Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
નેશનલ

દેશના 458 રેલવે સ્ટેશન ઉપર પાણીમાં ખતરનાક બેક્ટેરિયા મળ્યા

Mon, August 17 2026

કેગ રિપોર્ટ અનુસાર દેશના રેલ્વે સ્ટેશનોના વોટર કુલર અને પીવાના પાણીમાં પ્રદૂષણ, મહારાષ્ટ્ર, કેરળ, આંધ્રપ્રદેશ સહિતના રાજ્યોમાં થઈ ચકાસણી

કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઈન્ડિયા (CAG)એ ૧૨ ઓગસ્ટે  સંસદમાં રજૂ કરેલા અહેવાલમાં “ દેશના રેલ્વેના નોન-સબર્બન રેલ્વે સ્ટેશનો પર યાત્રી સુવિધાઓ અને સેનિટેશન” વિષય પર ગંભીર ખામીઓ દર્શાવી છે. આ અહેવાલમાં ખાસ કરીને સ્ટેશનો પરના વોટર કુલર અને પીવાના પાણીની ગુણવત્તા અંગે ચિંતાજનક તારણો આપવામાં આવ્યા છે. 458 રેલવે સ્ટેશન પર વોટર કુલરમાં ઈ- કોલી નામના ઝેરી બેક્ટેરિયા મળી આવ્યા છે જે આરોગ્યને જોખમમાં મૂકી શકે છે.

કુલ ૫૧૨ નોન-સબર્બન સ્ટેશનોની ઓડિટ કરવામાં આવી હતી. તેમાંથી ૪૫૮ સ્ટેશનો (લગભગ ૮૯%)માં એક અથવા વધુ ન્યૂનતમ આવશ્યક સુવિધાઓમાં ખામી જોવા મળી છે. માત્ર ૫૪ સ્ટેશનો (૧૧%)માં કોઈ ખામી નહોતી. મહારાષ્ટ્ર, કેરળ, આંધ્રપ્રદેશ સહિતના કેટલાક રાજ્યોના રેલ્વે સ્ટેશન ઉપર આ મુજબની ચકાસણી કરવામાં આવી હતી.

વોટર કુલરની ઉપલબ્ધતામાં ૪૦% સ્ટેશનોમાં ખામી, પીવાના પાણીના નળોમાં ૨૭% સ્ટેશનોમાં ખામી, પંખાઓમાં ૪૨% સ્ટેશનોમાં ખામી જોવા મળી છે. આ બધા જ સ્ટેશનોમાં વોટર કુલર માંથી નમુના લેવામાં આવ્યા હતા અને ત્યારબાદ ચકાસણી થઈ હતી.

આ પણ વાંચો: હોટલ, રીસોર્ટ, કોટન મીલ બન્યા જુગારના અખાડા: ૫૦ લાખના મુદ્દામાલ સાથે ૩૬ ઝડપાયા

છ ઝોનના ૫૯ સ્ટેશનો પર પીવાના પાણીની બેક્ટેરિયોલોજિકલ તપાસ જ કરવામાં આવી નહોતી.

ક્લોરિનનું સ્તર નિયત મર્યાદા (૦.૨ થી ૦.૫ પીપીએમ)ની બહાર ૨૦૨૨-૨૩માં ૧૩૫ સ્ટેશનો અને ૨૦૨૩-૨૪માં ૧૩૯ સ્ટેશનો પર જોવા મળ્યું. ઘણા સ્ટેશનોમાં ૫૦%થી વધુ ટેસ્ટમાં ક્લોરિન સ્તર અસંતોષકારક હતું.

ગંભીર પ્રકારના રોગ થવાનું જોખમ

E. coli માનવ મળમાંથી આવતું બેક્ટેરિયા છે અને તેના કારણે ફૂડ પોઈઝનિંગ, ઝાડા અને કિડની ફેલ્યોર જેવી ગંભીર સમસ્યાઓ થઈ શકે છે.

અન્ય સંબંધિત ખામીઓ

પાસેન્જર એમેનિટીઝ મેનેજમેન્ટ સિસ્ટમ (PAMS)ના વિશ્લેષણમાં લેટ્રીનમાં ૨૦૧ સ્ટેશનો, યુરિનલમાં ૪૦૩ સ્ટેશનો અને પાણીના નળોમાં ૨,૦૩૫ સ્ટેશનોમાં ખામી જોવા મળી. NSG-1 કેટેગરીના મોટા સ્ટેશનોમાં પણ પીવાના પાણીના નળ, વોટર કુલર અને પંખાઓની કમી હતી.

કેગ દ્વારા શું થઈ છે મહત્વની ભલામણો

કેજીએ પાણી પુરવઠા સિસ્ટમની નિયમિત તપાસ અને યુનિફોર્મ ડ્રિન્કિંગ વોટર ક્વોલિટી પ્રોટોકોલ અનુસાર તમામ પેરામીટર્સની વ્યાપક ટેસ્ટિંગ સુનિશ્ચિત કરવાની ભલામણ કરી છે. રેલ્વે બોર્ડના નિયમોનું પાલન ન થવાને કારણે આ ખામીઓ ઉદ્ભવી છે. જો આ પ્રકારની મેદરકારી દૂર કરવામાં નહીં આવે તો મુસાફર જનતાનું આરોગ્ય ભારે મોટા જોખમમાં મુકાઈ શકે છે. 

Share Article

Other Articles

Previous

ઝારખંડની સરકારને આપેલો ટેકો કોંગ્રેસ પાછો ખેંચે: આંદોલનકારીઓની માંગ

Next

હોટલ, રીસોર્ટ, કોટન મીલ બન્યા જુગારના અખાડા: 50 લાખના મુદ્દામાલ સાથે ૩૬ ઝડપાયા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
પશ્ચિમ બંગાળના તારાપીઠ નજીકની હોટેલમાં આગ લાગતા શ્રદ્ધાળુઓના મોત, અનેક ઘાયલ
18 મિનિટutes પહેલા
ચેક ડેમમાં એક બાળક લપસ્યું, બચાવવા પડેલા ત્રણ ડૂબ્યા: ચારેયના મોત
38 મિનિટutes પહેલા
ઝારખંડની સરકારને આપેલો ટેકો કોંગ્રેસ પાછો ખેંચે: આંદોલનકારીઓની માંગ
40 મિનિટutes પહેલા
દેશના 458 રેલવે સ્ટેશન ઉપર પાણીમાં ખતરનાક બેક્ટેરિયા મળ્યા
42 મિનિટutes પહેલા
Categories

નેશનલ

3461 Posts

Related Posts

આખા ગુજરાતમાં સાત દિવસ સામાન્ય વરસાદની આગાહી
ગુજરાત
2 વર્ષ પહેલા
લોકસભાની ચુંટણી માટે કોનું મતદાન થયું ? જુઓ
ટ્રેન્ડિંગ
2 વર્ષ પહેલા
બોનસ આપો: પૂર, હોનારત, ભૂકંપ સમયે રાત દિવસ જોયા વગર કામગીરી કરનાર વિદ્યુત સહાયકોને બોનસ ચૂકવવા ઉર્જા મંત્રી સમક્ષ માંગ
ગુજરાત
10 મહિના પહેલા
રાજકોટ-ભુજ ટ્રેનને અંજાર અને આદિપુર સ્ટેશનો પર વધારાનું સ્ટોપેજ
ગુજરાત
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર