Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
Entertainmentનેશનલ

મોદીએ બાળકોને માફ કર્યા, 15 વર્ષની બાળકીએ બે હાથ જોડીને માફી માંગી

Sat, August 1 2026

બાળકીએ કહ્યું,” હું માત્ર 15 વર્ષની છું,આ પહેલી અને છેલ્લી ભૂલ, હું સમગ્ર દેશની માફી માંગુ છું.”

જંતર મંતર ખાતે CJPના  આંદોલન દરમિયાન વડાપ્રધાન મોદી માટે અભદ્ર ભાષા પ્રયોગ કરનાર બાળકોને વડાપ્રધાને માફ કરી દીધા છે. શુક્રવારે રાત્રે instagram પર એક વીડિયો જાહેર કરી વડાપ્રધાને આ જાહેરાત કરી હતી.તેમના એ વીડિયો બાદ, અભદ્ર ભાષા પ્રયોગ બદલ જેની સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે એ 15 વર્ષની બાળકી એ પણ વિડીયો જારી કરી વડાપ્રધાનની માફી માગી હતી.

જંતર-મંતર ખાતે 23 જુલાઈના રોજ CJPના વિરોધ પ્રદર્શન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે અભદ્ર ભાષાનો ઉપયોગ કરવાના આરોપોનો સામનો કરી રહેલી 15 વર્ષની બાળકીનો માફી માગતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં બાળકીએ બંને હાથ જોડીને કહ્યું કે, “હું માત્ર 15 વર્ષની છું. મિત્રો સાથે કનોટ પ્લેસ ગઈ હતી અને ત્યાંથી પ્રદર્શનમાં પહોંચી હતી. આસપાસના લોકો અભદ્ર સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા અને હું પણ તેમના પ્રભાવમાં આવી ગઈ.”

બાળકીએ કહ્યું કે, “મેં જે કર્યું તે માફી લાયક નથી. મેં ઘણી ખરાબ વાતો કહી. આ મારી પહેલી અને છેલ્લી ભૂલ છે. હું સમગ્ર દેશની માફી માગું છું. મને મારી જાત સામે પણ શરમ આવે છે. કૃપા કરીને મને માફ કરો.”

આ વીડિયો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇન્સ્ટાગ્રામ પર વીડિયો સંદેશ જાહેર કરીને વિદ્યાર્થીઓને માફ કરવાની વાત કહી તેના થોડા કલાકો બાદ સામે આવ્યો હતો. જોકે, આ વીડિયો ખરેખર બાળકીએ જ બનાવ્યો છે કે નહીં તેની સ્વતંત્ર પુષ્ટિ થઈ શકી નથી.

આ પણ વાંચો: વિરોધ પ્રદર્શનની આશંકા વચ્ચે TISSનો દીક્ષાંત સમારોહ મોકૂફ

બાળકી સામે ફરિયાદ નોંધાઈ છે

આ દરમિયાન બાળકી સામે નોંધાયેલી ઝીરો એફઆઈઆરની તપાસ ચાલુ છે. 29 જુલાઈએ ઉત્તર પ્રદેશના નોઇડા એક્સપ્રેસવે પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ બાદ કેસ દિલ્હીના પાર્લામેન્ટ સ્ટ્રીટ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. ફરિયાદમાં વડાપ્રધાન સામે અભદ્ર ભાષાનો ઉપયોગ કરીને બંધારણીય પદની ગરિમા ભંગ કરવાનો તથા જાહેર શાંતિ ભંગ થાય તેવો પ્રયાસ કરવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. પોલીસ ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ તપાસ આગળ ધપાવી રહી છે. મળતી માહિતી મુજબ બાળકી તેની માતા સાથે નોઇડાની એક હાઉસિંગ સોસાયટીમાં રહેતી હતી. હાલ તેનો ફ્લેટ બંધ છે અને પોલીસ આસપાસના રહેવાસીઓની પૂછપરછ પણ કરી રહી છે.

શું કહ્યું વડાપ્રધાન મોદીએ…

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે રાત્રે ઇન્સ્ટાગ્રામ પર વીડિયો સંદેશ જાહેર કરીને કહ્યું કે તેમના અને તેમના સ્વર્ગસ્થ માતા વિશે અપમાનજનક ભાષાનો ઉપયોગ થયો હતો, જે દુઃખદ અને અસ્વીકાર્ય છે. તેમ છતાં, યુવાનોને તેમની ભૂલમાંથી શીખવાની તક મળવી જોઈએ. મોદીએ ખેદ વ્યક્ત કરતાં કહ્યું કે તેમના સ્વર્ગસ્થ માતા માટે પણ અભદ્ર શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો. તેમણે કહ્યું કે ગાળો આપવાથી કોઈ સમસ્યાનું સમાધાન આવતું નથી. માત્ર સજા, કોર્ટના કેસો કે હેરાનગતિથી પણ પરિસ્થિતિ બદલાશે નહીં. આવા યુવાનોને માર્ગદર્શન આપવાની જરૂર છે. “હું તેમને માફ કરું છું. તેઓ ભટકી ગયા છે, તેમને સાચો માર્ગ બતાવીએ,” એમ કહી વડાપ્રધાને સમાજને દંડ કરતાં સંવાદ અને માર્ગદર્શનનો માર્ગ અપનાવવાની અપીલ કરી હતી.

“રીલમાં જ માફી કે કેસ પણ પાછા ખેંચશો?” – અભિજીત દીપકે કટાક્ષ કર્યો

વડાપ્રધાનના માફીના વીડિયો બાદ CJPના સ્થાપક અભિજીત દીપકે ઇન્સ્ટાગ્રામ પર ટિપ્પણી કરતાં પ્રશ્ન કર્યો કે, “માફી માત્ર રીલમાં જ છે કે પછી વિદ્યાર્થીઓ સામે નોંધાયેલા કેસો પણ પાછા ખેંચવામાં આવશે?” તેમણે વડાપ્રધાનના વીડિયો પર કટાક્ષ કરતાં લખ્યું કે દેશના ભવિષ્ય કરતાં તેમની ત્વચા વધુ ચમકી રહી છે. બીજી તરફ CJPના પ્રવક્તા સૌરવ દાસે કહ્યું કે અભદ્ર ભાષાનું સમર્થન થઈ શકે નહીં, પરંતુ આવા નિવેદનો બદલ ફોજદારી કાર્યવાહી કરવાથી અભિવ્યક્તિની સ્વતંત્રતા પર નકારાત્મક અસર પડશે. દીપકે એવો પણ સવાલ ઉઠાવ્યો કે ઉતર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ સહિત ભાજપના કેટલાક નેતાઓ અથવા આઈટી સેલ દ્વારા અગાઉ કરવામાં આવેલી વાંધાજનક ટિપ્પણીઓ સામે સમાન પ્રકારની કાર્યવાહી કેમ કરવામાં આવી નથી.

Share Article

Other Articles

Previous

ડાન્સ રિહર્સલ દરમિયાન હિપમાં ફ્રેક્ચર થતાં ફિલ્મોના શેડ્યૂલ પર અસરની શક્યતા: ડોક્ટરોએ ૬ સપ્તાહ આરામની આપી સલાહ

Next

વિરોધ પ્રદર્શનની આશંકા વચ્ચે TISSનો દીક્ષાંત સમારોહ મોકૂફ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ભાદર,આજી અને ન્યારીમાં પાણીની પુષ્કળ આવક
48 મિનિટutes પહેલા
ટાઇગર શ્રોફ સાથે ફિલ્મી ડેબ્યૂ કરશે એલ્વિશ યાદવ
57 મિનિટutes પહેલા
ડાન્સ રિહર્સલ દરમિયાન હિપમાં ફ્રેક્ચર થતાં ફિલ્મોના શેડ્યૂલ પર અસરની શક્યતા: ડોક્ટરોએ ૬ સપ્તાહ આરામની આપી સલાહ
59 મિનિટutes પહેલા
મોદીએ બાળકોને માફ કર્યા, 15 વર્ષની બાળકીએ બે હાથ જોડીને માફી માંગી
1 કલાક પહેલા
Categories

નેશનલ

3375 Posts

Related Posts

શું રાહુલ ગાંધી પાસે બ્રિટનનો પાસપોર્ટ છે ?? ભારતમાં ડ્યુઅલ સીટીઝનશીપ ચાલે ? વાંચો શું છે આ મુદ્દો
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
ફરી આવશે રોકીભાઈ…KGF 3 ફિલ્મને લઈને આવ્યું મોટું અપડેટ : એક્ટર યશે આપી ખુશખબરી
Entertainment
2 વર્ષ પહેલા
રાજકોટની મધ્યસ્થ જેલમાં સજા ભોગવતા સસ્પેન્ડેડ TPO સાગઠીયાને રાખડી બાંધવા આવેલી બહેને ચિઠ્ઠી આપી
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
WhatsAppમાં વિડીયો કોલિંગમાં આવ્યા નવા મજેદાર ફીચર્સ : ડેસ્કટૉપમાં પણ હાઈ-રીઝોલ્યુશનમાં કરી શકશો વિડીયો કોલ
ટેક ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર