- પીડીયુ મેડિકલ કોલેજના કેમ્પસમાં વૃક્ષા રોપણ કરી વિરોધ પ્રદર્શન કર્યો
વોઇસ ઓફ ડે રાજકોટ
કોલકતામાં મહિલા તબીબની નિર્મમ હત્યાના વિરોધમાં પીડીત પરિવારને ન્યાય મળે અને આરોપીઓને આકરી સજા કરવાની માંગ સાથે રાજકોટની સિવિલ હોસ્પીટલના જુનીયર તબીબો છેલ્લા 4 દિવસથી અચોક્કસ મુદતની હડતાળ પર છે. અને તેમના દ્વારા રક્ષાબંધનના દિવસે તબીબ ભાઈઓ દ્વારા બહેનોને રાખડી બાંધી રક્ષા કરવાનું વચન આપ્યું હતું. તેમજ કોલેજ કેમ્પસમાં વૃક્ષા રોપણ કર્યું હતું.
રાજકોટમાં છેલ્લા 3 દિવસથી જુનિયર ડોક્ટરો દ્વારા ડૉક્ટર્સની સુરક્ષા માટે કાયદો બનાવવાની માંગ સાથે હડતાલ પર ઉતર્યા છે અને ઇમરજન્સી સિવાયની બધી સેવાઓ બંધ કરવામાં આવી છે.ત્યારે તબીબો દ્વારા અલગ-અલગ રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે. જેમાં કલેકટરને આવેદન આપી,હોસ્પિટલમાં રેલી કાઢી અને બ્લડ ડોનેશન કરી વિરોધ કર્યો હતો. ત્યારે રક્ષાબંધન નિમિતે તબીબ ભાઈઓ દ્વારા તબીબ બહેનોને રાખડી બાંધી હતી. અને તેમની રક્ષા કરવાનું વચન આપ્યું હતું.તેમજ કોલેજના કેમ્પસમાં વૃક્ષા રોપણ કર્યું હતું. જેથી રવિવાર અને સોમવારે રજા રહ્યા બાદ આવતીકાલે દર્દીઓનો હોસ્પિટલમાં ઘસારો રહેવાનો છે. જેથી આવતીકાલે હોસ્પિટલની ઓપીડીમાં દર્દીઓની લાંબી કતારો લાગવાની છે.