રિતેશ દેશમુખની ફિલ્મ “પિલ” થશે રિલીઝ
ફિલ્મમાં દેખાડાઈ છે ફાર્માસ્યુટિકલ્સની અંધારી અને ભ્રષ્ટ દુનિયા
રિતેશ દેશમુખના ફેન્સ માટે સારા સમાચાર આવ્યા છે. રિતેશ દેશમુખ ઓટીટીની દુનિયામાં આવી રહ્યા છે. તેઓ “પિલ” નામની વેબ સિરીઝ સાથે આવી રહ્યા છે. શનિવારે નિર્માતાએ આ વેબ સિરિઝનું એક મોશન પોસ્ટર જાહેર કર્યું હતું. જેમાં ફાર્માસ્યુટિકલ્સની અંધારી અને ભ્રષ્ટ દુનિયાને દેખાડવામાં આવી છે.
મોશન પોસ્ટરમાં રિતેશ દેશમુખ કહે છે કે, આ દેશમાં કઈ બીમારીથી કેટલા લોકો મરે છે તેનો ડેટા આપણી પાસે છે પરંતુ ખરાબ દવાને કારણે કેટલા લોકોનો જીવ જઈ રહ્યો છે તેનો કોઈ ડેટા નથી. તો જીયો સિનેમાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર લખ્યું હતું કે, તમારી દવા હકીકતમાં કઈ વસ્તુથી બની છે ? ‘પિલ’ ૧૨ જુલાઈથી જીયો સિનેમા પ્રીમિયમ પર સ્ટ્રીમિંગ થશે.
મહત્વનું છે કે, રિતેશ હોરર કોમેડી કાકુડામાં પણ નજરે પડવાના છે. જેમાં રિતેશ સાથે સોનાક્ષી સિન્હા અને સાકીબ સલીમ પણ હશે. તમને જણાવી દઈએ કે, રિતેશની હોરર કોમેડી ફિલ્મ કાકુડા ફિલ્મી વાર્તા ઉત્તરપ્રદેશના મથુરા જિલ્લાના એક શ્રાપગ્રસ્ત ગામ રતોડી પર આધારિત છે.