કે કેન્દ્ર સરકાર તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ શિક્ષણ મંત્રાલયની કમાન કોને સોંપાશે તે જોવું હવે રસપ્રદ રહેશે.
